- સેમસંગના ક્રિસ્ટલ આર્કિટેક્ચર™ દ્વારા પાવર્ડ R20 ક્લિનિકલ એપ્લિકેશન્સની વ્યાપક શ્રેણીમાં ઉત્કૃષ્ટ ઈમેજ ક્લેરિટી, કોન્ટ્રાસ્ટ અને ડાયગ્નોસ્ટિક અચૂકતા પ્રદાન કરેછે.
- AI- પ્રેરિત ઓટોમેશન ટૂલ્સ અને એર્ગોનોમિક ડિઝાઈનથી પ્રેરિત R20 કાર્યપ્રવાહ કાર્યક્ષમતા બહેતર બનાવે છે અને ક્લિનિશિયનનો અનુભવ નવી ઊંચાઈએ લઈ જાય છે.
ગુરુગ્રામ, ભારત | ૨૪મી નવેમ્બર ૨૦૨૫ – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે જનરલ ઈમેજિંગ માટે તેના સુપર- પ્રીમિયમ, નેક્સ્ટ- જનરેશન R20 અલ્ટ્રાસાઉન્ડ સિસ્ટમના લોન્ચની ઘોષણા કરી હતી. R20 જનરલ ઈમેજિંગમાં મોટી છલાંગ છે, જે ક્લિનિશિયન કમ્ફર્ટ અને કાર્યક્ષમતા પર કેન્દ્રિત એડવાન્સ્ડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સ, સુપીરિયર ઈમેજ ક્લેરિટી અને એર્ગોનોમિક ડિઝાઈનનેજોડે છે.
સેમસંગના અત્યાધુનિક ક્રિસ્ટલ આર્કિટેક્ટર™ પર નિર્મિત R20 અપવાદાત્મક ઈમેજ એકસમાનતા, રિઝોલ્યુશન અને જનરલ ઈમેજિંગ એપ્લિકેશન્સની વ્યાપક શ્રેણીમાં પહોંચ પ્રદાન કરે છે. તેનું નેક્સ્ટ- જનરેશન ઈમેજિંગ એન્જિન, શક્તિશાળી GPU, અને અસ્ટ્રા- હાઈ- ડેફિનિશન OLED મોનિટર ક્લિનિશિયન્સને દરેક સ્કેનમાં નોંધપાત્ર વિઝ્યુઅલાઈઝેશન અને ડાયગ્નોસ્ટિક આત્મવિશ્વાસ પૂરો પાડે છે.
R20 AI- પાવર્ડ ક્લિનિકલ અને વર્કફ્લો બહેતરી સાધનોની વ્યાપક શ્રેણીથી સમૃદ્ધ છે, જે ગૂંચભરી પ્રક્રિયાઓને પ્રવાહરેખામાં લાવે છે અને રિપિટિટિવ ટાસ્ક્સને ઓટોમેટ કરે છે. મુખ્ય ટેકનોલોજીઓ નીચે મુજબ છેઃ
- લાઈવ લિવરઆસિસ્ટ- લાઈવ અલ્ટ્રાસાઉન્ડ સ્કેન દરમિયાન શંકાસ્પદ ફોકલ લેસન શોધી કાઢે છે.
- લાઈવ બ્રેસ્ટઆસિસ્ટ – BIRADS ક્લાસિફિકેશન અને રિપોર્ટિંગ સાથે બ્રેસ્ટ લેસન્સનું અસલ સમયમાં ડિટેકશન.
- ઓટો મેઝરમેન્ટ ટૂલ્સ– AI- બેઝ્ડ ઓટોમેટિક ડિટેકશન, ઉચ્ચ સાતત્યતા અને મહત્તમ થ્રુપુટ માટે ગાઈડેડ રિપોર્ટિંગ સાથે આંતરિક માળખાંનું માપન.
