Truth of Bharat
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

ક્લાસિક લીજેન્ડસે ખરીદદારો માટે તહેવારોના સપના સાકાર કરવાનું શક્ય બનાવવા માટે કહ્યું, ‘રાઇડ નાઉ, પે ઈન 2026!’

સ્ટ્રેપ: L&T ફાઇનાન્સના સમર્થન સાથે, કંપનીએ ખરીદદારો માટે 2026 સુધી EMI હોલીડેના અધભુત ઓફર સાથે આ તહેવારોની સિઝનમાં તેની પરફોર્મન્સ ક્લાસિક મોટરસાઇકલ ખરીદવાનું બનાવ્યું સરળ


મુંબઈ | ૧૫ ઓક્ટોબર ૨૦૨૫: પ્રામાણિક પરફોર્મન્સ ક્લાસિક્સને ફરીથી પ્રચલિત બનાવનાર કંપની, ક્લાસિક લીજેન્ડસે રજૂ કરી રાઇડ નાઉ, પે ઈન 2026′ઓફર, જેમાં રાઇડર્સ આજે જ તેમના સપનાની મોટરસાઇકલ ઘરે લઇ જઈ શકે છે અને 2026 માં તેના EMI ચૂકવવાનું શરૂ કરી શકે છે. દેશની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs), L&T ફાઇનાન્સ સાથે ભાગીદારીમાં રજૂ કરવામાં આવેલી આ નવી ઓફર, બ્રાન્ડની ક્લાસિક મોટરસાઇકલને ખરીદવામાં વધુ સરળ અને મોટરસાઇકલિંગને વધુ આનંદપ્રદ બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ખરીદદારો હવે જરૂરી ડાઉન પેમેન્ટ ચૂકવીને તેમની મનપસંદ જાવા, યેઝદી અથવા BSA મોટરસાઇકલની ડિલિવરી લઈ શકે છે. લોન મળ્યાની તારીખ પછીના પ્રથમ બે મહિના માટે, ગ્રાહકે ફક્ત ઉપાર્જિત વ્યાજ ચૂકવવાની જરૂર છે, અને મુદ્દલના કોઈ EMI બાકી રહેતા નથી. ઉદાહરણ તરીકે, જો ઓક્ટોબર 2025 માં લોન મળે છે, તો પ્રથમ નિયમિત EMI જાન્યુઆરી 2026 માં શરૂ થાય છે. લોનની કુલ મુદત 36 મહિના સુધી લંબાવી શકાય છે, જેમાં EMI ના રજાના સમયગાળા સહિત 38 મહિનામાં ચુકવણી પૂર્ણ થાય છે. તહેવારોની આ ખાસ ફાઇનાન્સિંગ સ્કીમ, પ્રામાણિક બ્રિટિશ મોટરસાઇકલ, BSA ગોલ્ડ સ્ટાર 650 માટે પણ ઉપલબ્ધ છે અને GST 2.0 પહેલાની કિંમતે ઉપલબ્ધ છે.

ક્લાસિક લિજેન્ડ્સ પ્રા. લિમિટેડના ચીફ બિઝનેસ ઓફિસર, શરદ અગ્રવાલે જણાવ્યું હતું કે, “મોટાભાગના રાઇડર્સ માટે, અમારી મોટરસાઇકલ ખરીદવાનો નિર્ણય એ સપનું સાકાર કરવા અને ગાઢ ભાવનાત્મક લાગણીઓ, બંનેથી સમાન રીતે પ્રભાવિત થાય છે. અમારી ‘રાઈડ નાઉ, પે ઈન 2026’ ઓફર ઉજવણીની આ સિઝનમાં નિર્ણય લેવાનું વધુ સરળ અને વધુ ખાસ બનાવે છે. અમારા ખરીદદારો તરત જ તેમના ઘરે જાવા, યેઝદી અથવા BSA લાવી શકે છે અને આ ઓફરથી 2026 સુધી EMI ચુકવણીઓ પરનો બોજ હળવો કરી શકે છે.”

L&T ફાઇનાન્સ લિમિટેડના અર્બન સિક્યોર્ડ એસેટ્સ અને થર્ડ-પાર્ટી પ્રોડક્ટ્સના ચીફ એક્ઝિક્યુટિવ, જિનેશ શાહે જણાવ્યું હતું કે, “આ તહેવારોના શુભ સમય દરમિયાન, અમે ક્લાસિક લિજેન્ડ્સ સાથે ભાગીદારી કરીને આનંદ અનુભવીએ છીએ. ‘રાઇડ નાઉ, પે ઇન 2026’ ઓફરથી અમારા સંભવિત ગ્રાહકોને ખરેખર લાભ થશે. નાણાકીય સુગમતા પ્રદાન કરીને, અમે લિજેન્ડરી મોટરસાઇકલ ખરીદવાના સપનાને સાકાર કરવમાં મદદ કરી રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે ગ્રાહકો તેમના પસંદગીના ફાઇનાન્સર તરીકે અમારી સાથે આ અદભુત તકનો લાભ લેશે.”

