અમદાવાદ | ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૬ — વર્લ્ડ કેન્સર ડે નિમિતે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા બિલીવ ફાઉન્ડેશનના સહયોગથી GCRI, એમ.પી. શાહ કેન્સર હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા ખાતે એક માનવતાવાદી સેવા પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કેન્સરની સારવાર લઈ રહેલા બાળકોને ભાવનાત્મક સહારો આપવો અને તેમના ચહેરા પર સ્મિત લાવવાનો હતો.
પ્રોજેક્ટ અંતર્ગત રોટરી ક્લબના સભ્યોએ પીડિયાટ્રિક વોર્ડમાં જઈ બાળકો સાથે સમય વિતાવ્યો, તેમની સાથે વાતચીત કરી, રમતો રમ્યા અને ઉત્સાહવર્ધક શબ્દો સાથે તેમનો આત્મવિશ્વાસ વધાર્યો. બાળકોને રમકડાં વિતરણ કરીને હોસ્પિટલ પરિસરમાં આનંદ, ઉત્સાહ અને હર્ષભર્યો માહોલ સર્જવામાં આવ્યો.
કાર્યક્રમને વધુ રોમાંચક બનાવવા માટે જાણીતી આર જે દેવકીની ટીમ દ્વારા બાળકો સાથે વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ અને રમતોનું આયોજન કરવામાં આવ્યું, જેના કારણે બાળકો તેમજ તેમના પરિવારજનોમાં ઉત્સાહ અને આનંદનો અનુભવ થયો.
રૂ. 30,000 ના ખર્ચે યોજાયેલ આ સેવા પ્રોજેક્ટ રોટરીયન મનુ થાપર, રોટરીયન પ્રેમ ગોયલ, રોટરીયન અલ્કેશ પટેલ, રોટરીયન મુકેશ કોઠારી તથા રોટરીયન જતિન્દર ભલ્લાના ઉદાર યોગદાનથી શક્ય બન્યો. કાર્યક્રમમાં રોટરીયન રાકેશ ભાર્ગવ, રોટરીયન પ્રભજોત સિંહ પનેસર, રોટરીયન રાજેન્દ્ર નાગર અને રોટરીયન મીનાક્ષી ગર્ગ હાજર રહ્યા હતા.
રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ સમાજમાં આશા, કરુણા અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે આવી અર્થપૂર્ણ સેવા પ્રવૃત્તિઓ સતત હાથ ધરવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡
