Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

નુવોકો વિસ્તાસે પૂર્વમાં વિસ્તરણ યોજના જાહેર કરી

  • નાણાકીય વર્ષ 2026-27ના અંત સુધી 35 એમએમટીપીએ સુધી પહોંચવા માટે આશરે 4 એમએમટીપીએ ગ્રાઈન્ડિંગ ક્ષમતાના વિસ્તરણ માટે રૂ. 200કરોડ કેપેક્સનું રોકાણ.
  • નવાં રોકાણો પ્રીમિયમાઈઝેશનથી પ્રેરિત પૂર્વમાં સંમિશ્રિત સિમેન્ટનો હિસ્સો વધારવામાં મદદ કરશે.

મુંબઈ | ૦૧લી સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની વિશ્વસનીય બિલ્ડિંગ મટીરિયલ્સ કંપની અને ક્ષમતાની દ્રષ્ટિએ પાંચની સૌથી વિશાળ સિમેન્ટ ખેલાડી નુવોકો વિસ્તાસ કોર્પ. લિ.એ તેની વેપાર વ્યૂહરચના સાથે રેખામાં વિસ્તરણ યોજના જાહેર કરી છે. કંપની તેની પહોંચ પહોંચ ડાઈવર્સિફાઈ કરવાની આકાંક્ષા સાથે સક્ષમ વૃદ્ધિ હાંસલ કરવા માટે ઘણા બધા પ્રોજેક્ટો પર કામ કરી રહી છે.

રૂ. 200  કરોડન રોકાણ સાથે પૂર્વમાં 4 એમએમટીપીએથી સિમેન્ટ ગ્રાઈન્ડિંગ ક્ષમતા વધારી રહી છે

કંપની જોજોબેરા, પાનાગઢ અને ઓડિશા સિમેન્ટ પ્લાન્ટ્સ ખાતે શ્રેણીબદ્ધ ડિબોટલનેકિંગ પ્રોજેક્ટ્સ દ્વારા પૂરક આરસમેટા સિમેન્ટ પ્લાન્ટ ખાતે નવી મિલ થકી સિમેન્ટ ગ્રાઈન્ડિંગ ક્ષમતા વધારીને પૂર્વમાં તેની હાજરી મજબૂત બનાવી રહી છે. નવી મિલ સહિત કંપની ઈક્વિપમેન્ટ અપગ્રેડ્સ, પ્રોસેસ સુધારણા અને આંતરિક ડીબોટલનેકિંગ પહેલો થકી નાણાકીય વર્ષ 2026-27ના ત્રીજા ત્રિમાસિકના અંત સુધી ગ્રાઈડિંગ ક્ષમતામાં ~4 એમએમટીપીએનો ઉમેરો કરવાની યોજના ધરાવે છે. મુખ્ય સમયરેખામાં નાણાકીય વર્ષ 2025-16ના ત્રીજા ત્રિમાસિક દરમિયાન 1X એમએમટીપીએની વધારાની ક્ષમતા, જે પછી નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ~2 એમએમટીપીએ અને નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન ~1 એમએમટીપીએની વધારાની ક્ષમતાનો સમાવેશ થાય છે. આ વિસ્તરણ સાથે નુવોકોની પૂર્વમાં સિમેન્ટ ક્ષમતા આગામી દોઢ વર્ષમાં 20%થી વધુ વધશે, જેને લઈ ~19 એમએમટીપીએથી ~23 એમએમટીપીએ સુધી વધારો થશે.

