Truth of Bharat
અવેરનેસગરબાગુજરાતરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

રસીકરણ થકી દિકરીઓને સર્વાઈકલ કેન્સરથી બચાવવાના ઉમદા હેતુ માટે રોટરી આસી. ગર્વનર અમદાવાદ-ગાંધીનગર દ્વારા ‘રોટરી ગરબા ૨૦૨૫’નું ભવ્ય આયોજન

ગુજરાત, અમદાવાદ | ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫: રોટરી ડીસ્ટ્રીક્ટ ૩૦૫૫ તેના સામાજીક દાયિત્વ થકી ગુજરાતમાં અનેક જીલ્લાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ થકી સમાજને મદદરુપ થઈ રહી છે. બ્લડ ડોનેશન, ઓર્ગન ડોનેશન, ફીઝીયોથેરાપી સેન્ટર, સ્કીન બેંક, મેડીકલ કેમ્પ, શાળા સંચાલન, મુક્તિધામ સંચાલન, વિદ્યાર્થી સહાય, કરાટે પ્રશિક્ષણ, સ્ત્રી-સશક્તિકરણ, સ્ત્રીઓને વ્યવસાયિક સહાય અને જરૂરિયાતમંદ લોકો માટે રોટરી ડીસ્ટ્રીક્ટ કાર્યરત છે.

આવા જ એક સામાજીક કાર્યના ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા માટે રોટરી ડીસ્ટ્રીક્ટના અમદાવાદ – ગાંધીનગરના આસીસટન્ટ ગર્વનર્સ દ્વારા આગામી તા. ૨૧-૦૯-૨૦૨૫ના રોજ માધવ પાર્ટી લોન્સ, ભાડજ, અમદાવાદ ખાતે ‘Unity in Claps, Health in Every Steps’ના ઉમદા અભિગમ સાથે ‘રોટરી ગરબા ૨૦૨૫‘નું આયોજન કરવામાં આવેલ છે. આ ગરબાની તમામ રકમ દિકરીઓ માટે ‘સર્વાઈકલ કેન્સર’ની રસીના ખર્ચ માટે ઉપયોગમાં લેવામાં આવનાર છે.

આપણે સૌ જાણીએ છીએ કે સર્વાઈકલ કેન્સરની રસીના બે ડોઝ જાે યોગ્ય ઉંમરે આપી દેવામાં આવે તો કેન્સર થવાની સંભાવના ખૂબ જ અલ્પ રહે છે તેથી રોટરી ડિસ્ટ્રીક્ટ-૩૦૫૫ આ ક્ષેત્રે સમગ્ર વર્ષ દરમ્યાન રસીકરણના પ્રોજેક્ટ  થકી દિકરીઓને આ ગંભીર બિમારીથી બચાવવા કટીબદ્ધ છે.

‘રોટરી ગરબા ૨૦૨૫‘ સેવા અને સંસ્કૃતિનો અનોખો સમન્યવ છે. રોટરીના આ પારિવારીક ગરબા થકી આ સામાજીક સેવાના આ સુંદર કાર્યમાં સહભાગી થવા અને દિકરીઓના જીવનને સુરક્ષિત કરવા મદદરૂપ થવા સમાજને આસી. ગર્વનર દ્વારા આહવાન કરવામાં આવેલ છે.

વધુ માહિતી તેમજ સ્પોન્સરશીપ અને પાસ માટે સંપર્ક:

રોટે. નિગમભાઈ ચૌધરી (ડીસ્ટ્રીક્ટ ગર્વનર), રોટે. અર્પિત શાહ – ઝોનલ કો-ઓર્ડિનેટર (મો. ૯૮૨૫૩૨૩૮૫૫), આસી. ગર્વનર રોટે. રાજેશ કાનાણી (મો. ૯૮૨૫૦ ૪૪૦૮૪), રોટે. વિસ્પમેક શાહ (મો. ૯૯૨૫૨૪૬૫૫૬), રોટે. રૂપલ શાહ (મો. ૭૮૭૮૪૬૬૪૨૮), રોટે. નિગમ શાહ (મો. ૮૪૦૧૨૭૧૨૩૪), રોટે. ગીતીકા સલુજા (મો. ૯૮૨૪૨૬૦૮૮૦), રોટે. સેતુ શાહ (મો. ૯૭૨૭૭ ૬૪૧૧૧), રોટે. પાર્થ ઠક્કર (મો. ૯૮૨૫૬ ૦૮૭૪૪)નો સંપર્ક કરવો.

Related posts

ટ્રુક એ તેની ગેમિંગ સિરીઝમાં બડ્સ ક્રિસ્ટલ ડાયનોને INR 999/- ની વિશેષ લોન્ચ કિંમતે રજૂ કર્યા

truthofbharat

વામન લાગતી પોથી જ્ઞાન,કર્મ,ભક્તિનાં ત્રણ પગલાંથી સમગ્ર બ્રહ્માંડ માપે છે.

truthofbharat

ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હિકલ્સે શૂન્ય-ઉત્સર્જન ટ્રકિંગને આગળ ધપાવ્યું, એન્વીઇરો વ્હીલ્સ મોબિલિટીને અત્યાધુનિક પ્રાઇમા E.55S ઇલેક્ટ્રિક પ્રાઇમ મૂવર્સ ડિલીવર કર્યા

truthofbharat