Truth of Bharat
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

પૂર્વા મંત્રી ભારતીય ઉત્સવોની “ગ્લોબલ ફિમેલ વૉઇસ” તરીકે ઉભરી આવી

પૂર્વા મંત્રી નવરાત્રી ઉત્સવ દરમિયાન અમદાવાદમાં એક પ્રખ્યાત ગરબા કાર્યક્રમમાં મુખ્ય ભૂમિકા ભજવશે, જે ભારતના ઉત્સવ અને ભક્તિ સંગીતમાં અગ્રણી “ફિમેલ વૉઇસ” તરીકેની તેમની સ્થિતિને વધુ મજબૂત બનાવશે

મુંબઈ | ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫: દેશ-દુનિયામાં જાણીતી ફોક-પોપ કલાકાર પૂર્વા મંત્રી ભારતની ઉત્સવ પરંપરાઓને ઝડપથી વૈશ્વિક સ્તરે લઈ જતી સૌથી અગ્રણી “ગ્લોબલ ફિમેલ વૉઇસ” તરીકે ઉભરી રહી છે. તેમણે પોતાના પર્ફોર્મન્સથી લાખો પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે. USAમાં તેના ચાલી રહેલા દાંડિયા પૂર્વાસ્ટિક ટુર સાથે, પૂર્વાએ શિકાગો, એટલાન્ટિક સિટી, સિએટલ, લોસ એન્જલસ, વર્જિનિયા અને હ્યુસ્ટનમાં ગરબા, હનુમાન ચાલીસા, વિઠ્ઠલા મંત્રોચ્ચાર અને ભગવાન મહાદેવના આહ્વાનની ધ્વનિ ફેલાવી છે. આની સાથે જ, તેણીએ પોતાને ભારતના તહેવારો અને પરંપરાઓની સાંસ્કૃતિક રાજદૂત તરીકે સ્થાપિત કરી છે.

જ્યાં ટોચના સ્થાન પર મહિલાઓનું પ્રતિનિધિત્વ મર્યાદિત છે, તેવા ક્ષેત્રમાં પૂર્વાનો ઉદય, તે ખરેખર એક મહત્વપૂર્ણ બાબત છે. તે વર્ષો જૂની ભક્તિ અને લોક પરંપરાઓને પુનર્જીવિત કરીને તેને વિદેશમાં યુવા પ્રેક્ષકો સાથે જોડીને તેમને નવું રૂપ આપી રહી છે. તેમના પ્રદર્શનથી કાર્યક્રમ સ્થળો ખીચોખીચ ભરાઈ જાય છે, જ્યાં પરિવારો, વિદ્યાર્થીઓ અને ભારતીય પ્રવાસીઓનો લોકો ભારતના તહેવારોની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં ભેગા થાય છે.

અમેરિકાના પ્રવાસ વિશે પૂર્વાએ કહ્યું હતું કે, “દરેક જગ્યાએ દાંડિયા પૂર્વાસ્ટિક ટુરને મળેલા અદ્ભુત પ્રતિસાદથી હું ખરેખર ખુબજ રોમાંચિત છું. દુનિયાની વિવિધ સંસ્કૃતિઓના પ્રેક્ષકો સમક્ષ ગરબાની ધૂન રજૂ કરવી અને પરંપરાગત અને ભક્તિમય ભારતીય સંગીતની સુંદરતાનું પ્રદર્શન કરવું એ સન્માનની વાત છે. સંગીત ક્ષેત્રે એક મહિલા તરીકે, હું એક બાબતની ખાતરી કરવાની જવાબદારી અનુભવું છું કે, આપણી પરંપરાઓને આજની પેઢી સાથે જોડીને તેની નવી રીતે ઉજવણી કરવામાં આવે.”

પ્રવાસ દરમિયાન, પૂર્વાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રચિત પ્રખ્યાત ગરબો, “આવતી કળાય માડી…” પણ રજૂ કર્યો હતો. વડાપ્રધાને તેમના કાર્યને જોયા અને ભારતના સાંસ્કૃતિક સારને સરહદો પાર લઈ જવાની તેમની ક્ષમતાને જાણીને પછી તેમનું ચયન કર્યું હતું.

અમેરિકાના પ્રવાસ બાદ, પૂર્વા મંત્રી નવરાત્રી ઉત્સવ દરમિયાન અમદાવાદ અને સુરતમાં એક પ્રખ્યાત ગરબા કાર્યક્રમમાં મુખ્ય ભૂમિકા ભજવશે. જે વાસ્તવમાં ભારતના ઉત્સવ અને ભક્તિ સંગીતમાં અગ્રણી “ફિમેલ વૉઇસ” તરીકેની તેમની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.

Related posts

ધરતીનાં છેડા આર્જેન્ટિના થીંમંડાઇ અનંત રામની કથા

truthofbharat

ઈન્ડિયન ઓઈલ યુટીટી6: રીથ રિશ્યા, અનિર્બાન ઘોષના પ્રદર્શનથી પીબીજી પુણે જગુઆર્સે કમબેક કરતા યુ મુમ્બા ટીટી 9-6 સામે જીત મેળવી

truthofbharat

કોસ્ટા કોફી કારમેલ નટક્રેકર રેન્જના લોન્ચ સાથે ભારતમાં રજાઓની ભાવના લાવી

truthofbharat