Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અયોધ્યા ત્યાગની, ચિત્રકૂટ ત્યાગ અને વિહાર વિરાગની ભૂમિ, લંકા ભોગભૂમિ છે.

બ્રહ્મનાઅંશને નાતે આપણે પણ સમ ઉપર આવવું જ પડશે,બેહોશી આપણને સમ પર આવવા દેતી નથી

સાધુની આંખો વિષયી નહીં પણ વિશ્વાસુ હોય

જેનામાં પળનો વિવેક આવી જાય એ શાશ્વતને જીતી લેતા હોય છે.

ભારતીય મહિલા ટીમ વર્લ્ડ કપ જીતી ગઈ એને વ્યાસપીઠ ઉપરથી ખૂબ ખૂબ અભિનંદન અપાયા.

આઠ-નવ દિવસની ટ્રેઇન સફર પછી રામેશ્વરમથી રામયાત્રા હવાઇ માર્ગે તેમજ દરિયાઇ માર્ગે શ્રીલંકાનાં કોલંબો પહોંચી.યાત્રીઓને નવોજ રોમાંચ આનંદ કરાવ્યો. પ્રભુ શ્રીરામ સેતુ બંધની સ્થાપના કરે છે ને અશોક વાટિકામાં સિતાજીને રાખેલા તેને લેવા રાવણ સાથેનાં સંઘર્ષની-લંકાકાંડની ભૂમિમાં પ્રવેશે છે આજે કથાનો આઠમો દિવસ, આવા ભવ્ય આયોજન બદલ મનોરથી પરિવાર તરફ અહેસાસ પણ ધન્યવાદ છે.ક્યારેક વધારે સુવિધા પણ લોકો પચાવી શકતા નથી.કેટલા મહિનાઓથી આ યાત્રાની તૈયારી અને કેટલા બધા લોકોનાં આ ખિસકોલી કર્મને બાપુએ ખૂબ જ વખાણ્યું.એક દિવસ બાકી છે એની પીડાની પણ વાત કરી અને કહ્યું કે આરંભ હોય એનું સમાપન પણ હોય છે.

આપણે ત્યાં એક ‘સમારોહ’ શબ્દ છે.ફરી ફરીને સમ ઉપર આરોહણ કરવું એને સમારોહ કહે છે.ગીતાનો શબ્દ સમ છે.બ્રહ્મ સમ છે.બ્રહ્મનાઅંશને નાતે આપણે પણ સમ ઉપર આવવું જ પડશે,બેહોશી આપણને સમ પર આવવા દેતી નથી.એક યાત્રા અયોધ્યાથી,એક યાત્રા ચિત્રકૂટથી અને આ ત્રીજી લંકાથી અયોધ્યા સુધીની થશે.

અયોધ્યાની ભૂમિ ત્યાગની ભૂમિ છે,અયોધ્યા ખૂબ સમૃદ્ધ છે અહીં કોઈએ પોતાનું રાજ,કોઈએ પ્રાણ, કોઈએ સન્માન,કોઈએ પત્ની,કોઈએ ભાઈ…બસ કંઈક ને કંઈક છોડ્યું છે.ચિત્રકૂટમાં ત્યાગ પણ છે અને ઐશ્વર્ય પણ છે,વનવાસ પણ છે અને વિહાર પણ છે.

સાધુની આંખો વિષયી નહીં પણ વિશ્વાસુ હોય છે.ભરતેચિત્રકૂટમાં પોતાની આંખોથીપ્રભુનેવલકલ વસ્ત્રમાં જોયા ત્યારે એવું લાગ્યું જાણે કામદેવ અને રતિ મુની વેશ ધારણ કરીને વિચરણ કરતા હોય! લંકા માત્ર ભોગભૂમિ છે,અહીં ત્યાગ નથી.અહીં સમર્પણ નહીં પણ અપહરણ છે.અત્યંત સમૃદ્ધ છે છતાં પણ રાવણને હજી પણ વધુ મળે એવી કામના છે.

સન્યાસી અગ્નિને સ્પર્શ નથી કરતા જ્યારે વિરક્ત અગ્નિની પૂજા કરે છે,ધુણોધખાવેછે.સંન્યાસીગેરુવા રંગના કપડાં પહેરે છે,જ્યારે વિરક્ત લગભગ શ્વેત વસ્ત્ર ધારણ કરતા હોય છે.

જેનામાં પળનો વિવેક આવી જાય એ શાશ્વતને જીતી લેતા હોય છે.

