Truth of Bharat
ઇલેક્ટ્રોનિકગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી ફોલ્ડેબલ્સની નેક્સ્ટ જનરેશન માટે પ્રી-રિઝર્વની ઘોષણા

ગુરુગ્રામ, ભારત ૩૦ જૂન ૨૦૨૫:  સેમસંગ દ્વારા ન્યૂ યોર્કમાં 9 જુલાઈના રોજ ફોલ્ડેબલ સ્માર્ટફોન્સની નેક્સ્ટ જનરેશન લોન્ચ કરાશે. ફોલ્ડેબલ સ્માર્ટફોન્સની નેક્સ્ટ જનરેશન નવા AI- પાવર્ડ ઈન્ટરફેસ સાથે આવશે અને બ્રેકથ્રુ સોફ્ટવેરનો તેને ટેકો રહેશે.

વિધિસર લોન્ચ પૂર્વે ભારતમાં ગ્રાહકો રૂ. 2000ની ટોકન રકમ ચૂકવીને આગામી ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ પ્રી-રિઝર્વ કરી શકે છે. ગ્રાહકો સેમસંગના ફોલ્ડેબલ સ્માર્ટફોન્સની નેક્સ્ટ જનરેશન પ્રી-રિઝર્વ કરે તે ડિવાઈસની ખરીદી પર રૂ. 5999 સુધી મૂલ્યના લાભો માટે પાત્ર રહેશે. તેઓ વહેલી ડિલિવરી માટે પણ પાત્ર બનશે.

ગ્રાહકો Samsung.com, સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સ, Amazon.in, Flipkart.com અને ભારતભરના અગ્રગણ્ય રિટેઈલ આઉટલેટ્સમાંથી ફોલ્ડેબલ સ્માર્ટફોન્સની સેમસંગની નેક્સ્ટ જનરેશન પ્રી-રિઝર્વ કરી શકે છે.

સેમસંગે લોકોની અસલ જરૂરતો, જેમ કે, બહેતર પરફોર્મન્સ, ધારદાર કેમેરા અને કનેક્ટેડ રહેવાની સ્માર્ટ રીત આસપાસ નવાં ડિવાઈસ તૈયાર કર્યાં છે. અને ગેલેક્સી AI ડિવાઈસીસ જે કરી શકે તેની પાર જાય છે. લોકો તેમની સાથે કઈ રીતે ઈન્ટરનેટ કરી શકે તે અંગેની આ વાત છે.

Related posts

કોટક બિઝલેબ દ્વારા ભારતના 75થી વધુ સાહસિક સ્ટાર્ટઅપને સશક્ત બનાવવા માટે સીઝન-2નો પ્રારંભ

truthofbharat

ક્રિકેટ અને કોમર્સ નું મિલન : એસપીએલ 3.0 નું રોમાંચક ફિનાલે

truthofbharat

હિમાચલ પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat