આમ આ એક બાહ્ય યાત્રા લાગે છે, પરંતુ તે એક સંપૂર્ણ આધ્યાત્મિક, આંતરિક યાત્રા છે: પૂજ્ય મોરારી બાપુ
ચિત્રકૂટ | 26મી ઑક્ટોબર 2025: જાણીતા કથાકાર પૂજ્ય મોરારીબાપુ તેમની બીજી ઐતિહાસિક રામયાત્રા પર જઈ રહ્યા છે આ પવિત્ર યાત્રા રામભક્તો માટે આધ્યાત્મિક તીર્થયાત્રા બનવા જઈ રહી છે. આ યાત્રા ચિત્રકૂટથી શરૂ થઈને શ્રીલંકા સુધી પહોંચીને અયોધ્યામાં સમાપ્ત થશે, જેના અનુસંધાનમાં આજે 25 તારીખે પૂજ્ય બાપુએ ચિત્રકૂટથી મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, આ યાત્રામાં ત્રણ બાબતો કરવાની છે સાંભળવું, યાદ રાખવું અને સત્ય, પ્રેમ અને કરુણાનો આશ્રય લેવો. પૂજ્ય બાપુએ વધુમાં કહ્યું કે, આપણે અંતર યાત્રા માટે નીકળ્યા છીએ જેમાં, તમામ મોટા લોકોનો આપણને સાથ મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ બાપુની બીજી ઐતિહાસિક રામ યાત્રા છે – 2021માં તેમની પહેલી યાત્રા અયોધ્યાથી ચિત્રકૂટ અને નંદીગ્રામ સુધીની હતી. અને હાલની યાત્રામાં, પૂજ્ય બાપુ ભગવાન શ્રી રામના વનવાસ અને પાછા ફરવાના પવિત્ર માર્ગ પર પાછા ફરશે જેમાં, ચિત્રકૂટથી રામેશ્વરમ, કોલંબો અને અંતે અયોધ્યા સુધીની છે. યાત્રા વિશે વાત કરીએ તો આ માત્ર એક યાત્રા નથી, પરંતુ સનાતન ધર્મના મહિમા, ભારતની એકતા અને રામરાજ્યના અમર સંદેશની ઉજવણી છે.
આ યાત્રા 25 ઓક્ટોબરે ચિત્રકૂટના અત્રી મુનિ આશ્રમથી શરૂ થશે અને 4 નવેમ્બરે અયોધ્યામાં સમાપ્ત થશે. આ યાત્રા દરમિયાન 11 દિવસમાં મોરારીબાપુ અને તેમની સાથેના 411 ભક્તો લગભગ 8,000 કિલોમીટરની મુસાફરી કરશે, અને નવ પવિત્ર સ્થળોએ રામ કથાનું પઠન કરવામાં આવશે. આ યાત્રા માટે ૨૨ કોચની ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે, અને રામેશ્વરમથી કોલંબો અને ત્યારબાદ અયોધ્યા સુધીની યાત્રા હવાઈ માર્ગે પણ કરવામાં આવી છે. આ યાત્રા સત્ય, પ્રેમ અને કરુણાની યાત્રા છે દરેક વ્યક્તિ તેમાં જોડાઈ શકે છે, અને ગમે ત્યાં કથા સાંભળી શકે છે. આ યાત્રામાં બધી વ્યવસ્થા – મુસાફરી, રહેવાની વ્યવસ્થા અને ભોજન – સેવા અને પ્રસાદના રૂપમાં કરવામાં આવે છે.
આ રામ યાત્રાનું આયોજન શ્રી મદન જીપાલીવાલ (સંતકૃપા સનાતન સંસ્થાન) દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમની ભક્તિ અને સેવાની ભાવનાએ આ ભવ્ય કાર્યક્રમ શક્ય બનાવ્યો છે. આ સામૂહિક આધ્યાત્મિક પ્રયાસમાં યોગદાન આપનારા તમામ ભક્તો, સહયોગીઓ અને સંગઠનોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
