સાંભળ્યા પછી એ પણ ભૂલી જાઓ કે શું સાંભળ્યું અને કોણ બોલ્યું છે.
આંખો આપણને મા તરફથી,અવાજ બાપ તરફથી અને હૃદય ગુરુ તરફથી મળતું હોય છે.
શબ્દ પણ બંધન છે.
શબ્દ બ્રહ્મ છે,અશબ્દ પરબ્રહ્મ છે પણ અપશબ્દ માયા છે.
શબ્દ દૂધ છે,ઘી નથી એટલે બગડી જવામાં વાર નથી લાગતી.
સાધક માર્ગમાં પ્રયાસ જરૂર કરો,પણ અધ્યાત્મ માર્ગમાં પ્રસાદનીપ્રતિક્ષા કરો.
સંત એ કથાની શોભા છે એવું કહેતા બરસાનાધામથીચોથા દિવસની કથાનો આરંભ કરીને બાપુએ કહ્યું કે કથા,સંત અને ઈશ્વર તરફ શ્રદ્ધા વિશે મારા દાદા વિષ્ણુ દેવાનંદગિરિજી કહેતા કે:શ્રદ્ધા ઉપાય નહીં ઉપલબ્ધિ છે.શ્રદ્ધા ઉપલબ્ધ થઈ જાય તો જ્ઞાનની પ્રાપ્તિ એ જ ક્ષણે થઈ જાય છે એવું ગીતાજીમાંલખેછે.ગીતાજી કહે છે શ્રદ્ધાવાન લભતેજ્ઞાનમ…એટલે પુરુષ શ્રદ્ધામય હોય તો ધર્મ પોતાની રીતે જ રોમ-રોમમાં આસન લગાવી દે છે.
દાદાએ વેદાંતનો આશ્રય લીધેલો જ્યારે હું માનસનીચોપાઈઓનો આશ્રય લઈ રહ્યો છું.શ્રદ્ધા વગર ધર્મ નથી,લાખ કંઈક કરો!
માન સરોવરની યાત્રા કરવી હોય તો શ્રદ્ધારુપીસંબંલ-ભાથું હોવું જોઈએ.સૂત્રની પૂજા ન કરો એનું સેવન કરો.તમને જે કંઈ મળ્યું છે તો એ જરૂર વહેંચો પણ ક્યારેય કોઈ ઉપર દબાણ કે બળાત્ વિચારો ન થોપો,આ ધર્મ પ્રચાર છે.હું તો ત્યાં સુધી કહું છું કે સાંભળ્યા પછી એ પણ ભૂલી જાઓ કે શું સાંભળ્યું અને કોણ બોલ્યું છે.
શબ્દ પણ બંધન છે.શબ્દ દૂધ છે,ઘી નથી એટલે બગડી જવામાં વાર નથી લાગતી.ઘી તો રામ-રામ, રાધે-રાધે,વિઠ્ઠલ-વિઠ્ઠલ એટલે કે હરિનું નામ શાશ્વત છે.
ઉમા કહઉં મેં અનુભવ અપના;
સત હરિ ભજન જગત સબ સપના.
કાગભુશુંડી અને મહાદેવના વચન સમાંતર જઈ રહ્યા છે કારણ કે બાપનો અવાજ પુત્રમાં આવે છે એમ ગુરુનો અવાજ આશ્રિતમાં આવે છે.
આંખો આપણને મા તરફથી,અવાજ બાપ તરફથી અને હૃદય ગુરુ તરફથી મળતું હોય છે.
નિર્વિચાર અવસ્થામાં જે વિચાર પ્રગટ થાય છે એ વિચાર માટે પ્રકૃતિ પ્રયત્ન કરે છે.વ્યાખ્યા બધી જ પરાઈ અને અનુભવ સદૈવ પોતાનો હોય છે.
