Truth of Bharat
ઇલેક્ટ્રોનિકગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ ઈન્ડિયાએ ગેલેક્સી Z ફોલ્ડ 7, ગેલેક્સી Z ફ્લિપ 7 માટે પ્રી-ઓર્ડર શરૂ કર્યાઃ આજ સુધીની સૌથી આધુનિક ગેલેક્સી Z સિરીઝ

  • અચૂક એન્જિનિયરિંગ અને શક્તિશાળી ઈન્ટેલિજન્સને સહજ રીતે સંમિશ્રિત કરીને રોજબરોજના ઈન્ટરએકશનને નવી ઊંચાઈએ લઈ જતાં ગેલેક્સી Z ફોલ્ડ 7 આજ સુધીનો સૌથી પાતળો અને હલકો અવતાર છે.
  • ગેલેક્સી Z ફ્લિપ 7 સંપૂર્ણ સ્લિમ અને રિફાઈન કરાયા છે અને હવે તેમાં વધુ મોટી બેટરી અને વધુ મોટું ડિસ્પ્લે છે, જે સર્વ વધુ કોમ્પેક્ટ સ્વરૂપમાં છે.
  • ગેલેક્સી Z ફોલ્ડ 7 અને Z ફ્લિપ7 પ્રી-ઓર્ડર કરતા ગ્રાહકોને 24 મહિનાના નો કોસ્ટ ઈએમઆઈ ઉપરાંત રૂ. 12,000 મૂલ્યના પ્રી-ઓર્ડર લાભો મળશે.

નવી દિલ્હી | ૧૦ જુલાઈ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે ઘોષણા કરી હતી કે તેણે આજ સુધીની સૌથી આધુનિક ગેલેક્સી Z સિરીઝ- ગેલેક્સી Z ફોલ્ડ 7 અને ગેલેક્સી Z ફ્લિપ 7 માટે પ્રી-ઓર્ડરો લેવાનું શરૂ કરી દીધું છે.

ગેલેક્સી Z ફોલ્ડ 7 ગેલેક્સી આજ સુધીની સૌથી પાતળી અને હલકી ગેલેક્સી Z  ફોલ્ડ સિરીઝમાં શ્રેષ્ઠતમ ડિઝાઈન, કેમેરા ફંકશનાલિટી અને એઆઈ ઈનોવેશનને એકત્ર લાવે છે. તે અનફોલ્ડ કરાય ત્યારે વધુ વિશાળ, વધુ આકર્ષક ડિસ્પ્લે સાથે કાર્યક્ષમતા અને પ્રોડક્ટિવિટીની નવી સપાટીઓ ઉજાગર કરવા સાથે અલ્ટ્રા- સ્માર્ટફોનનો પ્રીમિયમ પરફોર્મન્સ અને એક્સપીરિયન્સ પ્રદાન કરે છે.

આજ સુધીના સૌથી પાતળા, હલકા ગેલેક્સી Z ફોલ્ડ

ગેલેક્સી Z ફોલ્ડ 7 બહેતર પાવર અને વિશાળ, અનફોલ્ડેડ ડિસ્પ્લેની ફ્લેક્સિબિલિટી સાથે એકત્રિત- બધું જ એક ડિવાઈસમાં પારંપરિક સ્માર્ટફોનની પોર્ટેબિલિટી અને જ્ઞાનાકાર અહેસાસ ચાહનારા માટે ઘડવામાં આવ્યા છે. અત્યંત પાતળી અને હલકી ડિઝાઈન અને પહોળા કવર ડિસ્પ્લે સાથે ગેલેક્સી Z ફોલ્ડ 7 આસાન ઓન-ધ-ગો એક્સપીરિયન્સ પ્રદાન કરે છે, જે તે ફોલ્ડ કરાય ત્યારે ટાઈપિંગ અને બ્રાઉઝિંગ આસાન બનાવે છે.

  • ફક્ત 215 ગ્રામ સાથે ગેલેક્સી Z ફોલ્ડ 7 ગેલેક્સી S25 અલ્ટ્રા કરતાં પણ હલકા છે.
  • તે ફોલ્ડ કરાય ત્યારે ફક્ત 8.0 મીમી જાડા અને અનફોલ્ડ કરાય ત્યારે 4.2 મીમી જાડા છે.
  • ડિવાઈસ 6.5 ઈંચ ડાયનેમિક AMOLED 2x કવર ડિસ્પ્લે, નવા 21:9 આસ્પેક્ટ રેશિયો સાથે પહોળું સ્ક્રીન આપે છે.

ગેલેક્સી સ્માર્ટફોન પર સૌથી વિસ્તારિત સ્ક્રીન

અનફોલ્ડ કરાય ત્યારે ગેલેક્સી Z ફોલ્ડ 7 વિસ્તારિત સ્ક્રીન ઉજાગર કરે છે, જે એડિટિંગ, મલ્ટીટાસ્કિંગ અને રોમાંચક વ્યુઈંગ માટે વર્કસ્પેસ વિસ્તારે છે, જેથી ગેલેક્સી એઆઈમાંથી વધુ મળે છે. ગેલેક્સી Z ફોલ્ડ 7 પર મેઈન ડિસ્પ્લે ગત જનરેશન કરતાં 11 ટકા વિશાળ છે, જે ઘણા બધા એપ્સમાં કન્ટેન્ટ એડિટિંગ અને મલ્ટીટાસ્કિંગ માટે વધુ સ્ક્રીન રિયલ એસ્ટેટ પૂરું પાડે છે.

