Truth of Bharat
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા કેન્સર અવેરનેસને પ્રમોટ કરવા માટે ‘રેલી ઓફ હોપ’નું આયોજન કરવામાં આવ્યું.

અમદાવાદ ૨૬ જૂન ૨૦૨૫: કેન્સર અને રક્ત રોગના સારવાર માટે ગુજરાતની અગ્રણી સંસ્થાઓમાંની એક, ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા કેન્સરના દર્દીઓ અને સર્વાઈવર્સને ટેકો આપવા તેમજ કેન્સરની સારવાર અંગે જાગૃતિ લાવવા માટે ‘રેલી ઓફ હોપ’ શીર્ષક હેઠળ એક ઉત્સાહપૂર્ણ મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું.

‘રેલી ઓફ હોપ’માં ગુજરાત બાઇકર્સ કમ્યુનિટીના 50થી વધુ બાઇકર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રેલીને ઓન્કોવિન કેન્સર સેન્ટરની ટીમ અને ફીવર એફએમના જાણીતા રેડિયો પર્સનાલિટી આર.જે. દેવાંગ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. નરોડાથી શરૂ થઈને નિકોલ ખાતે સમાપ્ત થયેલી આ ઇવેન્ટમાં તબીબી વ્યાવસાયિકો, કેન્સર વોરિયર્સ અને સામાન્ય જનતા એકસાથે આવ્યા હતા, જે સૌ આશા અને જાગૃતિ ફેલાવવાના સમાન ઉદ્દેશ્ય સાથે એક થયા હતા. સહભાગીઓએ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને હાનિકારક વ્યસનો છોડવા પર પણ ભાર મૂક્યો હતો.

ઓન્કોવિન કેન્સર સેન્ટરના સહ-સ્થાપક અને મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડો. ઇતેશ ખટવાણીએ જણાવ્યું હતું કે, “ઓન્કોવિન ખાતે અમારો ધ્યેય ફક્ત રોગોની સારવાર કરવાનો નથી, પરંતુ પ્રેરણા અને સમર્થન આપવાનો પણ છે. ‘રેલી ઓફ હોપ’ દ્વારા, અમે કેન્સર વિશે જાગૃતિ લાવવા અને કેન્સરની સારવારમાં થઈ રહેલી પ્રગતિ વિશે સંદેશ આપવાનો ઉદ્દેશ્ય રાખ્યો હતો.”

ઓન્કોવિન કેન્સર સેન્ટર એ કેન્સર અને હેમેટોલોજીકલ રોગોના સંચાલન માટે તેના વ્યાપક અને દર્દી-કેન્દ્રિત અભિગમ માટે જાણીતું છે. આ સેન્ટરની સેવાઓમાં કેમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી, પેડિયાટ્રિક હેમેટોલોજી અને ઓન્કોલોજી, ઇન્ટ્રાથેકલ કેમોથેરાપી, બોન મેરો પ્રક્રિયાઓ અને પેલીએટીવ કેર નો સમાવેશ થાય છે.

Related posts

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને એકતરફી અંદાજમાં 8-4થી હરાવી પ્રથમવાર ચેમ્પિયન બની

truthofbharat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ આધ્યાત્મિક વર્ષાયોગ 2025 મા સહભાગી થયા

truthofbharat

એમેઝોન પે અને ICICI બેંકે ભાગીદારીને રિન્યુ કરી, ભારતના સૌથી વધુ સ્વીકૃત કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડને વિસ્તાર્યું

truthofbharat