મોજૂદ પ્રોજેક્ટો પૂર્ણ થતાં સ્પર્ધાત્મક લાભનો ઉમેરો થશે

નુવોકો બજારની જરૂરતોની આગળ રહેવા અને તેના ગ્રાહકોને વધુ સારી રીતે સેવા આપવા માટે તેનાં ઉત્પાદન એકમો અપગ્રેડ કરવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કંપનીએ અનેક આંતરિક પ્રોજેક્ટો પૂર્ણ કર્યા છે, જે સોનાદિહ સિમેન્ટ પ્લાન્ટ ખાતે નવા કોલ અનલોડિંગ અને ક્લિંકર લોડિંગ વેગન સિસ્ટમ સહિત તેની સ્પર્ધાત્મકતા અને પ્રક્રિયાઓને વધુ બહેતર બનાવશે, જેનાથી રેક હેન્ડલિંગ સમય ~50% ઓછો થશે. ઉપરાંત ઓડિશા સિમેન્ટ પ્લાન્ટ રેલવે સાઈડિંગથી કાચા માલો અને સિમેન્ટનું નવી બજારો માટે રેલ પરિવહન આસાન બનશે, જેને લીધે ફ્રેઈટ ખર્ચ ઓછો થશે. એકત્રિત રીતે આ પહેલો સંચાલન ખર્ચ ઓછો કરવાની, પ્લાન્ટની ક્ષમતા ઉપયોગિતા સુધારવાની અને પૂર્વીય મધ્ય પ્રદેશ, પૂર્વીય ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાની બજારોને ઉત્તમ પહોંચ સાથે સ્પર્ધાત્મકતા અને સક્ષમતા પ્રદાન કરવાની નુવોકોની ક્ષમતા પર ભાર આપે છે.

આ યાદગાર અવસર પર બોલતાં નુવોકો વિસ્તાસ કોર્પ. લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જયાકુમાર કૃષ્ણસ્વામીએ જણાવ્યું હતું કે, “ભારતમાં સિમેન્ટની માગણી નાણાકીય વર્ષ 2025-26માં 7-8 ટકા સીએજીઆરે વધવાનો અંદાજ હોઈ અમે લાંબે ગાળે વૃદ્ધિની આ ગતિ માટે ઉત્તમ સ્થાનબદ્ધ છીએ. અમે હાલમાં જ વડરાજ સિમેન્ટ લિમિટેડ હસ્તગત કરી, જે સાથે અમારાં મોજૂદ એકમોને દ્રઢ બનાવવા આ વ્યૂહાત્મક રોકાણો પશ્ચિમ અને ઉત્તરની બજારોમાં ઉચ્ચ બજાર હિસ્સો પ્રાપ્ત કરવા સાથે પૂર્વમાં અમારું આગેવાન સ્થાન ચાલુ રાખવાના અમારા એકધાર્યા પ્રયાસનો ઉત્તમ દાખલો છે.’’ 

તેમણે ઉમેર્યું હતું કે,“નુવોકોમાં અમારો વૃદ્ધિનો પ્રવાસ સક્ષમતા પ્રત્યે અમારી કટિબદ્ધતા સાથે ઊંડાણથી સુમેળ સાધે છે. નિયોજનબદ્ધ ક્ષમતા બહેતરી સાથે અમે સંમિશ્રિત સિમેન્ટનો હિસ્સો વ્યૂહાત્મક વધારશે, જે વધુ સક્ષમ પસંદગીઓ સાથે અમારા ગ્રાહકોને સેવા આપવા માટે અમને મદદરૂપ થશે. અમારો ક્લિંકર- ટુ- સિમેન્ટ રેશિયો સુધારીને અમે નોંધનીય રીતે કાર્બનડાયોકસાઈડ ઉત્સર્જન ઓછું કરવાની ધારણા રાખી છે. આ પહેલ મજબૂત બજાર હાજરી સાથે સુરક્ષિત, વધુ સ્માર્ટ અને સક્ષમ દુનિયા નિર્માણ કરવાના અમારા ધ્યેય પર ભાર આપે છે.’’

Related posts

પૂજ્ય મોરારી બાપૂ બીજી ઐતિહાસિક “રામ યાત્રા” ઉપર જશે, પ્રભુ શ્રીરામના વનવાસ અને પરત ફરવા સુધીના મહત્વપૂર્ણ આધ્યાત્મિક સ્થળો ઉપર રામકથા યોજશે

truthofbharat

મેક્ડોનાલ્ડઝ ઇન્ડિયાએ XSIR-CFTRIના સહયોગમાં સૌપ્રથમ વખત ‘પ્રોટીન પ્લસ સ્લાઇસ’ લોન્ચ કરી

truthofbharat

આશિષ ઘાટનેકર, ચીફ પીપલ એન્ડ ઓપરેશન્સ, HDB ફાઇનાન્શિયલ સર્વિસીસ

truthofbharat