- ડીપ USFF – ગોલ્ડ સ્ટાન્ડર્ડ માટે સિદ્ધ ઉચ્ચ સહ- સંબંધ સાથે AI બેઝ્ડ ડીપ અલ્ટ્રાસાઉન્ડ ફેટ ફ્રેકશન ક્વોન્ટિફિકેશન, એટલે કે, MRI PDFF
ઉત્કૃષ્ટ ઈમેજિંગ આર્કિટેક્ટર સાથે R20 ક્લિનિકલ એપ્લિકેશન્સના વ્યાપક આયામમાં નોંધપાત્ર કામગીરી પ્રદાન કરે છે, જેમાં એબ્ડોમન થાઈરોઈડ, મસ્ક્યુલોસ્કેલીટલ, વેસ્ક્યુલર, બ્રેસ્ટ, ઓબ્સ્ટેટ્રિક્સ, ગાયનેકોલોજી અને યુરોલોજી ઈમેજિંગનો સમાવેશ થાય છે. બહેતર ડોપલર સંવેદનશીલતા અને કલર ફ્લો વિઝ્યુઅલાઝેશન ક્લિનિશિયન્સને સબલ વેસ્ક્યુલર સ્ટ્રક્ચર્સ અને પેથોલોજીઝ ઉત્તમ અચૂકતા અને આત્મવિશ્વાસ સાથે શોધી કાઢવામાં મદદરૂપ થાય છે. આ બહુમુખિતાને લીધે હેલ્થકેર પ્રોફેશનલો વિવિધ દર્દીઓની રૂપરેખાઓમાં સાતત્યતા, ઉચ્ચ ગુણવત્તાનાં નિદાન પરિણામો હાંસલ કરી શકે છે.
“R20 ઈન્ટેલિજન્સ ઈનોવેશન થકી પ્રગતિશીલ હેલ્થકેર પ્રત્યે સેમસંગની કટિબદ્ધતાનું દ્યોતક છે. તેના હાર્દમાં AI સાથે અને ઈમેજ ઉત્કૃષ્ટતા અને ક્લિનિશિયન કમ્ફર્ટ પર એકાગ્રતા સાથે R20 અલ્ટ્રાસાઉન્ડ ટેકનોલોજીમાં મોટું પરિવર્તન છે, જે ડોક્ટરોને લાઈવ સ્કેનિંગ દરમિયાન લેશન્સ શોધી કાઢવાની ખાતરી રાખવામાં મદદરૂપ થાય છે,” એમ સેમસંગ ઈન્ડિયાના એચએમઈ બિઝનેસના હેડ અતંત્ર દાસ ગુપ્તાએ જણાવ્યું હતું.
તેની ઈમજિંગ ક્ષમતાઓની પાર R20 યુઝર કમ્ફર્ટ અને સંચાલન ઉત્કૃષ્ટતા પર ભાર આપે છે. મનમાં એર્ગોનોમિક્સ ધ્યાનમાં રાખીને તેની ટ્રાન્સડ્યુસર કેબલો વજનમાં હલકી રખાઈ છે, ઉપરાંત જ્ઞાનાકાર ટચ ઈન્ટરફેસ અને કસ્ટમાઈઝેબલ કોન્ફિગ્યુરેશન્સ વિવિધ ક્લિનિકલ જરૂરતોને પહોંચી વળે છે. સિસ્ટમની બારીકાઈભરી ડિઝાઈન તાણ અને થાક ઓછો કરે છે, જેથી ક્લિનિશિયનો તેમના દર્દીઓ માટે સૌથી મહત્ત્વપૂર્ણ શું છે તેની પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
R20ના લોન્ચ સાથે સેમસંગે હેલ્થકેર ટેકનોલોજીના ભવિષ્યને આકાર આપવાની તેની કટિબદ્ધતા પર ફરી એક વાર ભાર આપ્યો છે. AI-પ્રેરિત ઈન્ટેલિજન્સ, ઉત્કૃષ્ટ ઈમેજિંગ પરફોર્મન્સને જોડતાં R20 જનરલ ઈમેજિંગની ક્ષિતિજ અને ક્લિનિશિયનો અને દર્દીઓ સંભાળના કેન્દ્રમાં રાખતી ડિઝાઈનમાં પરિવર્તન લાવવા માટે સુસજ્જ છે.
સેમસંગ R20 વિશે વધુ માહિતી માટે કૃપા કરી વિઝિટ કરોઃ https://samsunghealthcare.com/en
સેમસંગ ન્યૂઝરૂમ ઈન્ડિયા: Samsung Launches R20 Ultrasound System Redefining General Imaging with Next-Gen AI
==========
