Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પ્રેમભૂમિ બરસાનાથી થયો ભીનો વિરામ;૯૬૫મી કથા ૪ ઓક્ટોબરથી આદિ કવિ નરસિંહ મહેતાની રાસભૂમિ ગોપનાથથી ગવાશે.

રામ નથી એ ભવન,વન બની જાય છે.

રામચરિત માનસ એ લવલેશથી પુર્ણેશ સુધીની યાત્રા છે.

“હું રામકથા નહીં પણ જાણે કે ગુરુગાથા ગાઇ રહ્યો છું,રામકથાઇષ્ટ,પરમપ્રિય માધ્યમ છે.”

ખજાનો અંદર છે પણ એની ચાવીનો ઝૂડો આપણા ગુરુ પાસે,મા પાસે છે.

બુદ્ધપુરુષ અને આચાર્યોને મોક્ષ,મુક્તિ કે સ્વર્ગ નહીં પણ આશ્રિતનાં દિલ સુધી પહોંચવું હોય છે.

 

બીજ પંક્તિઓ:

જેહિ જેહિ દેસ ધેનુ દ્વીજ પાવઇહિ;

નગર ગાંઉ પુર આગ લગાવહિં

-બાલકાંડ દોહા-૧૮૩

ધેનુ રુપ ધરિ હ્રદય બિચારિ;

ગઇ તંહાં જહં સુરમુનિ જારી

-બાલકાંડ દોહા-૧૮૪

આ બીજ પંક્તિઓ સાથે નવમા દિવસે બાપુએ નિમિતમાત્ર મનોરથી હરેશ નટવરલાલ સંઘવી(વીણા ડેવલપર્સ) પરિવાર તેમજ પદ્મશ્રીથી સન્માનિત પરમ વિરાગી રમેશ બાબાજી-જેનાં દ્વારા ૬૫૦૦૦થી વધારે ગાયોનું પાલન પોષણ થાય છે એ બદલ બાપુએ આયોજનથી માંડી બધા માટે ખૂબ જ પ્રસન્નતા,સાધુવાદ સાથે લખીને જણાવ્યું કે: બાબાજીનો ગૌસંકલ્પ અને હનુમાનજી રુદ્રનાં રૂપમાં સંરક્ષણથી,પુણ્ય પ્રેમપ્રસાદથી આ કથાનું પ્રમાણ અને પરિણામ આપણને મળ્યું છે.

અગાઉ બાબાજીએ ૧૯૭૫માં કરેલી શ્રીમદ ભાગવત કથાને પુસ્તક રૂપે લખાઇ એ પછી એનું મરાઠીમાં રૂપાંતર પટવર્ધન સાહેબે કર્યું તેનું આજે વ્યાસપીઠ દ્વારા બ્રહ્માર્પણ કરવામાં આવ્યું.

બાબાજી આ કથાથી ખુબ ખુશ હતા અને એક જ શબ્દ આપ્યો-એક્સેલન્ટ!

આ કથા દ્વારા આજ સુધીમાં ૧૬ કરોડ રૂપિયા જેવી રાશિ ગૌશાળા માટે એકછી કરવામાં આવી છે.

શ્રી રાધેજૂંના ચરણોમાં તેમજ વ્રજ મંડળની રસમય ચેતનાઓને પ્રણામ કરીને સંક્ષિપ્ત કથા કરતા પહેલા ગઈકાલે સાંજે કુસુમ સરોવરમાં મનોરથી પરિવાર દ્વારા ૫૬ ભોગના દિવ્ય દર્શન,શ્રી વલ્લભ કુળનાં આચાર્યશ્રીઓની વિશેષ ઉપસ્થિત વગેરેની વાત કરીને બાપુએ ગૌસૂક્તનો મંત્ર કહ્યો:

પ્રજાવતી: સૂયવસે રુશન્તી:શુધ્ધા

અપ: સુપ્રપાણે પિબન્તી:

મા વ સ્તેન ઇશત માઘશંસ:

પરિ વો રુદ્રસ્ય હેતિવૃર્ણક્તુ

વેદમાં ઋષિ કહે છે કે હે ગાય માતા! તમે અમારા આંગણામાં ખૂબ જ વાછડીઓને જન્મ આપો, ગૌવંશની વૃદ્ધિ કરો.અમે ખૂબ સારો ચારો અને શુદ્ધ જળ તમને આપીશું.ઋષી રુદ્રને પ્રાર્થના કરે છે કે આપના જીવનમાં કોઈ વિક્ષેપ ન કરે,કોઈ આપની કતલ ન કરે અને આપની રક્ષા કરે.

