Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

તમારી દૈનિક રાઇડથી લઈને મનપસંદ સફર સુધી – રેપિડો બન્યું મોબિલિટી સ્પેસમાં ભારતનું સૌથી સસ્તું વન-સ્ટોપ ટ્રાવેલ ઍપ

તમારી સફર માટે એપ – હવે ફ્લાઇટ, બસ, હોટેલ અને ટ્રેન બુકિંગ પણ રેપિડો પર, ભારતનું પ્રથમ સસ્તું વન-સ્ટોપ ટ્રાવેલ પ્લેટફોર્મ

  • રેપિડોએ ગોઆઈબિબો, રેડબસ અને કન્ફર્મટિકેટ સાથે મળીને ભારતનું પ્રથમ વન-સ્ટોપ ટ્રાવેલ સોલ્યુશન લોન્ચ કર્યું
  • હવે ફ્લાઇટ, હોટેલ, બસ અને ટ્રેન ટિકિટનું બુકિંગ એક જ એપ પર ઉપલબ્ધ
  • ઉદ્દેશ: દેશભરના મુસાફરોને અનુકૂળ, સસ્તો અને સરળ પ્રવાસ અનુભવ પૂરો પાડવો

બેંગલુરુ | ૧૫મી ઓક્ટોબર ૨૦૨૫: ભારતના અગ્રણી રાઇડશેરિંગ પ્લેટફોર્મ અને દેશના સૌથી યુવા યુનિકોર્ન્સમાંના એક રેપિડો એ આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કંપનીએ ફ્લાઇટ અને હોટેલ બુકિંગ સેવાઓ માટે અગ્રણી ટ્રાવેલ પ્લેટફોર્મ ગોઆઇબિબો , ઇન્ટરસિટી બસ બુકિંગ માટે વિશ્વના સૌથી મોટા ઓનલાઈન બસ ટિકિટિંગ પ્લેટફોર્મ રેડબસ , અને ટ્રેન બુકિંગ સેવાઓ માટે ભારતના અધિકૃત બી2સી ઓનલાઈન ટ્રેન ટિકિટિંગ અને ટ્રાવેલ યુટિલિટી પ્લેટફોર્મ કન્ફર્મટિકેટ સાથે ભાગીદારી કરી છે.

આ વ્યૂહાત્મક સહયોગ હેઠળ, હવે વપરાશકર્તાઓ રેપિડો ઍપમાં જ ફ્લાઇટ, હોટેલ, બસ અને ટ્રેન બુકિંગ જેવી તમામ મુસાફરી સેવાઓનો લાભ લઈ શકશે. આ પગલું રેપિડો ને ભારતનું પ્રથમ સર્વગ્રાહી વન-સ્ટોપ ટ્રાવેલ સોલ્યુશન બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થાય છે, જે મુસાફરોને સંકલિત, સરળ અને સસ્તો મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે.

ગ્રાહકો માટે વિશેષ લાભો

  • બધી સફરો માટે એક એપ્લિકેશન: રોજિંદા ઓફિસ આવવા-જવાનું હોય, એરપોર્ટ ટ્રિપ હોય, ટ્રેનનો પ્રવાસ હોય કે વીકએન્ડગેટવે – રેપિડો દરેક યાત્રાને સરળ, સુગમ અને પોસાય તેવી બનાવે છે.
  • એમએમટીપાર્ટનરશિપનાફાયદા: ગોઆઇબીબો (Goibibo) પર ફ્લાઇટ બુકિંગ પર ₹4,000 સુધીનું ડિસ્કાઉન્ટ, હોટેલ્સ પર 55% સુધીની છૂટ, અને રેડબસ (redBus) પર બસ બુકિંગ પર 20% (₹300 સુધી)ની છૂટનો લાભ.
  • કન્ફર્મટિકેટ  (ConfirmTkt – ઇક્સિગોગ્રુપનો એક ભાગ): ટ્રેન સર્વિસ ચાર્જ પર 100% સુધીની છૂટ, જેનાથી રેલ યાત્રાઓ પણ પહેલાં કરતાં વધુ સસ્તી  બનશે.
  • સૌથી વ્યાપક વિકલ્પો : ભારતમાં સૌથી મોટી બસ અને હોટેલ સુવિધાઓની સાથે-સાથે, ભરોસાપાત્ર પાર્ટનર્સ દ્વારા ફ્લાઇટ અને ટ્રેન બુકિંગની સુવિધા – બધું એક જ એપ્લિકેશનમાં.
  • સરળ અને ઝડપી બુકિંગ અનુભવ: રેપિડોએપમાં સીધું બુકિંગ કરો – ઝડપી, સરળ અને ભરોસાપાત્ર પ્રક્રિયા સાથે, કોઈપણ વધારાની માથાકૂટ વગર.
  • ઇન્ડિયા-રેડીસોલ્યુશન: રેપિડો હાલમાં 400થી વધુ શહેરોમાં સક્રિય છે અને 1,000+ શહેરો સુધી વિસ્તરણ કરવાની યોજના પર કામ કરી

રેપિડો હવે ભારતની પહેલી “વન-સ્ટોપ” ટ્રાવેલ એપ્લિકેશન બની ગઈ છે, જે રોજિંદી સવારીઓ અને લાંબા અંતરની મુસાફરી – બંનેને એક જ પ્લેટફોર્મ પર જોડે છે. આ એપની મદદથી યુઝર્સ હવે માત્ર થોડા જ ક્લિક્સમાં તેમની આખી મુસાફરીનું આયોજન કરી શકે છે અને તેને સરળતાથી મેનેજ કરી શકે છે – પછી ભલે તે એરપોર્ટ જવાની ઝડપી રાઈડ હોય કે પરિવાર સાથે આગામી વેકેશનની તૈયારી.

