Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહોટેલ અને રિસોર્ટ

રેડબસનો પરવડે તેવી હોટેલના સેગમેન્ટમાં પ્રવેશ; ભારતના 2000થી વધુ શહેરોમાં ઉપલબ્ધ

  • ફક્ત ₹399 થી શરૂ થતા રૂમના દર સાથે, રેડબસ હોટેલ્સ સમગ્ર ભારતના 2000થી વધુ શહેરોમાં પરવડે તેવી, ગુણવત્તાયુક્ત રોકાવાની સુવિધા લાવી છે – ઘણા ટિઅર-3 થી આગળના શહેરો પર તેમાં સામેલ. નવી ઓફરમાં હોસ્ટેલ, હોમસ્ટે, ગેસ્ટહાઉસ અને લોજ સામેલ.
  • એપ-ઇન્ટિગ્રેડેટ શોધ યુવાનો, બજેટ પ્રત્યે સભાન પ્રવાસીઓને અજોડ મૂલ્ય અને સુગમતા સાથે સેવા પૂરી પાડે છે.

રાષ્ટ્રીય | ૧૩મી ઓગસ્ટ ૨૦૨૫: વિશ્વના સૌથી મોટા ઑનલાઇન બસ ટિકિટિંગ પ્લેટફોર્મ, રેડબસ દ્વારા ભારતના લાખો પ્રવાસીઓ માટે બજેટમાં અનુકૂળ હોય તેવી રોકાવાની સુવિધા પૂરી પાડવા માટે રેડબસ હોટેલ્સનો પ્રારંભ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વ્યૂહાત્મક પ્રારંભ સાથે, રેડબસ દેશના કિંમત પ્રત્યે સભાન અને અનુભવ-શોધક વપરાશકર્તાઓના વધી રહેલા આધાર માટે વન-સ્ટોપ ટ્રાવેલ સાથી તરીકે તેની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે. રેડબસ સાથે જોડાયેલો ભરોસો આગળ લંબાવીને બજેટ હોટેલના સેગમેન્ટમાં પણ લઈ જવામાં આવ્યો છે.

હાલમાં 2000થી વધુ શહેરોમાં સક્રિય, રેડબસ હોટેલ્સે ઝડપથી વિકાસ પામવાની તૈયારી કરી લીધી છે, જે ઉભરતા બજારોમાં ભરોસાપાત્ર, પરખાયેલી અને પરવડે તેવી રોકાવા માટેની સુવિધાને વધુ સુલભ બનાવીને ભારતના પ્રવાસના લેન્ડસ્કેપમાં એક મહત્વપૂર્ણ અંતરને દૂર કરશે. નવી ઓફરિંગ રેડબસના મૂળભૂત પાયાના સ્તરના પરિવહન વ્યવસાયની સહજ સંલગ્નતા પર ધ્યાન આપીને એટલે કે પ્રવાસીને મુસાફરી દરમિયાન પરવડે તેવા અને વિશ્વસનીય રોકાણના વિકલ્પો આપીને તેને પૂરક બનાવે છે. ટૂંકા લેઓવર અને રાત્રિ રોકાણથી લઈને યાત્રાધામ, વિદ્યાર્થી અને વ્યવસાયિક મુસાફરી સુધી, રેડબસ હોટેલ્સનો ઉદ્દેશ્ય ભારતના વપરાશકર્તા માટે મુસાફરીના આરંભથી અંત સુધીના અનુભવને સરળ બનાવવાનો છે.

રેડબસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રકાશ સંગમે જણાવ્યું હતું કે, “રેડબસ લાંબા સમયથી પરવડે તેવું અને વિશ્વસનીય પરિવહન પૂરું પાડવામાં મોખરે રહ્યું છે. અમે હવે આ વચનને આગળ વધારીને બજેટમાં અનુકૂળ રોકાવાની સુવિધા સુધી વિસ્તૃત કરી રહ્યા છીએ, જે પ્રવાસીઓને તેઓ અમારી પાસેથી જે અપેક્ષા રાખતા હતા તેવી જ સુવિધા અને વિશ્વાસ આપશે. રેડબસ હોટેલ્સની મદદથી, પ્રવાસીઓ ઑનલાઇન ચકાસાયેલી રોકાવા માટેની સુવિધાની તુલના કરી શકે છે અને બુકિંગ કરી શકે છે જેથી તેમનો સમય બચે છે, અનિશ્ચિતતા ટાળી શકાય છે તેમજ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા વગર એકદમ યોગ્ય સ્થાન શોધી શકે છે. આ પ્લેટફોર્મ બજેટ હોટલ, હોસ્ટેલ અને હોમસ્ટે માલિકોને તેમની દૃશ્યતા વધારવા, ઓક્યુપન્સી સુધારવા અને તેમના વ્યવસાયમાં વૃદ્ધિ કરવાનો પણ ઉદ્દેશ્ય રાખે છે.”