લોનની પ્રક્રિયા અને વિતરણનું સંચાલન કરતી L&T ફાઇનાન્સ લિમિટેડ દ્વારા સમર્થન આ સ્કીમનું વ્યાજ દર 6.99 ટકાથી શરૂ થાય છે, અને તેમાં થોડું ડાઉન પેમેન્ટ (ગ્રાહકની પ્રોફાઇલ પર આધારિત) અને 10 મિનિટમાં તાત્કાલિક લોન મંજૂર (સ્કીમની શરતોને આધીન) થાય છે. 30 નવેમ્બર 2025 સુધી ભારતભરના 450 થી વધુ અધિકૃત જાવા યેઝદી અને BSA ડીલરશીપ પર ઉપલબ્ધ, આ ઓફર માટે પાત્રતા માટે સામાન્ય બેંકિંગ દસ્તાવેજો હોવા જરૂરી છે.

તહેવારોની મોસમમાં નવી 2025 યેઝદી રોડસ્ટર અને એડવેન્ચર, તેમજ એવોર્ડ વિજેતા જાવા 42 એફજે સહીત જાવા અને યેઝદી રેન્જને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ વિચારશીલ નવા ફાઇનાન્સ વિકલ્પ સાથે, ક્લાસિક લિજેન્ડ્સનો ઉદ્દેશ્ય તેની પરફોર્મન્સ ક્લાસિક મોટરસાયકલને ખરીદવું સરળ અને સવારી કરવાનું વધુ આનંદપ્રદ બનાવવાનો છે.

બધી ક્લાસિક લિજેન્ડ્સ મોટરસાઇકલ, જાવા યેઝદી બીએસએ ઓનરશિપ એશ્યોરન્સ પ્રોગ્રામદ્વારા સમર્થિત છે, જે આ સેગમેન્ટમાં ક્ષેત્ર દ્વારા શરુ કરવામાં આવેલી પ્રથમ પહેલ છે, જે પ્રદાન કરે છે:

  • 4-વર્ષ/50,000 કિમીની સ્ટાન્ડર્ડ વોરંટી: આ પ્રોગ્રામ સેગમેમાં -અગ્રણી સુરક્ષા પ્રદાન કરે છે જે અમારી એન્જિનિયરિંગ શ્રેષ્ઠતા દર્શાવવાની સાથે સવારોને એ વાતની માનસિક શાંતિ આપે છે કે તેમની મોટરસાઇકલ ટકી રહેવા માટે બનાવવામાં આવી છે.
  • છ વર્ષ સુધીની એક્સટેન્ડેડ વોરંટીના વિકલ્પો: પ્રીમિયમ કવરેજ જે વિશ્વાસપૂર્વક કહે છે કે બાઇક ચલાવવા માટે તૈયાર રહેશે અને રીપેરીંગના અણધાર્યા ખર્ચના તણાવને દૂર કરે છે.
  • બે વર્ષની એનીટાઇમ વોરંટી (ખરીદ્યાનાં છ વર્ષની અંદર): એક અનુકૂળ ઉકેલ જે જરૂર પડ્યે ઉમેરી શકાય છે, સ્ટાન્ડર્ડ વોરંટી સમાપ્ત થયા પછી પણ, જે ગ્રાહકો ક્યારેય કવરેજ વિના ન રહે તેની ખાતરી કરે છે.
  • એક વર્ષ માટે કોમ્પ્લિમેન્ટરી રોડસાઇડ અસિસ્ટન્સ (RSA): આઠ વર્ષ સુધી વધારી શકાય છે; ખાતરી કરે છે કે રાઇડર્સને જ્યારે અને જ્યાં જરૂર હોય ત્યાં મદદ મળે છે, અને તેઓ દૂરના સ્થળોએ પણ ફસાયેલા ન રહે.
  • પાંચ વર્ષનું વ્યાપક AMC પેકેજ: બાઈક ખરીદવાના શાનદાર અનુભવ માટે અણધાર્યા ખર્ચને દૂર કરીને, અનુમાનિત ખર્ચ સાથે મુશ્કેલી-મુક્ત સર્વિસિંગ.

Related posts

HDFC લાઇફનો ‘રેડી ફોર લાઇફ’ રિપોર્ટ કહેવાતા અને વાસ્તવિક નાણાકીય તૈયારી વચ્ચે 26 પોઇન્ટના અંતરને હાઇલાઇટ કરે છે

truthofbharat

એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને એકાવન લાખની સહાય

truthofbharat

હીરો મોટોકોર્પે જુલાઈ 2025માં મોટરસાઈકલ અને સ્કૂટરનાં 4.5 લાખ યુનિટ્સની ડિલિવરી કરીઃ 21 ટકાની વર્ષ દર વર્ષ વૃદ્ધિ હાંસલ કરી

truthofbharat