રાષ્ટ્રીય | ૦૬ નવેમ્બર ૨૦૨૫ — રે-બન મેટા જેન 1 ગ્લાસીસ 21 નવેમ્બરથી એમેઝોન, ફ્લિપકાર્ટ અને રિલાયન્સડિજિટલ.ઈન પર ઉપલબ્ધ થશે, જે સાથે ભારતભરના વધુ ગ્રાહકો માટે મેટાની ઈનોવેટિવ વેરેબલ ટેકનોલોજીની ઉપલબ્ધતા વિસ્તારવામાં આવી છે.
6 નવેમ્બરથી આરંભ કરતાં લોકો આ રિટેઈલરો પાસેથી ઓનલાઈન રે-બન મેટા જેન 1 રેન્જની ખરીદી કરવા માટે પ્રથમ ગ્રાહકો બનવા માટે ‘‘નોટિફાઈ મી’’ એલર્ટસ માટે સાઈન-અપ કરી શકે છે, જે રોજબરોજની અભિવ્યક્તિ અને જોડાણ માટે રે-બનની સ્ટાઈલ અને મેટાની આધુનિક હેન્ડ્સ-ફ્રી ટેકનોલોજી એકત્ર લાવે છે.

મેટાના ભારત અને સાઉથઈસ્ટ એશિયાના વીપી સંધ્યા દેવનાથને જણાવ્યું હતું કે, “મેટામાં અમે માનીએ છીએ કે કમ્પ્યુટિંગનું ભવિષ્ય અંગત, આસાનીથી ઈન્ટીગ્રેટેડ અને મજબૂત સશક્ત બની રહેશે. અમે પર્સનલ સુપર ઈન્ટેલિજન્સ રોજબરોજના જીવનમાં આસાનીથી સંમિશ્રિત થઈ શકે તેવાં ડિવાઈસીસ- એઆઈ ગ્લાસીસ થકી દરેક માટે લાવવા માગીએ છીએ, જે ઉત્તમ દેખાવા સાથે તમને મોજૂદ રહેવા, બહેતર રીતે સંદેશવ્યવહાર કરવા અને તમારી ઈન્દ્રિયોને તૃપ્ત કરવા મદદરૂપ થાય તે રીતે તૈયાર કરવામાં આવેલાં શક્તિશાળી એઆઈ સાધનો પ્રદાન પણ કરે છે. ર-બન મેટા ગ્લાસીસ વેરેબલ ટેકનોલોજીના નવા અધ્યાયમાં આગેવાની કરવાની અમારી કટિબદ્ધતાનો દાખલો છે, જે પ્રવાસમાં ભારત મુખ્ય હિસ્સો હોઈ સ્માર્ટફોનની પાર કમ્યુટિંગ મંચોમાં નવી લહેરો લાવવા માટે સુસજ્જ છે.’’
રે-બન મેટા જેન 1: આઈકોનિક ડિઝાઈનનું સ્માર્ટ ઈનોવેશન સાથે મિલન
રે-બન મેટા જેન 1 કલેકશન ઘણી બધી ફ્રેમ અને લેન્સના પ્રકારની વિશિષ્ટતાઓ સાથે ઉપલબ્ધ થશે. મેટા એઆઈ બિલ્ટ-ઈન સાથે તમારે ફક્ત ‘‘હે મેટા’’ એવો સહજ પ્રશ્ન પૂછવાનો છે, માહિતી મેળવવાની છે અથવા તમારા ગ્લાસીસને હેન્ડ્સ-ફ્રી કંટ્રોલ કરી શકો છો. કલેકશનમાં તમારા ખિસ્સામાં સમાઈ જાય તેવા ચાર્જિંગ કેસ સાથે પ્રિસ્ક્રિપ્શન, સન, પોલરાઈઝ્ડ અને ટ્રાન્ઝિશન લેન્સીસ સહિત ક્લાસિક રે-બન ફ્રેમ્સ ઓફર કરે છે. વિઝિબલ કેપ્ચર એલઈડી ઈન્ડિકેટર કેમેરા સક્રિય હોય ત્યારે લાઈટિંગ અપ દ્વારા પારદર્શકતાની ખાતરી રાખે છે, જેથી ગોપનીયતા અને સ્ટાઈલ આગળ અને કેન્દ્રમાં રહે છે.
તાજેતરમાં નવા અનુભવો રે-બન મેટા ગ્લાસીસ માટે જાહેર કરાયા હતા, જે તેમને ભારતમાં યુઝર્સ માટે વધુ સ્માર્ટ, વધુ પર્સનલ અને વધુ મોજીલું બનાવે છે. તમે મેટા એઆઈ સાથે હિંદીમાં બોલી શકો છું. અમે દીપિકા પદુકોણનો સેલિબ્રિટી એઆઈ વોઈસ પણ રજૂ કર્યો ચે, જે પરિચિત અને સહભાગી વ્યક્તિત્વ તમારા ઈન્ટરએક્શન્સમાં લાવે છે. તહેવારની સીઝન ટાણે નવું ‘‘રિસ્ટાઈલ’’ ફીચર તમને લાઈટ્સ, કલર્સ અને સેલિબ્રેટરી થીમ્સ સાથે તમારા ફોટો પરિવર્તિત કરવા માટે ‘‘હે મેટા, રિસ્ટાઈલ ધિસ’’ કહેવાની અનુકૂળતા આપે છે. અને ટૂંક સમયમાં જ મેટા યુપીઆઈ લાઈટ પેમેન્ટ્સનું પરીક્ષણ પણ શરૂ કરશે, જેથી તમે ક્યુઆર કોડ પાસે જોઈને ‘‘હે મેટા, સ્કેન એન્ડ પે’’ કહેતાં જ રૂ. 1000 નીચેની લેણદેણ આસાનીથી અને સંરક્ષિત રીતે ઝડપથી પૂર્ણ થશે, જે સર્વ તમારા ગ્લાસીસ થકી કરી શકશો.
