Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજીપોશીદેવી પ્રજાપતિ સેવા ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં મીઠાઈ વિતરણનો મેગા કાર્યક્રમ

» ૨૮ મેથી ૧ જુન સુધી અમદાવાદના વિવિધ શ્રમજીવી વિસ્તારોમાં મીઠાઈ ફૂડપેકેટવિતરણનો કાર્યક્રમ યોજાશે, ઉપરાંત બુધવારની સાંજે અનોપ સ્વામી મહારાજની ઝૂંપડી ઝુંડાલ ખાતે 1000 થી વધુ લોકોને મીઠું ભોજન કરાવવામાં આવ્યું.

ગુજરાત, અમદાવાદ 29 મે 2025: ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજીપોશીદેવી પ્રજાપતિ સેવા ટ્રસ્ટ દ્વારા ૨૮મેના રોજ અનુપમદાસજીની ઝૂંપડી ઝુંડાલ ખાતે મીઠાઈ વિતરણનો મેગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાન અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં રહેતા શ્રમજીવી વસાહત સુધી 28 મે થી 1લી જૂન સુધી ચાલશે અને તેમનું મોઢું મીઠું કરાવશે.. આ કાર્યક્રમ અંતર્ગત અખંડ પાઠ, ભજન સંધ્યા અને મીઠા ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું. જેમા મીઠાઈ, લાડુ અને દાલબાટી ના ભોજનનો 1,000 થી વધુ લોકોએ લાભ લીધો હતો અને સેનાની સફળતાને વધાવી લીધી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નોપાજીપોશીદેવી પ્રજાપતિ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ ભૂપેશએન.પ્રજાપતિ અને અમૃત પ્રજાપતિની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

નોપાજીપોશીદેવી પ્રજાપતિ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ ભૂપેશએન.પ્રજાપતિએ કહ્યું કે, આ કાર્યક્રમ અંતર્ગત અખંડ પાઠ, ભજન સંધ્યા અને ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું. ૨૮ મેથી ૧ જુન સુધી અમદાવાદના વિવિધ શ્રમજીવી વિસ્તારોમાં પણ મીઠાઈ અને ફૂડ પેકેટ વિતરણની મુહિમ યોજવામાં આવી છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, માં ભારતીની રક્ષા માટે આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીએ ઓપરેશન સિંદૂર થકી દુશ્મનોને સબક શીખવાડ્યો અને આપણા વીર બહાદુર સૈનિકોએ શૌર્ય, વીરતા અને સાહસ સમર્પણનો પરિચય આપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નોપાજીપોશીદેવી પ્રજાપતિ સેવા ટ્રસ્ટ દ્વારા ઘણા પ્રકારના સેવાકીય કામો કરવામાં આવે છે. જેમાં પશુ-પક્ષી સેવા, આરોગ્ય સેવા, શિક્ષણ સેવા, અનાથ સેવા, સમાજસેવા, ગાયની સેવા, રાષ્ટ્રીય સેવા અને પર્યાવરણીય સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Related posts

સેમસંગ ઈન્ડિયા દ્વારા ગેલેક્સી વોચ 8 સિરીઝ માટે પ્રી-ઓર્ડર્સ શરૂ કરાયા

truthofbharat

યસ બેંકે નાણાકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિક ગાળાનું શાનદાર સમાપન કર્યું; પુનર્ગઠનના 5 વર્ષ પૂરા થયા

truthofbharat

વેદાંત, પ્રશાંત, એકાંત, ભેદાંત, ભાવાંત-આ નર(રૂપી) સિંહનાં પંચાનન છે.

truthofbharat