કૌશલ્યા આદિ માતાઓને ગૌ તરીકે અને રામ,લખન જાનકીને વાછડાઓ તરીકે સંબોધન કરવામાં આવ્યું છે.

રામ નથી એ ભવન વન બની જાય છે.તમારા ઘરમાં ખાનદાન દીકરી,વહુ બનીને આવે ત્યારે એનો ઉછેર એક વત્સનો ઉછેર કરીએ છીએ એવું સમજવું.

આપણે ગાયોને પ્લાસ્ટિક,કાગળ અને કચરો નહીં ખવડાવીએ એવી વાત પણ કરી.

બાપુએ કહ્યું કે હું ગુરુમુખી બોલું છું ને એ ગ્રંથમાંથી નીકળે છે!જેનું પ્રમાણ પણ આપ્યું.ગુરુનું મુખ એ ગાયનું મુખ,વેદનું મુખ છે એવું અનેક અનુભવથી હું આપને કહી રહ્યો છું.હું રામકથા નહીં પણ જાણે કે ગુરુગાથા ગાઇ રહ્યો છું.રામકથા ઇષ્ટ,પરમપ્રિય મારું માધ્યમ છે.

જેમ-જેમ ગુરુનિષ્ઠ બનો એમ-એમ શોધ્યા વગર એક-એક વસ્તુ આપણી અંદરથી નીકળતી હોય છે. વૈરાગ્ય બહારથી આવે એવી અપેક્ષા ન રાખો. વૈરાગ્ય બહારથી આવે તો આપણે કેટલા બધા શબ બાળ્યા છે! આપણા પરિવારજનો અને અનેક લોકોને આપણે દુઃખી કર્યા છે,સળગાવ્યા છે એવું લાગે છે.

ઓશોએ એક સરસ મજાની કથા કહેલી કે યુનાનનો એક સાધુ અલ્લડ હતો.બધી જ રીતે સાધન સંપન્ન હતો.પણ ધીમે-ધીમે અંદર જોઈને એને લાગ્યું કે પ્રસિધ્ધિ મળવા છતાં મારામાં વૈરાગ્ય નથી આવતો અને એક દિવસ વૈરાગ્યનો અંકુર ફૂટ્યો.એ પોતાના નોકરને લઈ અને બધું છોડી વનમાં ચાલ્યો ગયો.સેવા માટે નોકરની જરૂર હતી.પણ થયું એવું કે નોકર એક દિવસ ફકીરને છોડી અને ભાગી ગયો! ત્યારે બીજો અંકુર ફૂટ્યો કે નોકર મારા વગર જીવી શકે તો હું પણ નોકર વગર જીવી શકીશ.એક કાંસુ-પાત્ર એમાં ભિક્ષા લેવાની શરૂ કરી.એક વખત પાણી પીવા નદી કિનારે ગયો.એક કૂતરાને પાત્ર વગર પોતાની જીભથી પાણી પીતો જોઈ અને ફરી અંકુર ફૂટ્યું અને પાત્રને પણ ફગાવી દીધું.

ખજાનો અંદર છે પણ એની ચાવીનો ઝૂડો આપણા ગુરુ પાસે,મા પાસે છે.

બુદ્ધપુરુષ અને આચાર્યોને મોક્ષ,મુક્તિ કે સ્વર્ગ નહીં પણ આશ્રિતનાં દિલ સુધી પહોંચવું હોય છે.

બાકીની કથા અતિસંક્ષિપ્ત રૂપમાં કહેતા કહ્યું કે શિવનું નામ એ અન્યાશ્રય નથી કારણ કે કૃષ્ણ કહે છે કે રુદ્રમાં શિવ હું છું,શસ્ત્રધારીઓમાં રામ હું છું. કૃષ્ણ માટે શિવ અને રામ અનન્ય છે.એટલે સર્વ ખલુ ઈદમ બ્રહ્મ એ અન્યાશ્રય નહીં પણ અનન્ય છે.

પુષ્પવાટિકા,ધનુષ્યભંગ,વિવાહ પ્રસંગનું ગાન કરીને રામ વનવાસ,દશરથનો પ્રાણત્યાગ વગેરે પ્રસંગો કહ્યા.

