Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

પીબીએલ 4.0 વ્યૂહ ઓક્શનએ બિઝનેસ સ્ટ્રેટેજી, ટીમવર્ક અને ઉત્સાહની ઉજવણી કરી

ગુજરાત, અમદાવાદ | ૩૦ જૂન ૨૦૨૫: બીએનઆઈ પ્રોમિથિયસ દ્વારા આયોજિત પીબીએલ 4.0 વ્યૂહ ઑક્શન સોમવારે સાંજે અમદાવાદની એક હોટલમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક યોજાઈ હતી. આ ઇવેન્ટની થીમ, “વ્યૂહ” – જેનો અર્થ વ્યૂહરચના અને સ્માર્ટ પ્લાનિંગ થાય છે – તે સ્પષ્ટપણે જોવા મળી, કારણ કે મેમ્બર્સ પ્રોમિથિયસ બિઝનેસ લીગ (PBL) ની ચોથી સીઝન માટે મજબૂત અને બેલેન્સ્ડ ટીમો બનાવવા માટે એકસાથે આવ્યા હતા.

LT-21 ના મેમ્બર્સ પ્રેસિડેન્ટ – સાઉન્ડસ્ફિયરના કુશલ ધામ, વાઇસ પ્રેસિડેન્ટ – વેબબેલ સોલ્યુશન્સના સૌરભ પંચાલ અને સેક્રેટરી – ક્રીડા તંત્રના ગજાનન પવાર સાથે મોટી સંખ્યામાં આ લાઈવ ઓક્શનમાં ભાગ લેવા એકઠા થયા હતા. ટીમ લીડર્સ એ ખેલાડીઓ માટે ખૂબ ઉત્સાહભેર બોલી લગાવી હતી, અને દરેક બોલીએ ચિયર્સ, એનર્જી અને હેલ્ધી કોમ્પિટિશન ની ભાવના જગાવી હતી. આ ઇવેન્ટ માત્ર ટીમો બનાવવાની નહોતી, પરંતુ ટીમવર્ક અને એકતાની ભાવનાને ઉજવવાની પણ હતી.

આ ઑક્શન ની ઈવનિંગ લાફ્ટર, બોન્ડિંગ અને પોઝિટિવ વાઇબ્સથી ભરપૂર હતી. મેમ્બર્સએ એકબીજાને સપોર્ટ આપ્યો, પ્રોસેસનો આનંદ માણ્યો, અને એવી યાદો બનાવી જે આખી સીઝન યાદ રહેશે. પીબીએલ ની અત્યાર સુધીની સૌથી રોમાંચક સીઝન શરૂ કરવા માટે આ એક આદર્શ શરૂઆત હતી.

બીએનઆઈ પ્રોમિથિયસ તેના સ્પોન્સર્સ વિનોદભાઈ પટેલ – ધ ગ્રીન ડેઝર્ટ રેસ્ટોરન્ટ અને પ્રકાશભાઈ પંચાલ – એચપી ફર્નિચર (બ્રાન્ડ Hylo Homes સાથે), તેમજ ડૉ. હેમલ શાહ – ઓશ્રીજી ડેન્ટલ ક્લિનિકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. આ ઇવેન્ટને વધુ ખાસ બનાવવા બદલ પલ્સા (ક્રિએટિવ પાર્ટનર), ટીવીએમ – ટાર્ગેટ વેલ્યુએબલ મીડિયા (પીઆર પાર્ટનર), અને એન્ડલેસ એન્ટરટેઈનમેન્ટ (એન્ટરટેઈનમેન્ટ પાર્ટનર) નો પણ વિશેષ આભાર.

ટીમો તૈયાર છે અને ઉત્સાહ ચરમસીમા પર છે, ત્યારે પીબીએલ 4.0 ગ્રોથ,ફન અને સક્સેસ થી ભરપૂર સિઝન આપવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. ઑક્શનએ સ્ટેજ સેટ કરી દીધો છે — હવે પરફોર્મ કરવાનો અને સાથે મળીને આ જર્નીનો આનંદ માણવાનો સમય છે.

Related posts

સેમસંગ દ્વારા ભારતમાં 30 વર્ષની ઉજવણી કરવા સાથે નવું ઈનોવેશન વિઝન રજૂ

truthofbharat

ડ્રોપઓન સ્ટાર્ટઅપ્સ – લોજિસ્ટિક્સ ઓપરેશન્સ માટે LEAPS 2024 એવોર્ડથી સન્માનિત

truthofbharat

દુબઈમાં આ ઉનાળામાં તમારા પરિવાર સાથે અજમાવવા જેવી 5 રોમાંચક નવી પ્રવૃત્તિઓ

truthofbharat