Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રામરાજ કોટનના મૃથુ ટોવેલ્સની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અભિનેત્રી મીનાક્ષી ચૌધરી પ્રચાર કરશે

મૃથુ ટોવેલ્સ બાંબૂનું મુલાયમપણું અને કોટનની શુદ્ધતાને એકત્ર લાવીને કમ્ફર્ટ, એલીગન્સ અને રોજબરોજની લક્ઝરીનું પ્રીમિયમ સંમિશ્રણ પ્રદાન કરે છે



નેશનલ ૨૫ એપ્રિલ ૨૦૨૫: પારંપરિક અને એથનિક વેર માટે ભારતની પ્રીમિયર બ્રાન્ડ રામરાજ કોટને તેની નવી રજૂ કરાયેલી પ્રીમિયમ ટોવેલ રેન્જ મૃથુ ટોવેલ્સ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અભિનેત્રી મીનાક્ષી ચૌધરીને પોતાની સાથે જોડી હોવાની ઘોષણા કરવામાં આવી છે. પ્રીમિયમ હોમ ટેક્સટાઈલ સેગમેન્ટમાં પ્રવેશ કરતાં મૃથુ ટોવેલ્સ કલેકશન લક્ઝરી, કમ્ફર્ટ અને પર્યાવરણ સતર્ક ડિઝાઈન સંમિશ્રિત કરતાં ચાર વિચારપૂર્વક સાકાર કરવામાં આવેલી શ્રેણીઓમાં સૌથી ઉત્કૃષ્ટ 100 ટકા કોટન અને બાંબૂના રેસામાંથી સાકાર કરવામાં આવ્યા છે. આ વ્યૂહાત્મક જોડાણ રામરાજ કોટનની વધતી ઓળખ અને આજના ઈચ્છનીય ગ્રાહકો સાથે સુમેળ સાધતી લાઈફસ્ટાઈલ પ્રોડક્ટો ઓફર કરવાની કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે. બ્રાન્ડનો પ્રથમ મહિલા ચહેરો તરીકે મીનાક્ષી ચૌધરી મનોહર અને સમકાલીન ખૂબી લાવે છે, જે આ લીગસી બ્રાન્ડ માટે તાજગીપૂર્ણ નવા અધ્યાયનું પ્રતીક છે. આ ઘોષણા રામરાજ કોટનના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી બી. આર. અરુણ ઈશ્વર દ્વારા કરવામાં આવી હતી. મીનાક્ષી ચૌધરીને ચમકાવતી 360 ડિગ્રી કેમ્પેઈન ટૂંક સમયમાં જ ટેલિવિઝન, ડિજિટલ, પ્રિંટ અને રિટેઈલ મંચો પર રજૂ કરાશે, જે બ્રાન્ડનાં ગુણવત્તા, આરામ અને સાંસ્કૃતિક ગૌરવનાં સમકાલીન મૂલ્યો આલેખિત કરે છે.

મૃથુ ટોવેલ્સના કલેકશનમાં આધુનિક જીવનશૈલીને અનુકૂળ ચાર વિચારપૂર્વક તૈયાર કરાયેલી શ્રેણીનો સમાવેશ થાય છે, જેમાં સિગ્નેચર કલેકશન ઈટાલિયન અને જર્મન એસ્થેટિક્સ દ્વારા પ્રેરિત હોઈ 32 પ્રીમિયમ કોટન વીવ પેટર્ન્સ દર્શાવે છે, જે ઉચ્ચ શોષકતા, રંગની જાળવણી અને સંકોચન નહીં થવાનું વચન આપે છે. બાંબૂ ટોવેલ્સ 100 ટકા બાંબૂ પલ્પમાંથી તૈયાર કરાયા છે, જે બહેતર પાણીની શોષકતા અને ઝડપથી સુકાઈ જવાની વિશિષ્ટતા સાથે રેશમી- મુલાયમ સ્પર્શ પ્રદાન કરે છે, જે પર્યાવરણ સતર્ક પરિવારો માટે આદર્શ છે. ધ પ્લશ ટેરી ટોવેલ્સ રેન્જ કોટન અને બાંબૂના સંમિશ્રણને જોડીને બાથ, હેન્ડ, લંચ, ફેસ અને જુનિયર ટોવેલ્સ સહિત ટોવેલના પ્રકારમાં ઉપલબ્ધ છે. શ્રેણીને પૂર્ણ કરતાં સ્ટ્રાઈપ્ડ અને ચેક્ડ ટોવેલ્સ કલર ફાસ્ટનેસ, મુલાયમપણું અને ઉત્તમ ગુણવત્તા સાથે રોજિંદી નિર્ભરક્ષમતા પ્રદાન કરે છે.