  • 8 ઈંચ ડાયનેમિક AMOLED 2x મેઈન ડિસ્પ્લે અત્યંત સમૃદ્ધ કોન્ટ્રાસ્ટ, ટ્રુ બ્લેક્સ અને વાઈબ્રન્ટ ડિટેઈલ પ્રદાન કરે છે, જે મલ્ટીટાસ્કિંગ સમયે મુવીઝથી ટેબ્સસુધી ખોલવા સુધી બધું જ પોપ બનાવે છે.
  • વિઝન બૂસ્ટર અને 2600 નીટ્સ પીક બ્રાઈટનેસ સાથે ગેલેક્સી Z ફોલ્ડ 7 સીધા સૂર્યપ્રકાશમાં પણ ઉત્તમ રીતે દ્રષ્ટિગોચર રહે છે.

સ્લીક દેખાય છે, મજબૂત નિર્માણ કરાયો છે

વારંવાર ફોલ્ડિંગથી બેગમાં મૂકવા સુધી તે રોજબરોજના ટકાઉપણા માટે ઘડવામાં આવ્યો છે અને રિસ્ટ્રક્ચર્ડ હિંજ અને ફોલ્ડેબલ ડિસ્પ્લે સાથે દીર્ઘ ટકાઉ રહે તે માટે નિર્માણ કરાયો છે.

  • આર્મર ફ્લેક્સહિંજ પાતળું અને હલકું છે, જે બહેતર વોટર ડ્રોપલેટ ડિઝાઈન અને નવા અમલ કરાયેલા મલ્ટી- રેઈલ સ્ટ્રક્ચરને આભારી છે, જે દ્રષ્ટિગોચર ક્રીઝિંગ ઓછું કરે છે અને ડિસ્પર્સિંગ તાણમાં પણ ટકાઉપણું મજબૂત બનાવે છે.
  • કવર ડિસ્પ્લે કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ સેરામિક 2સાથે નિર્માણ કરાયા છે, જે નવું ગ્લાસ સેરામિક તેના કાચના મેટ્રિક્સમાં નાજુક રીતે મઢેલા ક્રિસ્ટલ્સ ધરાવે છે. તે સ્ક્રીનનું ટકાઉપણું સંરક્ષિત બનાવે છે અને ડિફ્લેકશન ક્ષમતાઓ ક્રેક કરે છે અને નોંધનીય રીતે પાતળા સ્વરૂપમા ફેક્ટરમાં રક્ષણ પ્રદાન કરે છે.
  • ફ્રેમ અને હિંજ હાઉસિંગમાં એડવાન્સ્ડ આર્મર એલ્યુમિનિયમ શક્તિ અને સખતપણું 10 ટકાથી વધારે છે.
  • મુખ્ય ડિસ્પ્લેને પાતળું અને હલકું રહે છતાં મજબૂત રહે તે રીતે રિસ્ટ્રક્ચર કરાયું છે. આ ટાઈટેનિયમ પ્લેટ લેયરનો અમલ કરીને હાંસલ કરાયું છે. ઉપરાંત અલ્ટ્રા- થિન ગ્લાસ (યુટીજી) 50 ટકા ઘટ્ટ બને તે રીતે વધારવામાં આવ્યો છે, જે ડિસ્પ્લેને વધુ સખત બનાવે છે.

ગેલેક્સી માટે કસ્ટમાઈઝ્ડ સૌથી શક્તિશાળી પ્રોસેસર

હૂડ હેઠળ ગેલેક્સી Z ફોલ્ડ ગેલેક્સી માટે 7 સ્નેપડ્રેગન 8 ઈલાઈટ દ્વારા પાવર્ડ હોઈ ગત જનરેશનની તુલનામાં એનપીયુમાં 41 ટકા પરફોર્મન્સ બૂસ્ટ્સ, સીપીયુમાં 38 ટકા અને જીપીયુમાં 26 ટકા પ્રદાન કરે છે. આ પાવર ગેલેક્સી Z ફોલ્ડ 7ની પ્રોસેસ કરવાની ક્ષમતાને બાંધછોડ વિના ડિવાઈસ પર વધુ એઆઈ એક્સપીરિયન્સીસને ઈંધણ આપે છે. 

અલ્ટ્રા 200MP કેમેરા

ગેલેક્સી Z ફોલ્ડ 7 હવે ફોલ્ડેબલમાં ગેલેક્સીનો શ્રેષ્ઠતમ પ્રો- ગ્રેડ કેમેરા અનુભવ લાવે છે, જે એકધાર્યાં અદભુત પરિણામો માટે ઈન્ટેલિજન્ટ પ્રક્રિયા સાથે આધુનિક હાર્ડવેરને જોડે છે. એઆઈ- એન્હાન્સ્ડ ઈમેજિંગ આપોઆપ લાઈટિંગ, ડિટેઈલ અને રિયાલીઝમને મહત્તમ બનાવે છે, જેથી ફોટો અને વિડિયો શાર્પ અને વિવિધ રહે છે.

