- ભારતમાં યુવા ઈનોવેશન અને એન્ટરપ્રેન્યોરશિપને ગતિ આપવા માટે જાહેર- ખાનગી ભાગીદારી.
- સેમસંગ સોલ્વ ફોર ટુમોરો વિદ્યાર્થીઓ અને પ્રોડક્ટ સ્ટાર્ટઅપને સશક્ત બનાવવા માટે સ્ટાર્ટઅપ ઈન્ડિયાની રાષ્ટ્રવ્યાપી ઈકોસિસ્ટમનો લાભ લે છે.
- બિહારમાં સમસ્તીપુર, આંધ્ર પ્રદેશમાં ગુંટુર, જમ્મુ અને કાશ્મીરમાં બારામુલ્લા અને આસામમાં કચર જેવા જિલ્લાઓમાંથી તળિયાના સ્તરની પ્રતિભાઓ સેમસંગ સોલ્વ ફોર ટુમોરોની ટોપ 100 શોર્ટલિસ્ટમાં ઊભરી આવી.
ગુરુગ્રામ, ભારત | ૩૦ જુલાઈ ૨૦૨૫– ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા સેમસંગ સોલ્વ ફોર ટુમોરો સાથે ભારતના અંતરિયાળ ખૂણાઓમાંથી યુવા ઈનોવેટર્સને સશક્ત બનાવવા અને દેશની સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે સશક્ત બનાવવા ભારત સરકારની ફ્લેગશિપ પહેલ સ્ટાર્ટઅપ ઈન્ડિયા સાથે વ્યૂહાત્મક સમજૂતી કરાર (એમઓયુ) પર સહીસિક્કા કર્યા છે.
આ સમજૂતી કરાર પર નવી દિલ્હીમાં સહીસિક્કા કરાયા હતા અને તે સેમસંગની ફ્લેગશિપ રાષ્ટ્રવ્યાપી ઈનોવેશન સ્પર્ધા સેમસંગ દ્વારા સેમસંગ સોલ્વ ફોર ટુમોરો અને સ્ટાર્ટઅપ ઈન્ડિયાની ઈન્ક્યુબેશન, મેન્ટરશિપ અને પોલિસી સપોર્ટની મજબૂત રાષ્ટ્રીય ઈકોસિસ્ટમને એકત્ર લાવે છે. આ જોડાણનું લક્ષ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નિષ્ણાત માર્ગદર્શન, માર્કેટ લિંકેજીસ અને ફન્ડિંગ તકોને પહોંચ પૂરી પાડીને ખાસ કરીને ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં ઉચ્ચ સંભવિત પ્રતિભા ઓળખવાનું અને પોષવાનું લક્ષ્ય છે.
“સેમસંગમાં અમે માનીએ છીએ કે ઈનોવેશન ત્યારે સર્જાય છે જ્યારે યુવા મન યોગ્ય મંચ અને સપોર્ટ સિસ્ટમ સાથે સશક્ત બને. સ્ટાર્ટઅપ ઈન્ડિયા સાથે અમારી ભાગીદારી આ દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. સેમસંગ સોલ્વ ફોર ટુમોરોના ધ્યેય અને સ્ટાર્ટઅપ ઈન્ડિયાની વ્યાપક ઈકોસિસ્ટમ અને નેટવર્કને એકત્ર લાવીને અમે ભારતના અંતરિયાળ ખૂણાઓને પરિવર્તનકારીઓને આવતીકાલના સમસ્યા ઉકેલનારની ભાવિ પેઢીને પોષવાનું લક્ષ્ય રાખ્યું છે. આ જોડાણ સ્કિલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયા પહેલો સાથે સુમેળ સાધે છે અને દેશમાં ઈનોવેશન ઈકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાનું લક્ષ્ય ધરાવે છે,”એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના કોર્પોરેટ વાઈસ પ્રેસિડેન્ટ એસપી ચુને જણાવ્યું હતું.
“ઈનોવેશન વૃદ્ધિની ચાવી છે, જે નવી શક્યતાઓને ખોલી નાખે છે, પ્રગતિ પ્રેરિત કરે છે અને ભવિષ્યને આકાર આપતા સમાધાનને અભિમુખ બનાવે છે. અને યુવા ઈનોવેટર્સને સશક્ત બનાવવા તે ભારતની વૃદ્ધિની ગાથાના હાર્દમાં છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને સેમસંગ સોલ્વ ફોર ટુમોરા વચ્ચે આ જોડાણ થકી અમે સમાવેશક, ઈનોવેટિવ પ્રેરિત ઈકોસિસ્ટમ નિર્માણ કરવાની અમારી કટિબદ્ધતાને મજબૂત બનાવી છે. આ ભાગીદારીથી ટિયર 2 અને ટિયર 3 શહેરના યુવાનોને આઈડિયા રજૂ કરવા અને ઈનોવેશન કરવા માટે પ્રોત્સાહન મળવા સાથે આત્મનિર્ભર ભારતના ધ્યેય સાથે પણ નિકટતાથી સુમેળ સાધશે. સેમસંગ દેશમાં વેપાર સાહસિક જોશને પોષવા માટે આગળ આવી તે જોઈને અમને બેહદ ખુશી થઈ છે,’’ એમ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી)ના જોઈન્ટ સેક્રેટરી શ્રી સંજીવે જણાવ્યું હતું.
