Truth of Bharat
ઇલેક્ટ્રોનિકગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Nothing Phone (3) અને Nothing Headphone (1)નું હવે ભારતમાં વેચાણ શરૂ

ભારત | ૧૫ જુલાઈ ૨૦૨૫: લંડન સ્થિત ટેક્નોલોજી કંપની Nothing દ્વારા આજે બપોરે 12 વાગ્યાથી શરૂ કરીને સમગ્ર ભારતભરમાં તેના પ્રથમ ટ્રૂ ફ્લેગશિપ સ્માર્ટ ફોન Nothing Phone (3) અને ઓવર-ઇયર ઑડિયો પ્રોડક્ટ Nothing Headphone (1) ખરીદી માટે ઉપલબ્ધ બનવાની જાહેરાત કરવામાં આવી છે. આ બન્ને પ્રોડક્ટ આકર્ષક ડિઝાઇન અને બોલ્ડ ઇનોવેશનની સાથે કન્ઝ્યુમર ટેકને નવી સ્તર ઉપર લઈ જવાના Nothingના વિઝનનું પ્રતિબિંબ પૂરું પાડે છે.

Nothing Phone (3)

Nothing Phone (3) પોતાની સાથે એક ક્રાંતિકારી ઇનોવેશન રજૂ કરે છે, જે સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીમાં નવા માપદંડો પ્રસ્થાપિત કરે છે. આ ડિવાઇસ રિચ લો-લાઇટ શોટ્સ માટે પોતાની શ્રેણીમાં અગ્રેસર 1/1.3″ મેઇન સેન્સર, લોસલેસ ઓપ્ટિકલ ઝૂમ અને ફૂલ ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન સાથે તમામ લેન્સ પર સિનેમેટિક 4K 60fps વીડિયો સહિત પ્રો-ગ્રેડ ત્રિપલ કૅમેરા સિસ્ટમથી સજ્જ છે. અલ્ટ્રા-નેરો બેઝેલ્સ ધરાવતી વાઇબ્રન્ટ 6.67″ AMOLED ડિસ્પ્લે અને પાવરફૂલ સ્નેપડ્રેગન® 8s Gen 4 ચિપસેટ પ્રિમિયમ મોડ્યુલર ડિઝાઇનથી સજ્જ બનાવવામાં આવી છે.

ઇનોવેટિવ ગ્લિફ મેટ્રિક્સ વપરાશકર્તાને એક નજરમાં મહત્ત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા અને ફ્લિપ ટુ રેકોર્ડથી લઈને Glyph Toys જેવા પ્લેફૂલ એક્સપિરિયન્સનો આનંદ માણવાની તક પૂરી પાડે છે. ફોન (3) નવેસરથી ડિઝાઇન કરેલા R-એંગલ શેપ સાથે નવો ટ્રાય-કોલમ લેઆઉટની વિશેષતા ધરાવે છે, જે અર્ગોનોમિક્સમાં વધારો કરે છે, જ્યારે ફ્રન્ટ ફિચર્સ યુનિફોર્મ 1.87 mm બેઝેલ્સ, ફોન (2) કરતાં 18% પાતળો છે, જે વધારે શાર્પ અને ઇમર્સિવ AMOLED સ્ક્રિનથી સજ્જ છે.

Nothing Headphone (1)

Nothing Headphone (1) ઓવર-ઇયર ઑડિયો કેટેગરીમાં નથિંગનો શાનદાર પ્રવેશ નોંધે છે. KEF સાથે સહયોગમાં વિકસાવેલો આ હેડફોન પ્રિસિઝન એન્જિનિયરિંગની સાથે સાથે એક્સપ્રેસિવ ડિઝાઇનનું સંયોજન ધરાવે છે. કસ્ટમ 40 mm ડાયનેમિક ડ્રાઇવરથી લઈને હેડ ટ્રેકિંગ ધરાવતો રિયલ-ટાઇમ સ્પેટિયલ ઑડિયો સુધી, તે વપરાશકર્તાઓને એક ઇમર્સિવ લિસનિંગ એક્સપિરિયન્સ ઉપલબ્ધ કરાવે છે. એલ્યુમિનિયમ અને PU મેમરી ફોમ સહિત પ્રિમિયમ મટિરિયલ્સનું અલગ જ સ્તરનું સંયોજન આખા દિવસ માટે તેના કમ્ફર્ટની ખાતરી કરે છે, જ્યારે ટેક્ટાઇલ કંટ્રોલ્સ – રોલર, પેડલ અને બટન વોલ્યુમ, મીડિયા અને ANC ઉપર સિમલેસ નિયંત્રણ ઉપલબ્ધ કરાવે છે.