  • ગેલેક્સી Z સિરીઝમાં પ્રથમ 200MP વાઈડ- એન્ગલ કેમેરા સાથે તે 4x વધુ બારીકાઈને મઢી લેતાં 44 ટકા વધુ બ્રાઈટ ઈમેજીસ નિર્માણ કરે છે.
  • મુખ્ય ડિસ્પ્લે પર 10MP 100°કેમેરા ફ્રેમ પર વિસ્તરે છે, જેથી ઉપભોક્તાઓ તેમનો ફોન ફોલ્ડ કરે ત્યારે ગ્રુપ સેલ્ફી, મૂલ્યવાન અવસરો અને દુનિયાભરનું વધુ એક શોટમાં મઢી લેવાનું આસાન બનાવે છે.
  • સેમસંગનું નેક્સ્ટ જનરેશન પ્રોવિઝ્યુઅલ એન્જિન ઈમેજીસને ઝડપથી પ્રક્રિયા કરે છે, જેથી દરેક ફોટો અને વિડિયો વધુ ક્રિસ્પ, વાઈબ્રન્ટ અને બારીકાઈથી ભરચક બને છે.
  • નાઈટ વિડિયો સાથે ઈન્ટેલિજન્સ મોશન ડિટેકશન હવે અવાજ ઘટાડવા હરતીફરતી વસ્તુઓને સ્થિર પાર્શ્વભૂથી અલગ કરે છે.
  • 10- બિટ HDRવધુ કલર ડેપ્થ પૂરું પાડે છે. તેને લીધે દિવસના કોઈ પણ સમયે વિડિયો સમૃદ્ધ કલર, ઘેરા કોન્ટ્રાસ્ટ અને વધુ લાઈફલાઈક બારીકાઈ સાથે મળે છે. 

અલ્ટ્રા એઆઈ અનુભવ 

ગેલેક્સી Z ફોલ્ડ 7 એઆઈની પાવર અને સુવિધા વધારવા માટે ફોલ્ડેબલ ડિસ્પ્લેની પાવરનો લાભ લે છે, જે સાહજિક, અનુકૂળ અને સહજ કાર્યક્ષમ અનુભવ પ્રદાન કરે છે. ગેલેક્સી Z ફોલ્ડ 7ની સાનુકૂળ ફોર્મેટ અને વિસ્તારિત સ્ક્રીન માટે મહત્તમ કોન્ટેક્સ્ટ સતર્ક અને સ્વાભાવિક રીતે પ્રતિસાદાત્મક નવા વન યુઆઈ 8 સાથે એઆઈ સાથે ઈન્ટરએક્ટ કરવા માટે વધુ જ્ઞાનાકાર અને રોમાંચક રીત પ્રદાન કરે છે. એપ્સ અને સ્ક્રીન વચ્ચે ઓછું ઊછળવું પડે છે અને એક જગ્યાએ વધુ સહજ રીતે વધુ ફ્રિકશનરહિત ક્રિયાત્મકતા અને ઉત્પાદકતા સર્જાય છે.