સેમસંગ દ્વારા સેમસંગ સોલ્વ ફોર ટુમોરો ભારતના યુવાનોમાં સમસ્યા ઉકેલવા, ક્રિયાત્મકતા અને સામાજિક પ્રભાવોને કેળવવા માટે તૈયાર કરાયેલી ફ્લેગશિપ ઈનોવેશન અને શૈક્ષણિક પહેલ છે. આ પ્રોગ્રામ થકી યુવા વિદ્યાર્થીઓને તેમના સમુદાયોમાં અસલ દુનિયાના મુદ્દાઓ ઓળખવા માટે અને ડિઝાઈન થિન્કિંગ, ટેકનોલોજી અને એન્ટરપ્રેન્યોરલ સ્કિલ્સનો ઉપયોગ કરીને ઉચ્ચ સ્તરના સમાધાન નિરમાણ કરવા માટે કામ કરવા પ્રોત્સાહન મળશે. આ પહેલ મેન્ટરશિપ, વર્કશોપ, પ્રોટોટાઈપ ડેવલપમેન્ટ સપોર્ટ અને નિષ્ણાતો અને રોકાણકારો સામે મેન્ટરો સામે વિચારો મૂકવાની તક પૂરી પાડે છે.
નવી ભાગીદારીમાં સ્ટાર્ટઅપ ઈન્ડિયાના ઈન્ક્યુબેટર્સ અને એક્સિલરેટર્સના વ્યાપક નેટવર્કનો લાભ થશે, જ્યારે સેમસંગ હાથોહાથનો અભ્યાસ અને ઈનોવેશન પડકારો થકી વિદ્યાર્થીઓ અને યુવા ઈનોવેટર્સ સાથે ઓન-ગ્રાઉન્ડ સહભાગ પ્રેરિત કરશે. આ અખંડ અભિગમ તળિયાના સ્તરે ઈનોવેશનને નવી ઊંચાઈએ લાવવા માટે તૈયાર કરાયો છે, જે ઈનોવેશનને ભારતના શિક્ષણ અને વેપાર સાહસિક ઈકોસિસ્ટમ્સના હાર્દમાં મૂકે છે.
આ મોડેલ જાહેર- ખાનગી ભાગીદારીનું હોઈ સેમસંગ ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા ભારતના ટેકનોલોજી અને ઉત્પાદન પ્રેરિત ભવિષ્યના કેન્દ્રમાં યુવા, સ્થાનિક ઈનોવેટર્સને મૂકીને મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા અને સ્કિલ ઈન્ડિયા મિશન્સ પ્રત્યે સમાન કટિબદ્ધતા પર ભાર આપે છે.
2010માં યુએસમાં સૌપ્રથમ લોન્ચ કરાયેલી સેમસંગ સોલ્વ ફોર ટુમોરો હાલમાં 68 દેશમાં ચાલે છે અને દુનિયાભરના 3 મિલિયનથી વધુ યુવાનોએ ભાગ લીધો છે. 2025ની આવૃત્તિ ટોપ 4 વિજેતા ટીમોને ઈન્કયુબેશન પ્રોગ્રામ ઓફર કરે છે, જેમને રૂ. 1 કરોડ પ્રાપ્ત થશે. ઉપરાંત ટોપ 20 ટીમોને રૂ. 2 લાખ, જ્યારે ટોપ 40 ટીમોને રૂ. 8 લાખ પ્રાપ્ત થશે.
આ વર્ષે સહભાગીઓને ચાર મુખ્ય થીમમાં સમાધાન ડિઝાઈન કરવા માટે પ્રોત્સાહન અપાશે, જેમાં સુરક્ષિત, સ્માર્ટ અને સમાવેશક ભારત માટે એઆઈ, ભારતમાં હેલ્થ, હાઈજીન અને સુખાકારીનું ભવિષ્ય, સ્પોર્ટસ થકી સામાજિક પરિવર્તન અને શિક્ષણ તથા બહેતર ભવિષ્ય માટે ટેક અને ટેકનોલોજી થકી પર્યાવરણીય સક્ષમતાનો સમાવેશ થાય છે. શોર્ટલિસ્ટ હાઈપરલોકલ બની છે, જેમાં પ્રોગ્રામે ભારતના અમુક અંતરિયાળ જિલ્લાઓમાંથી યુવા ઈનોવેટર્સની ખોજ કરી છે, જેમાં બિહારમાં સમસ્તીપુર, આંધ્ર પ્રદેશમાં ગુંટુર, જમ્મુ અને કાશ્મીરમાં બારામુલ્લા અને આસામમાં કચરનો સમાવેશ થાય છે. કાર્યક્રમની પહોંચ અને સુમેળ તે ભૂગોળોને આવરી લે છે અને સર્વ ચાર થીમમાં સુપર કરાયેલા વિચારોનો ખજાનો પણ આલેખિત કરે છે.
Samsung Newsroom India: https://news.samsung.com/in/from-small-towns-to-the-global-stage-samsung-and-startup-india-sign-mou-to-empower-indias-next-generation-of-innovators
