રાષ્ટ્રીય | ૨ જુલાઈ ૨૦૨૫: ભારતની અગ્રણી જીવન વીમા કંપનીઓમાંથી એક પીએનબી મેટલાઈફ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડે (પીએનબી મેટલાઈફ) નાણાંકીય વર્ષ 2025 માટે 99.57%ના ક્લૅઈમ સેટલમેન્ટ રેશિયોની જાહેરાત કરી છે, જે પૉલિસીધારકો તથા તેમના પરિવારોને આધાર આપવાના સાતત્યસભર કેન્દ્રિત ધ્યાનનું પ્રતિબિંબ ઝીલે છે. કંપનીના ગ્રુપ ક્લૅઈમ સેટલમેન્ટ રેશિયોમાં નાણાંકીય વર્ષ 2025 માટે વધારો થયો છે, ગયા વર્ષના 99.53%થી સુધરી ને આ આંકડો 99.72% સુધી પહોંચ્યો છે.
નાણાંકીય વર્ષ 2025માં, પીએનબી મેટલાઈફે રૂ. 431.35 કરોડની રકમના 5,615 રિટેઈલ ક્લૅઈમ્સ તથા કુલ રૂ. 510.77 કરોડના 8,419 ગ્રુપ ક્લૅઈમ્સ પ્રોસેસ કર્યા છે. આમાંના 99.99% ક્લૅઈમ્સ તમામ જરૂરી દસ્તાવેજો મળ્યાના 30 દિવસની અંદર સેટલ કરાયા હતા, તો 95% ક્લૅઈમ્સ એક અઠવાડિયાની અંદર તથા 33% તો એક જ દિવસમાં સેટલ કરાયા હતા.
પીએનબી મેટલાઈફના ચિફ ઑપરેશન્સ ઑફિસર, મહેન્દ્ર મુણોતે જણાવ્યું હતું કે, “પીએનબી મેટલાઈફ ખાતે, ક્લૅઈમ્સ માત્ર સોદા કે વ્યવહારો નથી, પણ અમારા ગ્રાહકો સાથે અમારા સંબંધોને પરિભાષિત કરનારી ક્ષણો પણ છે. તેમને અમારી સૌથી વધુ જરૂર હોય છે ત્યારે તેમને આધાર આપતાં અમે ભારે ગર્વની લાગણી અનુભવીએ છે તથા અમારો 99.57%નો ક્લૅઈમ્સ સેટલમેન્ટ રેશિયો અમારી આ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ ઝીલે છે. સુધારિત ડિજિટલ પ્રક્રિયાઓના આધાર સાથે, અમે વધુ ઝડપી, વધુ અતૂટ અને સહાનુભૂતિપૂર્ણ અનુભવ પૂરો પાડી શકવા સક્ષમ બન્યા છીએ. ઝડપ, સહાનુભૂતિ અને સાતત્ય સાથે અમારા ગ્રાહકો સાથે ખભેખભા મીલાવી ઊભા રહેવા સાથે ‘મિલકર લાઈફ બઢાએં’ના અમારા વચનને અમે સાકાર કરી રહ્યા છીએ.”
કંપનીના ક્લૅઈમ સેટલમેન્ટ કામગીરી તમામ વય જૂથોમાં તથા પ્રોડક્ટ શ્રેણીઓમાં સાતત્યસભર રહી છે. 25 વર્ષની અંદરની વયના ગ્રાહકોને 100% ક્લૅઈમ સેટલમેન્ટ રેશિયોનો લાભ મળ્યો છે, તો અન્ય તમામ વય જૂથોમાં 99%થી વધુનો રેશિયો જળવાઈ રહ્યો છે. નૉન-પાર, પાર, પ્રોટેક્શન, તથા યુલિપ પ્રોડક્ટ્સમાં પણ 99%થી ઉપરનો સેટલમેન્ટ રેશિયો જળવાઈ રહ્યો છે, રિટાયરમેન્ટ અને ઍન્યુઈટી પ્રોડક્ટ્સ પણ પરફૅક્ટ 100%નો સેટલમેન્ટ રેશિયો ધરાવે છે.
*નિયમો અને શરતો લાગુ. વધુ માહિતી માટે, કૃપા કરી પીએનબી મેટલાઈફની વેબસાઈટની મુલાકાત લો.