  • અસલ મલ્ટીમોડલ એજન્ટ તરીકે તૈયાર કરાયેલું વન યુઆઈ 8 લાર્જ સ્ક્રીન મલ્ટીટાસ્કિંગને આસાનીથી ઈન્ટેલિજન્સ ટૂલ્સ સાથે જોડે છે, જે ઉપભોક્તા શું ટાઈપ કરે છે, બોલે છે અને જુએ છે તે સમજે છે. અને એઆઈ- પાવર્ડ કેમેરા અને પ્રાઈવસી દરેક લેયરમાં નિર્માણ કરાઈ હોય ગેલેક્સી Z ફોલ્ડ 7 કોઈ પણ સમયે, ક્યાંય પણ મદદરૂપ થવા માટે સુસજ્જ સ્માર્ટ અને સંરક્ષિત પર્સનલ આસિસ્ટન્ટ બને છે.
  • એન્ડ્રોઈડ 16 પર સંપૂર્ણ નવા વન યુઆઈ 8 સાથે લોન્ચ કરાયેલા ગેલેક્સી Z ફોલ્ડ 7 સાથે ફોલ્ડેબલ્સ પર સેમસંગના નવીનતમ એઆઈ- પાવર્ડ મંચે પદાર્પણ કર્યું હોઈ આઉટ ફ ધ બોક્સ સીધા જ નવીનતમ એન્ડ્રોઈડ અનુભવ પ્રદાન કરે છે.
  • જેમિની લાઈવ હવે મલ્ટીમોડલ એઆઈ સાથે બહેતર બન્યું છે, જે ઉપભોક્તાઓ શું જુએ છે, શું કહે અને કરે તે સમજે છે, જેથી પરિપ્રેક્ષ્યના પ્રશ્નો આસાનીથી ટાઈપ કરવાનું અને બોલવાનું તે શક્ય બનાવે છે અને એપ્સ વચ્ચે આગળપાછળ કર્યા વિના ઉત્તરો મળે છે.
  • સર્કલ ટુ સર્ચ સાથે ગેમિંગ ટિપ્સ તમને તેની ક્યારે અને ક્યાં જરૂર પડે ત્યારે જ દેખા દે છે.
  • લાર્જ સ્ક્રીન્સ માટે ઓપ્ટિમાઈઝ્ડ ગેલેક્સી એઆઈ સાથે ગેલેક્સી Z ફોલ્ડ 7 એવા અનુભવો પ્રદાન કરે છે, જે ઉત્પાદકતા વધારવા માટે વ્યાપક ફોલ્ડેબલ ડિસ્પ્લેના લાભો મહત્તમ બનાવે છે. એઆઈ રિઝલ્ટ્સ રિવ્યુ અલગ સ્પ્લિટ વ્યુ અથવા ફ્લોટિંગ વ્યુમાં એઆઈ ફીચર્સમાંથી પરિણામો પ્રદર્શિત કરે છે, જેથી ઉપભોક્તાની મૂળ કન્ટેન્ટ અવરોધાયા વિનાની અને દ્રષ્ટિગોચર રહે છે. ઉપભોક્તાઓ સીધા જ મલ્ટી વિંડોમાંથી ડ્રેગ એન્ડ ડ્રોપ એઆઈ- જનરેટેડ કન્ટેન્ટ સાથે વધુ કાર્યક્ષમ બની શકે છે, જેમાં ઈમેજીસ અને ટેક્સ્ટનો સમાવેશ થાય છે. ડ્રોઈંગ આસિસ્ટ અથવા રાઈટિંગ આસિસ્ટ જેવાં ટૂલ્સ સાથે આઈડિયાઝ અને વિઝ્યુઅલ મુવ કરવાનું અગાઉ કરતાં આસાન બન્યું હોઈ સહજ ક્રિયાત્મક પ્રક્રિયા અભિમુખ બનાવે છે.
  • ફોટો આસિસ્ટ સાથે શોટ્સ તેજસ્વી દેખાય છે, જે ઓબ્જેક્ટ્સને મુવ કરી શકે, ઈરેઝ અથવા એન્લાર્જ કરી શકે અને એન્ગલ્સ સમાયોજિત કરી શકે અને પાર્શ્વભૂને એઆઈ- પાવર્ડ અચૂકતા સાથે પાર્શ્વભૂમાં ભરે છે. ઉપભોક્તાઓ પોર્ટ્રેઈટ સ્ટુડિયો સાથે પેટ પ્રોફાઈલ્સ સહિત વાઈબ્રન્ટ એક્સપ્રેશન્સ સીઝ કરી શકે છે અને ગેલેક્સીના બહેતર જનરેટિવ એડિટનોઉપયોગ કરીને તેમના ફોટો રિફાઈન કરી શકે છે. તે નવા સજેસ્ટ ઈરેઝીસ સાથે પ્રોએક્ટિવ સજેશન્સ ઓફર કરે છે. ઉપરાંત સાઈડ-બાય- સાઈડ એડિટિંગ અને શો ઓરિજિનલ મૂળ ઈમેજીસ અને એડિટેડ વર્ઝન્સની અસલ સમયની તુલના લાર્જ સ્ક્રીન પર અભિમુખ બનાવે છે, જેથી સુધારવાનું શું છે અને શું રાખવાનું છે તે નક્કી કરવાનું આસાન બને છે. ઓડિયો ઈરેઝર પણ વધુ ઈન્ટેલિજન્ટ અને સુવિધાજનક બનાવવા માટે અપગ્રેડ કરાયું છે.

ગેલેક્સી Z ફ્લિપ 7 મલ્ટીમોડલ ક્ષમતાઓ સાથેનો કોમ્પેક્ટ એઆઈ ફોન છે, જે નવા ફ્લેક્સવિંડો દ્વારા પાવર્ડ છે. ખિસ્સામાં સરકી જાય તેટલો નાનો છતાં હાથવગી સહાયો પ્રદાન કરવા પૂરતો શક્તિશાળી તે હવે એજ-ટુ-એજ ફ્લેક્સવિંડો, ફલેગશિપ લેવલ કેમેરા અને અલ્ટ્રા કોમ્પેક્ટ અને આઈકોનિક ડિઝાઈન સાથે ગેલેક્સી એઆઈને મેલ્ડ કરે છે. જ્ઞાનાકાર વોઈસ એઆઈથી ઉત્તમ સેલ્ફી ક્ષમતાઓ સુધી ગેલેક્સી Z ફ્લિપ 7 આસાન ઈન્ટરએકશન અને રોજબરોજની વિશ્વસનીયતા માટે નિર્મિત ઈન્ટેલિજન્ટ પોકેટ આકારનો સાથી છે.