બાપુએ કહ્યું કે રામકથાનો ગાયક,વક્તા એના શબ્દ ક્ષીણ ન હોવા જોઈએ,એણે બુદ્ધિના વિચારથી નહીં પણ હૃદય વિચાર કરીને ગાન કરવું જોઈએ.ત્યારે પ્રશ્ન થાય કે હૃદયનો સ્વભાવ વિચાર છે જ નહીં! વારંવાર રામચરિતમાનસમાં’હૃદય વિચાર’ શબ્દ આવ્યો છે.જેના હૃદયમાં પરમાત્મા બેઠા છે એ બોલે ત્યારે સાક્ષાત પરમાત્મા બોલતા હોય એવું લાગે છે. જે હૃદયથી બોલે છે એની વાણી પ્રભાવક હોય છે. કથા તો કાળનેમિએ પણ કરી!એ એના બુદ્ધિના ષડયંત્રથી કથા કરે છે.હનુમાને હૃદયથી અશોક વૃક્ષની ડાળી ઉપર બેસીને રામકથાનું ગાન કર્યું તો સીતાજીના દુઃખ,ભય અને શોક દૂર થયા છે.કૃષ્ણ દિલથી બોલ્યા અને અર્જુને દિલથી સાંભળ્યું એટલે કહ્યું કે કરીષ્યેવચનં તવ.

સુંદરકાંડનીપંક્તિઓનું ગાયન કરતાં બાપુએ જણાવ્યું કે માણસે કોની સાથે રહેવું જોઈએ? પોતાની સાથે રહેવું જોઈએ,એ શક્ય ન બને તો સાધુ સાથે અથવા શાસ્ત્ર સાથે અને સ્મૃતિની સાથે જીવવું જોઈએ.

આજે બાપુએ આપણી ભારતીય મહિલા ટીમ વર્લ્ડ કપ જીતી ગઈ એને પોતાની વ્યાસપીઠ ઉપરથી ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવ્યા.

હનુમાનજીનુંલંકાગમન એ પછી જાનકીજી સાથે એનું મિલન થયું અને મા પાસેથી વરદાન મેળવીને હનુમાનજી પ્રેમ મગન થયા.સેતુબંધરામેશ્વરમની કથા તેમ જ લંકાકાંડ,યુદ્ધની કથા બાદ રાવણને નિર્વાણ આપીને રામકથાનું સમાપન કરતી વખતે આ કથાને લંકારૂપીતિર્થને અર્પણ કરીને હવે આવતીકાલે કથાની પુર્ણાહૂતિ માટે અહીંથી પુષ્પક વિમાન દ્વારા બધા જ શ્રોતાઓઅયોધ્યા જશે અને રામકથાની કાલે પૂર્ણાહુતિ કરવામાં આવશે.

Box

અતિ કામના,તમન્ના,ઈચ્છા,એષણા વધે છે ત્યારે આટલી વસ્તુઓ ક્ષય થાય છે:

અતિ તપસ્યાથી તેમજ અતિભોગથી શરીર ક્ષણ થાય છે.અધિક કામનાથી પણ શરીર ક્ષીણ થાય છે. ભોગ આપણને ભોગવે છે અને ઉંમર પણ શરીરને ક્ષીણ કરે છે.બુદ્ધિ ક્ષીણ થાય છે નબળા અને હલકા વિચારો શરૂ થાય છે.

અત્યંત કામના સત્યથી આપણને દૂર કરી દે છે. આત્મબળ ઓછું થાય છે.સ્મૃતિ ધીમે-ધીમે ઓછી થવા લાગે છે.શરીરમાં અત્યંત કામનાને કારણે કંપન આવે છે.શબ્દ ક્ષીણ બનતા જાય છે શબ્દ જાણે કે બોલવામાં થી ફગે છે.

Box

વક્તાનાં કેટલા મુખ હોવા જોઈએ?

વક્તા બ્રહ્મા હોય તો ચાર મુખ-ચતુરાનનછે.શંકર જેવો વક્તા પંચાનન છે.વક્તા ગણેશ જેવો હોય તો ગજાનન છે.વક્તા કાર્તિકેય જેવો હોય તો ષડાનન છે એ જ રીતે વક્તા અમિતાનન પણ હોય છે,સાથે સાથે વક્તા પ્રસન્નાનન અને જલકમલાનન પણ હોય છે.પણ વક્તા ક્યારેય વિકટાનન કે દશાનન ન હોવો જોઈએ વક્તા ક્યારેય રહિતાનન પણ ન હોવો જોઈએ.

Related posts

વીર મંગલ પાંડે ઓડિટોરીયમમાં આયોજિત યુનિક ફેશન લુક દ્વારા ગુજરાત સુપર મોડલ 2025 સીઝન 8 યોજાયો

truthofbharat

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ

truthofbharat

બોસ ઈવેન્ટ દ્વારા પ્રસ્તુત નવલી નોરતાના ગરબે ઝૂમવા થઈ જાઓ તૈયાર

truthofbharat