“રેપિડોના સહ-સ્થાપક અરવિંદ સંકાએ કહ્યું, “રેપિડો હંમેશા મુસાફરીને સરળ, સુલભ અને પોસાય તેવી બનાવવા માટે પ્રતિબદ્ધ રહ્યું છે. આ લૉન્ચ સાથે, અમે અમારા આ વચનને રોજિંદી સવારીઓથી આગળ વધારીને લાંબા અંતરની યાત્રાઓ સુધી લઈ જઈ રહ્યા છીએ. અમને સૌથી વધુ ઉત્સાહ આ વાતનો છે કે હવે અમે ભારતના ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં પણ લોકો માટે મુસાફરીને વધુ સરળ, ભરોસાપાત્ર અને પોસાય તેવી બનાવી રહ્યા છીએ.

પહેલા પગલાથી લઈને અંતિમ પગલા સુધી, રેપિડો દરેક ભારતીય માટે એક સાચો વન-સ્ટોપ ટ્રાવેલ પાર્ટનર બનીને ઉભરી રહ્યું છે. અમે અમારા તમામ ભાગીદારોના સહકાર અને અમારા વિઝનને સશક્ત બનાવવામાં તેમના યોગદાન બદલ આભારી છીએ. ”

મેકમાયટ્રિપ (MakeMyTrip)ના સહ-સ્થાપક અને ગ્રુપ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રાજેશ માગોએ જણાવ્યું હતું કે, “અમે રેપિડો સાથેની આ ભાગીદારીને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ. આ સહયોગ ભારતના ટિયર-2 અને ટિયર-3 શહેરોના વધુ પ્રવાસીઓને ફ્લાઇટ, હોટેલ અને બસ બુકિંગ જેવી ડિજિટલ ટ્રાવેલ સેવાઓ સુધી સરળ પહોંચ પ્રદાન કરશે. આનાથી દેશભરમાં ડિજિટલ ટ્રાવેલ અપનાવવાની ગતિ વધુ ઝડપી બનશે.”

કન્ફર્મટિકેટ અને ઇક્સિગો ટ્રેન્સના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) દિનેશ કુમાર કોઠાએ જણાવ્યું હતું કે, “કન્ફર્મટિકેટ હંમેશા ભારતીય પ્રવાસીઓ માટે ટ્રેન મુસાફરીને સરળ અને સુલભ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રેપિડો સાથેની આ ભાગીદારી હવે લાખો નવા વપરાશકર્તાઓ સુધી અમારા આ વિઝનનો વિસ્તાર કરશે, જેનાથી તેઓ તેમની ટ્રેન યાત્રાઓ વધુ સરળતા અને વિશ્વાસ સાથે પ્લાન કરી શકશે અને બુક કરાવી શકશે.”

રેપિડો એપમાં ટ્રેન બુકિંગનો સમાવેશ કરીને, અમે દેશભરના પ્રવાસીઓ માટે સગવડ અને પોષણક્ષમતા – બંનેને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ.”

હવે રેપિડો એપમાં યુઝર્સને હોમ સ્ક્રીન પર એક નવો “ટ્રાવેલ” સેક્શન મળશે. અહીં ફ્લાઇટ, હોટેલ, બસ અથવા ટ્રેનમાંથી કોઈ પણ વિકલ્પ પસંદ કરતાં જ, યુઝર્સ રેપિડોના પાર્ટનર્સ દ્વારા તૈયાર કરાયેલા સુરક્ષિત અને સરળ બુકિંગ ઇન્ટરફેસ પર પહોંચી જશે.

50 મિલિયનથી વધુ માસિક સક્રિય વપરાશકર્તાઓ સાથે, રેપિડો ભારતમાં લાસ્ટ-માઇલ કનેક્ટિવિટીને સશક્ત બનાવી રહ્યું છે અને કરોડો લોકો માટે રોજિંદા પ્રવાસને વધુ સરળ, સસ્તો અને ભરોસાપાત્ર બનાવી રહ્યું છે.

ભારતનું કુલ ટ્રાવેલ માર્કેટ નાણાકીય વર્ષ 2026 સુધીમાં ₹5,80,000 કરોડ ($72 બિલિયન) સુધી પહોંચવાનો અંદાજ છે, જે વાર્ષિક ધોરણે આશરે 14%ના દરે વધી રહ્યું છે. હાલમાં, કુલ પ્રવાસનો 40% કરતાં પણ ઓછો હિસ્સો ઓનલાઈન છે – એટલે કે ડિજિટલ ટ્રાવેલ સેક્ટરમાં હજી પણ અપાર સંભાવનાઓ રહેલી છે.

પોતાની મજબૂત જમીની હાજરી સાથે, રેપિડો આગામી 10 કરોડ નવા ડિજિટલ પ્રવાસીઓને તેની એપ્લિકેશન સાથે જોડવા માટે તૈયાર છે, જ્યાં રોજિંદી સવારી અને લાંબા અંતરની બુકિંગ – બંને એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

Related posts

ડ્યુરેબલમાં છુપાયેલ ઇન્ગ્રેડિયન્ટ : રોજિંદા ડિવાઇસમાં તાંબુ

truthofbharat

રિચ પ્રેઝન્ટ્સ હોસ્પિટાલિટી હોરાઇઝન એવોર્ડ્સ 2025 – બેકિંગ અને કન્ફેક્શનરીમાં શ્રેષ્ઠનું સન્માન

truthofbharat

વડોદરાના હિરવ શાહ કેવી રીતે બન્યા ગ્લોબલ બિઝનેસ સ્ટ્રેટેજિસ્ટ આઈકન—સંઘર્ષ, ત્યાગ અને કુટુંબ મૂલ્યોથી ઘડાયેલી જીવનયાત્રા

truthofbharat