ગુજરાત, અમદાવાદ | ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૫: કેન્દ્રીય રમત ગમત અને યુવા બાબતોના મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત ધ ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (PEFI) દ્વારા હાલમાં ગુજરાતના 25 જીલ્લામાં નેશનલ સ્પોર્ટ્સ-ડે પર વિવિધ પ્રકારની ફિટનેસ અને સ્પોર્ટ્સ એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 16 હજાર સ્પર્ધકો સામેલ થયા હતા.
આ પહેલ PEFIનાં ગુજરાત યુનિટ દ્વારા 90 જેટલી એક્ટિવિટીઝ દ્વારા કરવામાં આવી હતી. આ એક્ટિવિટીઝ ને રમતોમાં યોગા, એરોબિક્સ, કબડ્ડી, ઝુમ્બા, ફિઝિકલ ફિટનેસ ચેલેન્જ, ટગ ઓફ વોર અને રાઈફલ શૂટિંગ સહિતનાનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમોમાં વિવિધ સ્પોર્ટ્સ ક્લબ, એસોસિએશન, સ્કૂલ, 6 યુનિવર્સિટી, યોગા સેન્ટર્સ અને 200થી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. 90થી વધુ સંસ્થાનોએ રાજ્યમાંથી આ ઈવેન્ટમાં રસ દાખવ્યો હતો. આ માટે તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરતા સર્ટિફિકેટ એનાયત કરાયા હતા.
આ પહેલ દ્વારા 16 હજાર લોકોને જોડવામાં આવ્યા હતા. જ્યારે PEFI ગુજરાત આગામી સિઝનમાં 1 લાખ સ્પર્ધકોને સાથે જોડવાનો લક્ષ્યાંક ધરાવે છે. ગુજરાતમાં જ 90 જેટલી એક્ટિવિટીઝનું આયોજન કરાયું હતું, જ્યારે PEFI નેશનલ દ્વારા 1 હજાર સ્થળોએ એક્ટિવિટીઝનું આયોજન કરાયું હતું.
આ મુદ્દે વાત કરતા PEFI ગુજરાત ચેપ્ટરના વડા ડૉ. અર્જુનસિંહ રાણાએ કહ્યું,‘PEFI થકી અમે ફિટનેસ અને શારીરિક શિક્ષણ અંગે જાગૃક્તા સમગ્ર દેશમાં ફેલાવવા માગીએ છીએ. અમારું વિઝન દરેક જીલ્લામાં રમત-ગમત અને શારીરિક સુખાકારીને પ્રાથમિકતા આપવાનો છે. જેથી સ્વસ્થ, મજબૂત અને વધુ સ્થિતિસ્થાપક ભારત બનાવવામાં મદદ મળશે.’
જ્યારે આ મુદ્દે PEFI ગુજરાત ચેપ્ટરના જનરલ સેક્રેટરી આકાશ ગોહિલે કહ્યું કે,‘PEFI એ ગુજરાતના યુવાઓને જોડતા મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મને તૈયાર કર્યું છું. જેથી તેમની તમામ ઊર્જાને ફિટનેસ અને સ્પોર્ટ્સમાં આગળ વધારી શકાય. અમારું મિશન મોટી સંખ્યામાં સ્પર્ધકોના ભાગ લેવા અને ભાવિ પેઢીના રમત-ગમતના ટેલેન્ટને પ્રેરિત કરવાનો છે.’
ધ ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા એ ભારતની સૌથી પ્રતિષ્ઠિત રમત-ગમત સંસ્થાનોમાંથી એક છે. જેમાં જાણીતા શિક્ષણ તજજ્ઞો, શારીરિક શિક્ષણનાં નિષ્ણાંત અને સ્પોર્ટ્સ પ્રોફેશનલ્સ સામેલ છે. PEFI શારીરિક શિક્ષણના ઉત્થાન તરફ કામ કરવા ઉપરાંત યુવાનો માટે સારા ભવિષ્યના ઘડતરમાં ફિટનેસ અને રમત-ગમતના મહત્વ અંગે નીતિ નિર્માતાઓ, સંસ્થાઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરતું રહે છે. આ સંસ્થાને હાલમાં જ રાષ્ટ્રપતિ ના હસ્તે રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન સંસ્થા તરીકે નો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે.