  • 1 ઈંચ સુપર AMOLED ફ્લેક્સવિંડો એજ-ટુ-એજ યુઝેબિલિટી સાથે ગેલેક્સી Z ફ્લિપ પર આજ સુધીનું સૌથી વિશાળ છે, જે ઉપભોક્તાઓને કવર સ્ક્રીન પર જોવા અને વધુ કરવા માટે અભિમુખ બનાવે છે.
  • બંને મેઈન ડિસ્પ્લે અને ફ્લેક્સ વિંડો પર 2600 નિટ્સ પીક બ્રાઈટનેસ અને સ્મૂધ 120Hz રિફ્રેશ રેટ સાથે ગેલેક્સી Z ફ્લિપ 7 અત્યંત સહજ સ્ક્રોલિંગ, સ્ટ્રીમિંગ અને ગેમિંગ અભિમુખ બનાવે છે. ઉપરાંત ફ્લેક્સવિંડો વિઝન બૂસ્ટર સાથે અપગ્રેડ મેળવે છે, જે આઉટડોર વિઝિબિલિટી વધારે છે, જેથી ઉપભોક્તાઓ જ્યાં પણ જાય ત્યાં કનેક્ટેડ રહી શકે છે.
  • મુખ્ય ડિસ્પ્લે 6.9 ઈંચ ડાયનેમિક AMOLED 2X,જે અલ્ટ્રા- સ્મૂધ, રોમાંચક અનુભવ માટે નિર્માણ કરાયો છે.
  • ફક્ત 188 ગ્રામ વજન અને ફોલ્ડ કરાય ત્યારે ફક્ત 13.7 મીમી માપનો ગેલેક્સી Z ફ્લિપ 7 આજ સુધીનૌ સૌથી સ્લિમ ગેલેક્સી Z ફ્લિપ છે.
  • કવર અને બેક કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ વિક્ટસ ® 2 સાથે સુરક્ષિત છે.
  • આર્મર ફ્લેક્સહિંજ ગત જનરેશન પર હિંજ કરતાં પાતળું છે અને તેમાં વધુ આસામીથી ફોલ્ડ કરવા અને દીર્ઘ ટકાઉપણા માટે રિસ્ટ્રક્ચર્ડ ડિઝાઈન અને ઉચ્ચ શક્તિના મટીરિયલ્સ છે.
  • મજબૂત આર્મર એલ્યુમિનિયમ ફ્રેમ સ્થિતિસ્થાપકતા માટે મજબૂત એક્સટીરિયર પૂરું પાડે છે.

દીર્ઘ ટકે અને સ્માર્ટ રીતે કામ કરે તેવી પાવર

ગેલેક્સી Z ફ્લિપ 7 સંપૂર્ણ સ્લિમ અને રિફાઈન કરાયા હોઈ તેમાં હવે વધુ મોટી બેટરી અને વધુ મોટું ડિસ્પ્લે છે, જે બધાં જ કોમ્પેક્ટ સ્વરૂપમાં આવે છે. 