રોજિંદા વપરાશ અને ઑડિયોફિલે-ગ્રેડ પરફોર્મન્સ માટે નિર્માણ કરાયેલો Nothing Headphone (1) Hi-Res ઑડિયો, LDAC, USB-C લોસલેસ પ્લેબેક અને 3.5 mm વાયર્ડ મોડને સપોર્ટ કરે છે. તે ANC સાથે 35 કલાકનું પ્લેબેક અને ઝડપથી 5 મિનિટના ચાર્જિંગમાં 2.4 કલાકના લિસનિંગની સુવિધાઓ ધરાવે છે. ડ્યુઅલ-ડિવાઇસ કનેક્ટિવિટી, AI પાવર્ડ કોલ ક્લેરિટી અને ચેનલ હોપ અને એડવાન્સ EQ જેવા ઇન એપ કસ્ટમાઇઝેશન વપરાશકર્તાઓને ઊચ્ચ સ્તરની સુગમતા અને વ્યક્તિગત અનુભવની ખાતરી પૂરી પાડે છે.

Nothing Phone (3)ની કિંમતોઃ

ફોન (3) બે કન્ફિગરેશન વેરિયન્ટ સાથે કાળા અને સફેદ કલરના વિકલ્પોમાં ઉપલબ્ધ છે.

  • 12 GB + 256 GB – રૂ.62,999ની શરૂ થતી કિંમતો [(HDFC, ICICI અને IDFC બેન્ક તરફથી) રૂ.5,000ના મૂલ્યની બેન્ક ઓફર + એક્સચેન્જ ઓફર* સહિત]
  • 16 GB + 512 GB – રૂ.72,999ની શરૂ થતી કિંમતો [(HDFC, ICICI અને IDFC બેન્ક તરફથી) રૂ.5,000ના મૂલ્યની બેન્ક ઓફર + એક્સચેન્જ ઓફર* સહિત]
  • 15 જુલાઈ પહેલા ડિવાઇસની ખરીદી કરી રહેલા તમામ ગ્રાહકો આ ઉપરાંત 1 વર્ષની વધારાની એક્સ્ટેન્ડેડ વૉરન્ટી મેળવશે
  • Nothing તમામ અગ્રણી બેન્ક પર 24 મહિના સુધી નો-કોસ્ટ EMI વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવે છે.

*પસંદગીના ડિવાઇસ ઉપર એક્સચેન્જ ઓફર્સ

ઉપલબ્ધતાઃ
● Nothing Phone (3) 15 જુલાઈ 2025થી ફ્લિપકાર્ટ, ફ્લિપકાર્ટ મિનિટ્સ, વિજય સેલ્સ, ક્રોમા ઉપર અને તમામ અગ્રણી રિટેલ્સ સ્ટોર્સ ઉપર ખરીદી માટે ઉપલબ્ધ છે.
Nothing Headphone (1):
કિંમતોઃ
● હેડફોન (1) બ્લેક અને વ્હાઇટ વેરિયન્ટમાં ભારતીય બજારોમાં રૂ.21,999ની કિંમતોએ ઉપલબ્ધ છે અને ગ્રાહકો માત્ર 15મી જુલાઈ, 2025ના રોજ ઉપલબ્ધ રૂ.19,999ની સ્પેશિયલ ઇન્ટ્રોડક્ટરી લોન્ચ કિંમતોએ તેની ખરીદી કરી શકે છે.
● નથિંગ ઑફલાઇન સ્ટોર્સ પરથી ખરીદી ઉપર તમામ અગ્રણી બેન્કોમાં 12 મહિનાના નો-કોસ્ટ EMI વિકલ્પો પણ ઉપલબ્ધ કરાવે છે.

ઉપલબ્ધતાઃ
Nothing Headphone (1)નું વેચાણ 15 જુલાઈ, 2025થી ફ્લિપકાર્ટ, ફ્લિપકાર્ટ મિનિટ્સ, મિન્ત્રા વિજય સેલ્સ, ક્રોમા ઉપર અને તમામ અગ્રણી રિટેલ્સ સ્ટોર્સ ઉપર શરૂ થશે.

સ્પેસિફિકેશન અને ફિચર્સની સંપૂર્ણ યાદી nothing.tech ઉપરથી મળી શકે છે. તમામ અદ્યતન માહિતીથી અવગત રહેવા માટે કૃપા કરીને Instagramઅને X ઉપર Nothing India ને ફોલો કરો.

Related posts

સેમસંગ ઈનોવેશન કેમ્પસ દ્વારા એનએસઆઈસી હૈદરાબાદ ખાતે AI અને કોડિંગમાં 450 યુવાનોને સર્ટિફાઈ કરાયા

truthofbharat

યહૂદી નરસંહારની પીડા-યાતનાઓની શાતા માટે કેટોવીસા-પોલેન્ડથી ૯૬૨મી રામકથાનો આરંભ થયો

truthofbharat

માનસિક આરોગ્ય અને નશો વિરોધી જાગૃતિ માટે વિદિત શર્માની યુથ એમ્બેસેડર તરીકે નિમણૂંક

truthofbharat