Truth of Bharat
ઉદ્યોગસાહસિકગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રંગ સૂતા GI મહોત્સવ: GI ઉત્પાદનોના માધ્યમથી ભારતના વારસાને પ્રોત્સાહન

અમદાવાદ ૨૧ માર્ચ ૨૦૨૫: ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ફેસિલિટેશન સેન્ટર(IPFC), એક રણનીતિક પહેલ જે  સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર હેઠળ છે અને જેને એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, અમદાવાદ દ્વારા અમલમાં મુકવામાં આવી રહી છે, આ પહેલ MSME ને તેમના ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી (IP) ક્ષમતાઓને વધારીને સશક્ત બનાવવાનો હેતુ ધરાવે છે.

આજની જ્ઞાન-આધારિત અર્થવ્યવસ્થામાં, MSME ને ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઈટ્સ દ્વારા તેમના ઈનોવેેશનની રક્ષા કરવામાં મર્યાદિત જાગૃતતા, તકનીકી વિશેષતા અને નાણાકીય અવરોધો જેવા પડકારોનો સામનો કરવો પડે છે. IPFC ની સ્થાપના IP ફાઇલિંગ, ઇનોવેશનને પ્રોત્સાહન આપવું અને MSME માં દૃઢ વિકાસ માટે વન-સ્ટોપ સોલ્યુશન પ્રદાન કરીને આ કમીઓને દૂર કરે છે.

IPFCની પ્રવૃત્તિઓ:

  • MSME માટે IP-સંબંધિત પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે એક સમર્પિત IP સુવિધા કેન્દ્ર સ્થાપિત કરવું.
  • સંપૂર્ણ IP ટેકો અને પ્રવૃત્તિઓ માટે IP એટોર્ની અને IP એજન્સીઓ સાથે સહયોગ કરવો.
  • ઘરેલુ પેટેન્ટ, વિદેશી પેટેન્ટ, ટ્રેડમાર્ક, ડિઝાઇન અને જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન (GI) માટે ડ્રાફ્ટ તૈયાર કરવું, ફાઈલિંગ અને મુદદ્દતની પ્રક્રિયા માટે સહાય પ્રદાન કરવી.
  • IP ફાઈલિંગ અને મુદદ્દતની પ્રક્રિયા માટે MSMEને આર્થિક સહાય પ્રદાન કરવી.

જીઓગ્રાફિકલ ઈન્ડિકેશનનું સમર્થન કરવાના પોતાના મિશન અનુસાર, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) બિઝનેસ વુમેન કમિટી સાથે ઉદ્યોગ સહયોગથી, ‘રંગ સૂતા’ GI ઉત્પાદનોના માધ્યમથી ભારતના વારસાને પ્રોત્સાહન આપતા, જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન (GI) મહોત્સવનું આયોજન 21-23 માર્ચ, 2025 ના રોજ સિંધુ ભવન હોલમાં કર્યું છે. આ પ્રદર્શનીમાં રાષ્ટ્રભરમાંથી 50 થી વધુ GI-ટેગ ધરાવતા ક્રાફ્ટસને પ્રદર્શિત કરીને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો ઉત્સવ મનાવે છે. કારીગરો વિવિધ ક્રાફ્ટસને પ્રદર્શિત કરશે જેમાં ફુલકારી, જોધપુર બંધેજ ક્રાફ્ટ, સોજત મેહેંદી, પાટણનો પટોળો, માતા ની પછેડી, ગુજરાત સુફ કઢાઈ, કચ્છ રોકન શિલ્પ અને ઘણા અન્ય ક્રાફ્ટસનો સમાવેશ થાય છે.

21 માર્ચે બિઝનેસ-ટૂ-બિઝનેસ (B2B) મીટનું પણ આયોજન કરવામાં આવ્યું, જે હોલસેલ વેચાણ અને નવા ગ્રાહકો અને બજારો સુધી પહોંચનો અવસર પ્રદાન કરે છે. આ પહેલનો હેતુ જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન (GI) ઉત્પાદનોની પહોંચનો વિસ્તરણ કરવો અને કારીગરોના વિકાસને સમર્થન આપવાનો છે. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ શામેલ કરવમાં આવ્યા છે, જેમાં 21 માર્ચે કચ્છી લોક સંગીતનું લાઇવ પ્રદર્શન અને 22 માર્ચે કઠપુતળી શો શામેલ છે. આ મહોત્સવ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને પ્રચાર માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે કાર્ય કરશે.

Related posts

જિંદાલ વર્લ્ડવાઈડ લિ. મજબૂત Financial Result વચ્ચે 4:1 બોનસ શેર ઇશ્યૂની જાહેરાત કરી

truthofbharat

બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે ‘રંગ બરસે’: ડે ઓફ કલર, જોય એન્ડ યુનિટી

truthofbharat

એચપીસીએલ અને ટાટા મોટર્સે કોમર્શિયલ વાહન પરફોર્મન્સ વધારવા માટે જેન્યુઇન ડીઇએફ લોન્ચ કર્યું

truthofbharat

Leave a Comment