  • 4,300mAh બેટરી ગેલેક્સી Z ફ્લિપ પર આજ સુધીની સૌથી વિશાળ છે, જે એક ચાર્જમાં 31 કલાક સુધી વિડિયો પ્લે ટાઈમ પ્રદાન કરે છે.
  • ગેલેક્સી Z ફ્લિપ 7 નવીનતમ 3 એનએમ પ્રોસેસર દ્વારા પાવર્ડ છે, ગેલેક્સી Z ફ્લિપ 6 કરતાં વધુ શક્તિશાળી સીપીયુ, જીપીયુ અને એનપીયુ સાથે ગેલેક્સી માટે કસ્ટમાઈઝ્ડ અને આજની જીવનશૈલી માટે અનુકૂળ છે.
  • સેમસંગ ડેક્સ ગેલેક્સી Z ફ્લિપ 7માં પહેલી વાર આવે છે, જે તેને તુરંત હાથવગા વર્કસ્ટેશનમાં ફેરવે છે. ઉપભોક્તાઓ તે ખોલવા ફ્લિપ કરી શકે, સ્ક્રીનને કનેક્ટ કરી શકે અને તુરંત બહેતર મલ્ટીટાસ્કિંગ માટે પીસી જેવાં ટૂલ્સ મેળવી શકે છે.
  • નવીનતમ વન યુઆઈ 8 અને આઉટ ઓફ ધ બોક્સ એન્ડ્રોઈડ 16 દ્વારા પાવર્ડ તે કવર સ્ક્રીન પરથી હાથ ધરી શકાતા ઘણા બધા ટાસ્ક્સ સાથે ફ્લિપની આઈકોનિક ડિઝાઈન માટે મહત્તમ બનાવેલો ખરા અર્થમાં મલ્ટીમોડલ એઆઈ અનુભવ પ્રદાન કરે છે.
  • જેમિની લાઈવ પણ હવે સીધા જ ફ્લેકવિંડો પર ઉપલબ્ધ છે, જે ઉપભોક્તાઓને તેમના અવાજ સાથે માહિતી માટે સર્ચ કરવા અને હેન્ડ્સ- ફ્રી ટાસ્ક્સ પૂર્ણ કરવા અભિમુખ બનાવે છે. ઉપભોક્તાઓ જો વિદેશમાં ટ્રિપની તૈયારી કરતા હોય તો જેમિનીને તેમને શું જરૂર છે તે કહી શકે. જેમિની સેમસંગ વોલેટમાંથી ફ્લાઈટની વિગતો ખેંચી કાડશે, એરપોર્ટ માટે ક્યારે નીકળવાનું છે તેની યાદગીરી સેટ કરે છે અને યુઝર્સ ડેસ્ટિનેશન ખાતે ઉચ્ચ કક્ષાની રેસ્ટોરાં પણ શોધી શકાય છે. ઉપરાંત આ બધી માહિતી પછીથી આસાન પહોંચ માટે સેમસંગ નોટ્સમાં સ્ટોર કરી શકાય છે. તે કવર સ્ક્રીન પર સીધા જ પર્સનલ આસિસ્ટન્ટ ધરાવવા જેવું છે.
  • જેમિની લાઈવ પર કેમેરા શેરિંગ સાથે અસલ સમયમાં મદદ લેવાનું કેમેરાને પોઈન્ટ કરવા જેવું આસાન છે. ટ્રિપ માટે પેકિંગ કરતા હોય કે આઉટફિટ પસંદ કરવાનો હોય, ઉપભોક્તાએ તેમને શું જોઈએ તે જેમિનીને બતાવવાનું રહેશે. તેઓ આ પ્રશ્ન પૂછી શકે, ‘‘વ્હિચ ઓફ ધીઝ આઉટફિટ્સ ઈઝ બેટર ફોર ધ વેધર ઈન સિઉલ?’’ જેમિની મદદરૂપ થવા મિત્રની તેમ જ તુરંત પ્રતિસાદ આપશે.
  • નાઉ બાર અસલ સમયની એપ એક્ટિવિટી, પોડકાસ્ટની પ્રગતિ અને એલર્ટસ, કવર સ્ક્રીન પર બતાવે છે અને તે હવે વધુ થર્ડ પાર્ટી એપ્સ સાથે ઈન્ટીગ્રેટેડ છે. ફ્લેક્સવિંડો પર ઝડપી નજર .ઝર્સને તેમના રાઈડ- શેરની ઈટીઓ પર નજર રાખવા, કયું ગીત વાગી રહ્યું છે તે જોવાની, છેલ્લામાં છેલ્લો ફૂટબોલ સ્કોર જોવાની અને ઘણું બધું કરવાની અનુકૂળતા આપે છે.
  • નાઉ બ્રિફ વધુ પર્સનલાઈઝ્ડ રોજિંગી અપડેટ્સ પૂરી પાડે છે, જેમાં ટ્રાફિક, યાદગીરીઓ, તિથિની ઘટનાઓ અને ફિટનેસ સમરીઝનો સમાવેશ થાય છે. ઉપભોક્તાઓ સબ્સ્ક્રિપ્શન્સ અને રુચિને આધારે પર્સનલાઈઝ્ડ મ્યુઝિક અને વિડિયો ભલામણો મેળવી શકે છે તેમ જ સેમસંગ હેલ્થ અને ગેલેક્સી વોચમાંથી પુલ કરાતા હેલ્થ અને વેલનેસ ડેટાને આસાનીથી પહોંચ પણ મેળવી શકે છે.
  • ફ્લેક્સવિંડોનું ક્લોક યુઝર્સ વોલપેપરને પૂરક અનુકૂળ બને અને સ્ટ્રેચ થાય છે, જે ટાઈમ ડિસ્પ્લેને સાફ રાખવા માટે ઈમેજમાં ફેસીસ અથવા ઓબ્જેક્ટ્સની આસપાસ ફોન્ટ રૅપ કરે છે. ક્લોઝ-અપ સેલ્ફી હોય કે સીનિક સ્કાયલાઈન હોય, લોક સ્ક્રીન ઈમેજને અવરોધ્યા વિના ક્લોક દ્રષ્ટિગોચર રહે તેની ખાતરી રાખે છે.

પોકેટ આકારનો સેલ્ફી સ્ટુડિયો

ગેલેક્સ Z ફ્લિપ 7 સેમસંગના આધુનિક પ્રોવિઝ્યુઅલ એન્જિન સાથે આજ સુધીની ફ્લેગશિપ લેવલની ફોટોગ્રાફી અને સેમસંગનો બેસ્ટ સેલ્ફી કેમેરા લાવે છે.

