ગુજરાત, અમદાવાદ | ૧૬ જુલાઈ ૨૦૨૫: રોટરી ક્લબ ઓફ અસ્મિતા દ્વારા અમદાવાદના એસ.પી રિંગ રોડ પર આવેલા નક્ષત્ર બેન્કવેટ ખાતે ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઇન્સ્ટોલેશન સેરેમનીમાં ઇન્સ્ટોલેશન ઓફિસર ડી.જી. શ્રી નિગમ ચૌધરી તેમજ વિશેષ અતિથિ શ્રી મૌલિન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રેસિડેન્ટ નેહા શાહ અને સેક્રેટરી ડો.અંકુર કોટડિયનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ બ્લ્યુ ટેક પ્રાઇવેટ લિમિટેડના એમ.ડી. શ્રી મિલન દલાલ, રોટરી ક્લબના ઇન્ડક્શન ઓફિસર શ્રી સેતુ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