ઓશોએદ્રષ્ટાંતઆપેલું:એક સૂફી વાર્તા છે.એક ખૂબ ધનવાન માણસ પાસે ખૂબ વધારે જમીન હતી અને એક વખત સાફસુફી કરવા માટે થોડાક સો જેટલા મજૂરોરાખ્યા.કામ શરૂ થયું,બપોર થવા આવી.તો બપોર બાદ ફરી વધારે પચાસ જેટલા મજૂરોને બોલાવ્યા અને કામ પૂરું થવા ઉપર હતું સાવ છેલ્લે વીસ લોકોને ફરી વધારાના બોલાવ્યા અને કામ પૂરું થયા પછી બધાને આ ધનવાન માણસ પૈસા દેવા માંડ્યો.સવારે આવેલા,બપોરે આવેલા અને સાવ છેલ્લે આવેલા બધાને એક સમાન વેતન પૈસા આપ્યા.ત્યારે સવારે આવેલા મજૂરોએકીધું વિરોધ કર્યો કે અમે તો સવારના આવ્યા છીએ.ધનવાનમાણસેકીધું કે તમારી મજૂરી તો હું પૂરેપૂરી આપું છું તો પણ અસમાનતા છે.ત્યારે ધનવાન જવાબ આપે છે કે સવારે આવ્યા એને એના પ્રયાસનું ફળ મળે છે અને પછીથી આવ્યા એ પ્રસાદનું ફળ છે.
સાધક માર્ગમાં પ્રયાસ જરૂર કરો,પણ અધ્યાત્મ માર્ગમાં પ્રસાદનીપ્રતિક્ષાકરો.સ્મરણ થતાં જ આંખ ભીની થઈ જાય તો સમજવું કે કોઈનો પ્રસાદ ઉતરી રહ્યો છે.
શબ્દ બ્રહ્મ છે,અશબ્દ પરબ્રહ્મ છે પણ અપશબ્દ માયા છે.જ્યાંસંવાદની જગ્યાએ વિવાદ,વિખવાદ, દુર્વાદ,અપવાદ આવે એ માયા છે.માયા એક માત્ર હરિથી ડરે છે એટલે કંઈ પણ બોલતા પહેલા હરિનામનો ઉચ્ચારણ કરવાથી અપશબ્દ નહીં નીકળે શબ્દ દૂધ છે,હરિનામ ઘી છે.શ્રદ્ધા ઉપલબ્ધ થઈ જાય તો વિશ્વાસ કામરૂપીઘોડા ઉપર સજીધજીને સ્વયં હિમાચલ પાસે આવશે.શ્રદ્ધા અને વિશ્વાસનામિલનથીભરોસા રૂપી સંતાન પ્રગટ થશે.
મહર્ષિ રમણ લક્ષ્મી નામની ગાય પાળતા.તેણે સૂત્ર આપેલું હુ એમ આઈ? અને એનો જવાબ દક્ષિણમાંથી શંકરાચાર્ય તરફથી મળે છે:શિવોહમશિવોહમ…ગાયોની સેવામાં જોડાઈ જવું એ ઋણાનુંબંધન છે.
ગોપી તો છે જ પણ ગોપનું પણ એક સ્થાન છે. બધી જ ગોપીઓ કૃષ્ણ વીરહ વ્યથા વ્યક્ત કરે છે રડે છે પણ ગોપ શું કરે! વ્રજનું દરેક વૃક્ષ ગોપ છે.દિલ્હીના એક કવિ અંશુમાનેગોપોની વ્યથા વ્યક્ત કરતી કવિતાઓ પણ લખી છે.
ગાયનાંગોબરમાંલક્ષ્મીનો નિવાસ છે.બે આંખમાંથી એક આંખ સમતા અને બીજી મમતા છે.માત્ર મમતા સંતુલન રાખી શકતીનથી.ગાય ગુરુ પણ છે સમતાની છાયામાં મમતા હોવી જોઈએ.
એ પછી ચીમનલાલબાવાશ્રીના સુપુત્ર પંકજ બાવાશ્રીએ આચાર્ય પદે રહીને આજે વ્યાખ્યાન આપ્યું અને રામકથાને વિરામ આપવામાં આવ્યો.
