- ટકાઉપણાની ચિંતા કર્યા વિના દિવસમાં 200થી વધુ વાર તેમના ફોન ઘડી કરતા સરેરાશ ઉપભોકતાઓ માટે 10 વર્ષથી વધુ અને ભારે ઉપભોક્તાઓ માટે 6થી વધુ વર્ષ ટકશે એવું સિદ્ધ.
- ઈનોવેટિવ પેનલ સ્ટ્રક્ચર વિકસાવીને લાગુ કરાયું, જે શોક રેઝિસ્ટન્સ બહેતર બનાવવા બહારી પ્રભાવને શોષે છે અને વિખેરાઈ જાય છે.
- શોક રેઝિસ્ટન્સમાં પ્રગતિ ફોલ્ડેબલ OLED ડિસ્પ્લે માર્કેટમાં સેમસંગ ડિસ્પ્લેની ટેકનોલોજિકલ લીડની વધુ વ્યાપક બનાવે છે.
ગુરુગ્રામ, ભારત | ૨૫ જુલાઈ ૨૦૨૫: સેમસંગ ડિસ્પ્લે દ્વારા આજે ઘોષણા કરવામાં આવી કે તેની નવીનતમ ફોલ્ડેબલ OLED પેનલ 5,00,000 ફોલ્ડ ટકાઉપણાના પરીક્ષણ પછી સંપૂર્ણ ફંકશનલ રહી છે, જેણે ફરી એક વાર તેની ફોલ્ડેબલ OLED ટેકનોલોજીનું અપવાદાત્મક ટકાઉપણું ફરી એક વાર સિદ્ધ થયું છે.
પેનલની વૈશ્વિક પરીક્ષણ, નિરીક્ષણ અને સર્ટિફિકેશન કંપની બ્યુરો વેરિટાસ દ્વારા પરીક્ષણ અને ખરાઈ કરાઈ છે. સેમસંગ ડિસ્પ્લેએ તેનું આંતરિક ટકાઉણાના પરીક્ષણના ધોરણને 2,00,000 પરથી 5,00,000 ફોલ્ડ સુધી વધાર્યું છે, જે તેના ગત બેન્ચમાર્ક કરતાં 2.5 ગણું છે, જે પેનલની લાંબા ગાળાની સ્થિતિસ્થાપકતામાં તેનો આત્મવિશ્વાસ અધોરેખિત કરે છે. પેનલ તાજેતરમાં લોન્ચ કરાયેલા સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 7માં ઉપયોગ કરાઈ છે.
બ્યુરો વેરિતાસ અનુસાર પરીક્ષણ 25 ડિ.સે. (77 ડિ.ફે.) ખાતે 13 દિવસમાં હાથ ધરાયો હતો અને પેનલ 5,00,000 ફોલ્ડ પછી પણ સંપૂર્ણ કાર્યરત રહી છે. કુલ 5,00,000 ફોલ્ડ એટલે સરેરાશ ઉપભોક્તાઓ 10 વર્ષ સુધી તેમના ડિવાઈસ દિવસમાં આશરે 100 વાર ફોલ્ડ કરે છે અને ભારે ઉપભોક્તાઓ 6 વર્ષ સુધી રોજ 200થી વધુ વાર ફોલ્ડ કરે છે, જે ટકાઉપણું ફોલ્ડેબલ સ્માર્ટફોન્સના આયુષ્યકાળમાં હવે મર્યાદાનું પરિબળ રહ્યું નથી.
આ નોઁધપાત્ર ટકાઉપણું સેમસંગના નવા વિકસિત શોક- રેઝિસ્ટન્ટ માળખાથી શક્ય બન્યું છે, જે બુલેટપ્રૂફ ગ્લાસના ડિઝાઈનના સિદ્ધાંતો દ્વારા પ્રેરિત છે.
પારંપરિક બુલેટપ્રૂફ ગ્લાસમાં પ્રભાવ પર ઊર્જા શોષવા અને વિખેરવા માટે ઘડવામાં આવેલી પ્લાસ્ટિક્સ ફિલ્મ્સ અને મજબૂત બનાવેલા ગ્લાસના ઘણા બધા લેયર્સનો સમાવેશ થાય છે. બુલેટ સપાટી પર ત્રાટકે ત્યારે બહારી ગ્લાસના લેયરની લવચીકતા મોટા ભાગનો ઊર્જાનો પ્રભાવ ઝીલી લે છે, જેથી પહોંચ નિવારે છે. સેમસંગ ડિસ્પ્લેમાં તેની બહારી યુટીજી (અલ્ટ્રા થિન ગ્લાસ)ની જાડાઈ 50 ટકા સુધી વધારવાની અને સંકલ્પના લાગુ કરે છે અને તેની OLED પેનલની અંદર દરેક લેયરને લાગુ નવી ઉચ્ચ લવચીક અધેસિવ રજૂ કરાઈ છે, જે ગત મટીરિયલની તુલનામાં રિકવરી પરફોર્મન્સના ચાર ગણાથી વધુ ઓફર કરે છે. આ બહેતરી બહારી પ્રભાવ શોષવા પેનલની ક્ષમતા નોંધપાત્ર રીતે સુધારે છે.
ઉપરાંત નવું ફ્લેટનિંગ માળખું પેનલમાં સમાન શોક વહેંચવા માટે સમાવાયું છે અને ટાઈટેનિયમ પ્લેટ ડિસ્પ્લેને ટેકો આપવા અપનાવાયું છે. ટાઈટેનિયમ પ્લેટ ઉચ્ચ શક્તિ આપવા સાથે પારંપરિક મટીરિયલ કરતાં હલકું અને પાતળું છે, જેમાંથી ઉત્તમ રક્ષણ સાથે સૌથી પાતળા સ્વરૂપના પરિબળમાં પરિણમે છે.
“ફોલ્ડેબલ OLED કમર્શિયલાઈઝેશનના તેના સાતમા વર્ષમાં પ્રવેશ કરવા સાથે અમે ટકાઉપણું અને ડિઝાઈનમાં અર્થપૂર્ણ વધુ એક બ્રેકથ્રુ હાંસલ કર્યું છે,’’ સેમસંગ ડિસ્પ્લે ખાતે મોબાઈલ ડિસ્પ્લે પ્રોડક્ટ પ્લાનિંગ ટીમના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને હેડ હોજંગ લીએ જણાવ્યું હતું. “આ નવી પેનલ ફોલ્ટેબલ OLED ટકાઉપણામાં ગ્રાહકોનો વિશ્વાસ નિર્માણ કરવા સાથે ટેકનોલોજિકલ લાભ પણ અધોરેખિત કરે છે, જે સેમસંગ ડિસ્પ્લેને ઉદ્યોગમાં અજોડ બનાવે છે.’’