રામરાજ કોટનના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી અરુણ ઈશ્વરે જણાવ્યું હતું કે, “મૃથુ ટોવેલ્સનું લોન્ચ અમારા ગ્રાહકોને ઉત્તમ ગુણવત્તા, નાવીન્યપૂર્ણ ડિઝાઈન અને સક્ષમ વિકલ્પો પ્રદાન કરવા માટે રામરાજ કોટનની મજબૂત સમર્પિતતાનો દાખલો છે. લક્ઝુરિયસ કમ્ફર્ટ જોઈતું હોય, પર્યાવરણ સતર્ક સામગ્રી કે વ્યવહારુ કાર્યશીલતા જોઈતી હોય મૃથુ ટોવેલ્સ કલેકશન દરેક માટે કશુંક ધરાવે છે. આ રજૂઆત ભારતીય ઘરોમાં અસમાંતર મનોહરતા અને ઉત્કૃષ્ટતા લાવવાના રામરાજ કોટનના વારસા પર ભાર આપે છે.”

બ્રાન્ડ સાથે સહયોગ વિશે બોલતાં મીનાક્ષી ચૌધરી કહે છે, “મને રામરાજ કોટન દ્વારા મૃથુ ટોવેલ્સ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી તે બદલ બહુ સન્માનજનક લાગે છે, જે બ્રાન્ડે સતત ભારતની સમૃદ્ધ પરંપરા અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખ્યો છે. આ જોડાણ મારાં મૂલ્યો સાથે સુમેળ સાધે છે, કારણ કે તે ગુણવત્તા, વિશ્વસનીયતા અને સક્ષમ વ્યવહારો પ્રત્યે કટિબદ્ધતા આલેખિત કરે છે. હું ઉત્તમ પ્રોડક્ટો પ્રદાન કરવા સાથે ભારતીય કળાકારીગરી અને નાવીન્યતાની ખૂબીઓની ઉજવણી કરતી બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરવા માટે ભારે ઉત્સુક છું.’’

ઉત્કૃષ્ટ કળાકારીગરી અને અત્યાધુનિક ટેક્સટાઈલ ટેકનોલોજીનો દાખલો રામરાજ કોટને સમકાલીન ડિઝાઈન એસ્થેટિક્સ સાથે સમયની કસોટીમાં પાર ઊતરેલી ટેક્નિકોને આસાનથી સંમિશ્રિત કરીને લક્ઝરી હોમ ટેક્સટાઈલ્સમાં નવું ધોરણ સ્થાપિત કર્યું છે.

Related posts

મોરારિબાપુ દ્વારા આદિવાસી વિસ્તારમાં શાળા દીઠ એક લાખ રૂપિયા આપવાની જાહેરાત

truthofbharat

‘કેસરી વીર: લેજેન્ડ્સ ઓફ સોમનાથ’ ના પોસ્ટરમાં સુનીલ શેટ્ટી નિર્ભય યોદ્ધા વેગડા જી તરીકે અણનમ દેખાય છે.

truthofbharat

ફિલ્મ ‘કેસરી વીર’ ને મળી નવી રિલીઝ ડેટ, 16 મે ના રોજ રિલીઝ થશે ફિલ્મ

truthofbharat

Leave a Comment