આ વિસ્તરણના કેન્દ્રમાં ‘ધ બજેટ કલેક્શન’ છે, જેમાં માત્ર ₹399માં એક રાત્રિ માટે એક રૂમથી કિંમત શરૂ થાય છે, જે મૂલ્ય ઘણીવાર બસની ટિકિટ કરતાં પણ સસ્તું હોય છે. ₹499, ₹799 અને ₹999 થી ઓછી કિંમતે રોકાવાની સુવિધા સાથે, આ પ્લેટફોર્મ સગવડ અથવા ગુણવત્તા સાથે બાંધછોડ કર્યા વિના અજોડ મૂલ્ય પૂરું પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રેડબસે સરળ સુલભતા માટે બસ બોર્ડિંગ પોઇન્ટ અને રેલ્વે સ્ટેશનોની નજીકમાં ઉપલબ્ધ હોય તેવી ભરોસાપાત્ર અને સ્વચ્છ મિલકતોની યાદી તૈયાર કરી છે. આ પ્લેટફોર્મ પર 15000થી વધુ મિલકતો પ્રવાસીને મુસાફરી દરમિયાન ‘વહેલા ચેક ઇન’ અને તેના જેવી અન્ય સેવાઓ પ્રદાન કરે છે. પ્રવાસીઓ હોટેલ, હોસ્ટેલ, ગેસ્ટહાઉસ, લોજ અને હોમસ્ટે જેવા વિવિધ ફોર્મેટમાંથી પસંદ કરી શકે છે, જેમાં તહેવારોની મોસમ દરમિયાન વધારવામાં આવેલી છૂટ સામેલ થવાથી 45% સુધીની છૂટ મળે છે.

આ પ્લેટફોર્મ ‘રેડબસ ચોઇસ’ની મદદથી વપરાશકર્તાના ડિસિઝનિંગમાં પણ વધારો કરે છે જેમાં બજેટ પ્રવાસીની મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરતી TV, AC, ફ્રી Wi-Fi પૂરી પાડતી મિલકતોની યાદી આપેલી છે. નોંધનીય છે કે, રેડબસ હોટેલ્સના પાઇલટ પ્રોગ્રામોમાં 18 થી 36 વર્ષની વયના વપરાશકર્તાઓ હોટેલ ટ્રાન્ઝેક્ટરનો સૌથી મોટો હિસ્સો ધરાવે છે, જે વિદ્યાર્થીઓ, યુવા વ્યાવસાયિકો અને બજેટ પ્રત્યે સભાન શોધકોમાં આ ઓફર ખૂબ જ આકર્ષણ જમાવતી હોવાનું દર્શાવે છે. 70% વપરાશકર્તાઓ એક જ ગંતવ્ય સ્થાને એક કરતા વધુ વખત પાછા આવતા હોવાનું જાણવા મળ્યું છે, જે ભારતના વિકસી રહેલા ટ્રાવેલ કોરિડોરમાં ભરોસાપાત્ર, પુનરાવર્તિત રોકાવા માટેની સુવિધાના વિકલ્પોની જરૂરિયાતને મજબૂત બનાવે છે.

એપ (Android અને iOS) દ્વારા રેડબસ હોટેલ્સ ઍક્સેસ કરી શકાય છે. રેડબસ એપ જર્ની સાથે હોટેલ બુકિંગનો અનુભવ સંકલિત કરવામાં આવ્યો છે, જેમાં ટિકિટ બુકિંગ, ટ્રેકિંગ અથવા ખરીદી પછીના સંબંધિત પ્રોમ્ટ દ્વારા હોટેલને લગતા સૂચનો સામે બતાવવામાં આવે છે.

Related posts

JSW MG મોટર ઇન્ડિયાએ ગુજરાત પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી; સ્થાનિક જોડાણમાં વધારો કર્યો

truthofbharat

રે-બન મેટા ગ્લાસિસનો ભારતમાં પ્રવેશ: મેટા AI ઇન્ટીગ્રેટેડ સાથે અને અસંખ્ય સ્ટાઇલની મલ્ટીપલ સ્ટાઇલ ઓફર સાથે ભવિષ્યનો અનુભવ કરો

truthofbharat

અયોધ્યામાં રામ યાત્રાનું સમાપન થયું

truthofbharat