  • ડ્યુઅલ રિયર કેમેરા સિસ્ટમમાં 50MP વાઈડ અને 12MP અલ્ટ્રા- વાઈડ લેન્સનો સમાવેશ થાય છે, જે સીનિક શોટ્સ હોય કે કવર સ્ક્રીન પરથી સીધા જ ઉચ્ચ ગુણવત્તાની સેલ્ફીઓ સ્નેપ કરવાની હોય કોઈ પણ પ્રકાશમાં ફ્લેગશિપ સ્તરની સ્પષ્ટતા પ્રદાન કરે છે.
  • એન્હાન્સ્ડ નાઈટોગ્રાફી સાથે યુઝર્સ સુધારિત લાઈટિંગ એડજસ્ટમેન્ટ્સ અને અવાજ અને ઝાંખી ફ્રેમ્સ ર કરીને ઓછા પ્રકાશના વાતાવરણમાં પણ વૈવિધ્યપૂર્ણ ફોટો મઢી શકે છે.
  • 10 બિટ એચડીઆર દિવસના કોઈ પણ સમયે સમૃદ્ધ કલર, ઘેરો કોન્ટ્રસ્ટ અને વધુ લાઈફ- લાઈક બારીકાઈ વિડિયોમાં પૂરી પાડે છે.
  • ગેલેક્સી Z ફ્લિપ 7 ફ્લેકવિંડોમાંથી સેલ્ફીને નવી ઊંચાઈએ લઈ જાય છે. અસલ સમયના ફિલ્ટર્સ હવે ઉપભોક્તાઓને તુરંત પરફેક્ટ ફ્લેકકેમ શોટ્સ પ્રીમિયમ કરવાની અનુકૂળતા આપે છે. અને નવા ઝૂમ સ્લાઈડર સાથે ઉપભોક્તાઓ ફક્ત સ્વાઈપ કરીને અંદર અથવા બહાર ઝડપથી ઝૂમ કરી શકે છે, જેથી તેજસ્વી ગ્રુપ સેલ્ફી માટે ફ્રેમમાં બધા જ ફિટ થાય અને ફુલ આઉટફિટ મઢી લેવા માટે તેને પરફેક્ટ બનાવે છે.
  • ડ્યુઅલ પ્રીવ્યુ સાથે ફોટોગ્રાફર અને સબ્જેક્ટ ફ્લેક્સવિંડો પર કમ્પોઝિશન લાઈવ જોઈ શકે, જેથ ઉપભોક્તાઓ પ્રથમ પ્રયાસમાં જ પરફેક્ટ શોટ લઈ શકે છે.
  • રોજબરોજના પેટ મોમેન્ટ્સ ફોટો આસિસ્ટમાં પોર્ટ્રેઈટ સ્ટુડિયો સાથે આકર્ષક શોટ્સ બની જાય છે, પછી રમતિયાળ કાર્ટુન સ્ટાઈલ , બોલકણી ફિશી લૂક હોય કે પોલિશ્ડ, પ્રોફેશનલ ફિનિશ હોય.

વધુ યુઝર્સ સુધી ફોલ્ડેબલ અનુભવ લાવતાં સેમસંગે ગેલેક્સી Z ફ્લિપ 7 FEની પણ ઘોષણા કરી છે. ફોલ્ડ કરાય ત્યારે કોમ્પેક્ટ અને ખોલવામાં આવે ત્યારે વિસ્તારિત ગેલેક્સી Z ફ્લિપ 7 FEમાં આકર્ષક વ્યુઈંગ અનુભવ માટે 6.7 ઈંચ મેઈન ડિસ્પ્લે છે. 50MP ફ્લેકકેમ ને કારણે ફ્લેક મોડમાં ઉચ્ચ ગુણવત્તાની સેલ્ફી અને વિડિયો મળે છે, જે ઉપભોક્તાઓને ડિવાઈસ ખોલ્યા વિના કન્ટેન્ટ હેન્ડ્સ- ફ્રી મઢી લેવા મદદરૂપ થાય છે. ગેલેક્સી Z ફ્લિપ 7 FEનું કોમ્પ્લેક્ટ સ્વરૂપ માટે મહત્તમ લેઆઉટમાં નાઉ બ્રિફ કવર સ્ક્રીન પર મદદરૂપ થતી અપડેટ્સ આપે છે, જેમ કે, હવામાન, રોજના શિડ્યુલ અને પ્રવાસ એલર્ટસ.

ભાવિ તૈયાર મોબાઈલ સલામતી

મોબાઈલ અનુભવ વધુ ઈન્ટેલિજન્ટ અને ઈન્ટરકનેક્ટેડ તરીકે વૃદ્ધિ પામી રહ્યો છે ત્યારે સેમસંગે તેમનું સંરક્ષણ કરતો પાયો મજબૂત બનાવ્યો છે, જે માટે ઓન-ડિવાઈસ એઆઈ માટે નવા પ્રોટેકશન્સ રજૂ કરીને ક્રોસ- ડિવાઈસ ખતરાની શોધ અને ક્વેન્ટમ- રેઝિસ્ટન્ટ એન્ક્રિપ્શન સાથે નેટવર્કની સિક્યુરિટી વિસ્તારી છે. વન યુઆઈ 8  નવા નોક્સ એન્હાન્સ્ડ એન્ક્રિપ્ટેડ પ્રોટેકશન (કીપ) સાથે પર્સનલાઈઝ્ડ એઆઈ અનુભવ માટે બહેતર ગોપનીયતા લાવે છે. કીપ ડિવાઈસના સંરક્ષિત સ્ટોરેજ એરિયામાં એન્ક્રિપ્ટેડ, એપ વિશિષ્ટ સ્ટોરેજ વાતાવરણ નિર્માણ કરે છે, જે દરેક એપ તેની પોતાની સંવેદનશીલ માહિતી જ પહોંચ મેળવી શકે અને બીજું કશું નહીં તેની ખાતરી રાખે છે. વન યુઆઈ 8 સાથે સેમસંગ ગેલેક્સી ઈકોસિસ્ટમમાં વધુ પૂર્વસક્રિય અને ઉપભોક્તા અનુકૂળ રક્ષણ પ્રદાન કરવા માટે નોક્સ મેટ્રિક્સને આગળ વધારી રહી છે. ઉપરાંત ક્વેન્ટમ સેફ સલામતી પ્રત્યે તેની મોજૂદ કટિબદ્ધતાના ભાગરૂપે સેમસંગે સિક્યોર વાય-ફાયમાં પોસ્ટ- ક્વેન્ટમ ક્રિપ્ટોગ્રાફી ઈન્ટીગ્રેટ કરી છે. આ બહેતરી એન્ક્ક્રિપ્ટેડ કનેક્શન્સના હાર્દમાં મુખ્ય એક્સચેન્જ પ્રક્રિયા સંરક્ષિત બનાવે છે, જેથી જાહેર નેટવર્કસમાં પણ મજબૂત ગોપનીયતાની ખાતરી રહે છે.