ચિત્રકૂટના પ્રસંગમાં જણાવ્યું કે ભરત જ્યારે રામને મળે છે ત્યારે રામના ખભા પરથી પટ,નિષંગ,ધનુષ્ય અને તીર પડી જાય છે.આ ચારેય વસ્તુ ખભા ઉપર રહેતી હોય છે.ભરત જેવો સાધુ ઈશ્વરના ખભાનો બોજ પણ હળવો કરી દેતો હોય છે.

સીતાહરણ પછી હનુમાનજીનું લંકાદહન,ભિષણ યુદ્ધને અંતે રાવણના નિર્વાણ બાદ રામ રાજ્યાભિષેકની કથા કરતી વખતે તુલસીજી લખે છે કે લવલેશ કૃપાથી પણ પૂર્ણ વિશ્રામ મળ્યો છે.એટલે કે લવલેશથી પુર્ણેશ સુધીની યાત્રા એ રામચરિત માનસ છે.

દશેરાની એડવાન્સમાં વધાઈ સાથે આ રામકથાનું

સુ-ફળ ગૌમાતાનાં ચરણોમાં અર્પણ કરવામાં આવ્યું.

હવે પછીની,ક્રમમાં ૯૬૫મી કથા,આદિ કવિ નરસિંહ મહેતાએ જ્યાં કૃષ્ણની રાસલીલા નિહાળી,જ્યાં પાંડવોનાં અજ્ઞાતવાસ દરમિયાન દરિયા કાંઠે શિવ મંદિર બનાવેલું-એ ભૂમિ પરથી ૪ ઓક્ટોબરથી ૧૨ ઓક્ટોબર દરમિયાન ગવાશે.

આ કથા ગુજરાતીમાં રહેશે અને તેનું જીવંત પ્રસારણ આસ્થા ટીવી ચેનલ તેમજ ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલનાં માધ્યમથી નિયમિત નિયત સમયે નિહાળી શકાશે.

 

Box

ગાય સોળ ગુણ સંપન્ન હોય છે.

ગાયના બે કાન શ્રવણ અને શરણાગતિ છે.ગાય જ્યારે વાછડાઓનો અવાજ સાંભળે છે ત્યારે તેના કાન ઉંચા થઈ જાય છે.

વિભિષણે રામ વિશે સાંભળ્યું અને પછી શરણાગત થયો છે.

ગૌમાતાનું પૂંછ એ પુણ્ય પૂંછ અથવા તો પ્રેમ પૂંછ છે. એ ગાયની મર્યાદાને ઢાંકે છે.ગાયના ચાર ચરણ એ ચારધામ-જગન્નાથ,દ્વારિકા,રામેશ્વર અને બદરી કેદાર છે.જ્યાં ગાય ઊભી રહે છે ત્યાં ચારેધામ ઉભા થાય છે.ગાયના આંચળ ધર્મ,અર્થ,કામ અને મોક્ષ છે. આફ્રિકા જેવા દેશોમાં ગાય અર્થ પ્રધાન છે.આપણી કામનાઓ પૂરી કરે છે.એટલું જ નહીં પણ ગાય આપણને બધી જ કામનાઓથી મુક્ત કરે છે.

આ રીતે બે આંખ,જીભ,બે શિંગડાઓ,બે કાન,પૂંછડી ચાર ચરણ અને ચાર આંચળ મળીને ગાય ૧૬ ગુણ સંપન્ન છે.

Related posts

એચસીજી આસ્થા કેન્સર સેન્ટર દ્વારા કેન્સર રિકવરીમાં ન્યુટ્રિશન અને ફિટનેસની ભૂમિકાને પ્રકાશિત કરવા માટે ‘ધ હીલિંગ પ્લેટ’નું આયોજન કરવામાં આવ્યું

truthofbharat

ગુજરાતના અર્થતંત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રેનીવ ડેવલપર્સના સીઈઓ અને એમડીને હુરુન ઈન્ડિયા સન્માન મળ્યું

truthofbharat

Nothing એ ભારતમાં ફોન (3a) Lite ₹19,999 માં બ્લુ વેરિઅન્ટ સાથે લોન્ચ કર્યો, જે 5 ડિસેમ્બરથી ઉપલબ્ધ છે.

truthofbharat