ગુજરાત, અમદાવાદ | ૧૧મી સપ્ટેમ્બર ૨૦૨૫: ભારે વરસાદથી પૂરગ્રસ્ત પંજાબ ક્ષેત્રમાં અસરગ્રસ્તોને શ્રી મોરારિબાપુ પ્રેરિત રાહત સહાય પહોંચી રહી છે. રામકથાશ્રોતાઓ દ્વારા સત્ય, પ્રેમ અને કરુણાનાં મંત્ર મૂલ્યો સાથે ચાલતું સેવા કાર્ય સ્થાનિકો માટે આશીર્વાદરૂપ બન્યું છે.
શ્રી મોરારિબાપુ દ્વારા રામકથાના લગભગ તમામ ઉપક્રમો શાસ્ત્ર, સંસ્કૃતિ અને સમાજનાં ઉત્થાન માટે જ રહ્યાં છે. કોઈ પણ દુર્ઘટના હોય કે સહાયની અનિવાર્યતા ઊભી થાય ત્યારે શ્રી મોરારિબાપુની વ્યાસપીઠ હંમેશા પહેલ કરતી રહે છે. તાજેતરમાં ભારે વરસાદથીપૂરગ્રસ્ત રહેલાં પંજાબ ક્ષેત્રમાં અસરગ્રસ્તોને શ્રી મોરારિબાપુ પ્રેરિત રાહત સહાય પહોંચી રહી છે.
શ્રી ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા પંજાબમાં આ વિષમ સ્થિતિમાં ફસાયેલાં પરિવારોને રાહત સામગ્રી અર્પણ થઈ રહી છે. આમ, રામકથાશ્રોતાઓ દ્વારા સત્ય, પ્રેમ અને કરુણાનાં મંત્ર મૂલ્યો સાથે ચાલતું સેવા કાર્ય સ્થાનિકો માટે આશીર્વાદરૂપ બન્યું છે.