ઉપલબ્ધતા, કિંત અને ઓફરો

ગેલેક્સી Z ફોલ્ડ 7, ગેલેક્સી Z પ્લિપ 7 અને ગેલેક્સી Z ફ્લિપ 7 FE Samsung.com, Amazon.in, Flipkart.com અને દેશભના અગ્રગણ્ય રિટેઈલ આઉટલેટ્સમાં આજથી આરંભ કરતાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે.

મોડેલ મેમરી સ્ટોરેજ રંગ કિંમત (INR)
ગેલેક્સી Z ફોલ્ડ 7 12GB_256GB બ્લુ શેડો, સિલ્વર શેડો, જેટ બ્લેક 174,999
12GB_512GB 186,999
16GB_1TB 2,16,999
ગેલેક્સી Z ફ્લિપ 7 12GB_256GB બ્લુ શેડો, જેટ બ્લેક, કોરલ રેડ 109,999
12GB_512GB 121,999
ગેલેક્સી Z ફ્લિપ 7 FE 8GB_128GB બ્લેક, વ્હાઈટ 89,999
8GB_256GB 95,999

 

ગેલેક્સી Z ફોલ્ડ 7 અને ગેલેક્સી ફ્લિપ 7 Samsung.com થકી ખરીદી કરતા ગ્રાહકોને પસંદગી માટે વધારાનો રંગ વિકલ્પ મળી રહેશેઃ મિંટ.

પ્રી-ઓર્ડર ઓફર

ગ્રાહકો ગેલેક્સી Z ફોલ્ડ 7 અને ગેલેક્સી Z ફ્લિપ 7 પ્રી-ઓર્ડર કરશે તેમને રૂ. 12,000 મૂલ્યનું ફ્રી સ્ટોરેજ અપગ્રેજ મળશે. ગ્રાહકો ગેલેક્સી Z ફ્લિપ 7 FE પ્રી-ઓર્ડર પ્રાપ્ત કરશે તેમને રૂ. 6000 મૂલ્યનું ફ્રી સ્ટોરેજ અપગ્રેજ મળશે. ઉપરાંત 24 મહિના સુધી નો કોસ્ટ ઈએમઆઈ સર્વ ત્રણ મોડેલો પર મળશે. ગ્રાહકો આજથી આરંભ કરતાં સેમસંગ લાઈવ પર પણ પ્રી-ઓર્ડર કરી શકશેઃ https://www.samsung.com/in/live-offers/.

મોડેલનું નામ ઓફર્સ નો કોસ્ટ ઈએમઆઈ
ગેલેક્સી  Z ફોલ્ડ 7 રૂ. 12,000 મૂલ્યના લાભ

રૂ. 12,000 સ્ટોરેજ અપગ્રેડ

24 મહિના સુધી
(256GB પ્રી- ઓર્ડર કરો અને મેળવો 512GB)
ગેલેક્સી Z ફ્લિપ 7 રૂ. 12,000 મૂલ્યના લાભ 24 મહિના સુધી
રૂ. 12,000 સ્ટોરેજ અપગ્રેડ (પ્રી-ઓર્ડર કરો  256GB અને મેળવો 512GB)
ગેલેક્સી Z ફ્લિપ 7 FE રૂ. 6000 મૂલ્યના લાભ 24 મહિના સુધી
રૂ. 6000 સ્ટોરેજ અપગ્રેડ (પ્રી-ઓર્ડર કરો  128GB અને મેળવો 256GB)

 

Related posts

યસ બેંકે સતત સાતમાં ત્રિમાસિક ગાળા માટે કર બાદના નફામાં વૃદ્ધિ નોંધાવીને નાણાકીય વર્ષ 2026ની મજબૂત શરૂઆત કરી

truthofbharat

સ્મરણ ગમે ત્યારે થાય,ભજન ચોક્કસ સમયે થાય છે.

truthofbharat

બબલથી પોપ સુધી: માર્સ રિગલી ઇન્ડિયાએ બૂમર લોલીપોપ્સ લોન્ચ કર્યા

truthofbharat