Truth of Bharat
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારત માટે નવી રેન્જ રોવર વેલાર ઓટોબાયોગ્રાફી: ડિઝાઇન, ઇનોવેશન અને કંટેમ્પરરી લક્ઝરી

  • રેન્જ રોવરે ભારતમાં રેન્જ રોવર વેલાર પર ઓટોબાયોગ્રાફી રજૂ કરી – જેમાં સ્લાઇડિંગ પેનોરમિક રૂફ, ફુલ એક્સટેન્ડેડ વિન્ડસર લેધર અપગ્રેડ, સુડેક્લોથ હેડલાઇનિંગ અને મેરિડીયન™ 3D સરાઉન્ડ સરાઉન્ડ સિસ્ટમ ઓફર આપવામાં આવી છે.
  • નવી રેન્જ રોવર વેલાર ઓટોબાયોગ્રાફી હવે એડવાન્સ પાવરના વિકલ્પ સાથે ઉપલબ્ધ છે: D200 ડીઝલ અને P250 પેટ્રોલ

મુંબઈ, ભારત | ૨૧ જુલાઈ ૨૦૨૫: રેન્જ રોવરે ભારતમાં રેન્જ રોવર વેલાર ઓટોબાયોગ્રાફી લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે તેની લકઝુરિયસ ડિઝાઇન અને ટેકનિકલ ફીચર્સને વધુ શ્રેષ્ઠ બનાવે છે. તેની રિડક્ટિવ ડિઝાઇન, ક્રાફ્ટેડ ફિનિશ અને ઇન્ટેલિજન્ટ ટેકનોલોજી સાથે રેન્જ રોવર વેલાર ઓટોબાયોગ્રાફી કંટેમ્પરરી રિફાઇનમેન્ટનું એક સશકત ઉદાહરણ છે.

નવી રેન્જ રોવર વેલાર ઓટોબાયોગ્રાફી એડવાન્સડ પાવરના વિકલ્પ સાથે ઉપલબ્ધ છે – P250 પેટ્રોલ એન્જિન જે 183.9 kW અને 365 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે અને D200 ડીઝલ માઈલ્ડ હાઇબ્રિડ એન્જિન જે 150 kW અને 430 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. બંને ભારતના વૈવિધ્યસભર ડ્રાઇવિંગને અનુરૂપ સરળ પરફોર્મન્સ નું વચન આપે છે.

રેન્જ રોવરના ગ્લોબલ પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ ડિરેક્ટર રાયન મિલરે જણાવ્યું હતું કે: “રેન્જ રોવર વેલાર, રેન્જ રોવર પરિવારના કેન્દ્રમાં બેસે છે અને ભારતમાં અમારા વિકાસનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ રહ્યો છે. તેમાં ડીએનએ ભાવનાત્મક ઉર્જાવાન અને અદ્વિતીય છે, અમે હવે રેન્જ રોવર વેલાર પર ઓટોબાયોગ્રાફી રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ. ઓટોબાયોગ્રાફી એ રિફાઇનમેન્ટ અને લકઝરીની એક બેજોડ અભિવ્યક્તિ છે. સુડેક્લોથ હેડલાઇનિંગ અને ફુલ એક્સટેન્ડેડ વિન્ડસર લેધરથી લઈને ઇમર્સિવ મેરિડીયન™ 3D સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ સુધી, દરેક વિગતો વ્હીલ્સ પર એક સેન્ચયુરી બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. વેલાર ઓટોબાયોગ્રાફી એ રેન્જ રોવરની લક્ઝરીનું સાચું મૂર્ત સ્વરૂપ છે – આધુનિક અને આકર્ષક.”

રેન્જ રોવર વેલારની સિગ્નેચર ફ્લોટિંગ રૂફ, ફ્લશ ડોર હેન્ડલ્સ અને સિગ્નેચર DRL સાથે પિક્સેલ LED હેડલાઇટ્સ તેના ન્યૂનતમ છતાં નાટકીય સ્વરૂપને વ્યાખ્યાયિત કરે છે. સ્લાઇડિંગ પેનોરેમિક રૂફ કેબિનને કુદરતી પ્રકાશથી ભરી દે છે, જ્યારે 20-ઇંચના સેટિન ડાર્ક ગ્રે એલોય વ્હીલ્સ અને બર્નિશ્ડ કોપર એક્સેન્ટ્સ તેના સિલ્હૂટમાં એક રિફાઇન્ડ ડ્રામાને જોડે છે. બ્લેક કોન્ટ્રાસ્ટ રૂફ તેના સંતુલિત, આત્મવિશ્વાસી લૂકને વધુ નિખારે છે.

દરેક ટચપોઇન્ટ દ્વારા ઇન્ટિરિયરને ઉન્નત બનાવવામાં આવ્યું છે. ડ્રાઇવર 20-વે મસાજવાળી ફ્રન્ટ સીટમાં આરામથી બેસી શકે છે, જે શાનદાર વિંડસર લેધરથી બનેલી છે, જ્યારે સુડેક્લોથ હેડલાઇનિંગ અને શેડો ગ્રે એશ વેનીયર શાંત અને પરિષ્કૃત અનુભવ પૂરો પાડે છે. પાછળના મુસાફરોને પાવર-રિક્લાઇન સીટ અને કૉન્ફિગર કરવા યોગ્ય એમ્બિયન્ટ લાઇટિંગની સુવિધા મળે છે. ચાર-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ અને કેબિન એર પ્યુરિફિકેશન પ્લસ કોઈપણ મુસાફરીમાં શાંત અને સ્વચ્છ વાતાવરણ સુનિશ્ચિત કરે છે.

રેન્જ રોવર વેલાર ઓટોબાયોગ્રાફીમાં ટેકનોલોજી જ માત્ર એડવાન્સ નથી પરંતુ સાહજિક છે. 3D સરાઉન્ડ કેમેરા, ટેરેન રિસ્પોન્સ 2, ઇલેક્ટ્રોનિક એર સસ્પેન્શન, વેડ સેન્સિંગ અને એડેપ્ટિવ ડાયનેમિક્સ જેવા ડ્રાઇવર આસિસ્ટ ફીચર્સ દરેક ડ્રાઇવને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવે છે.

ઓટોબાયોગ્રાફી ઉપરાંત, રેન્જ રોવર વેલાર ડાયનેમિક SE વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ છે, જે રિફાઇન્ડ P250 એન્જિનથી સંચાલિત છે. આ વેલારની શાનદાર ડિઝાઇન અને ઇનોવેટિવ ટેકનોલોજીના હોલમાર્ક મિશ્રણને યથાવત રાખે છે, જેમાં ડ્રાઇવર મેમરીવાળી 14-વે પાવર્ડ ફ્રન્ટ સીટ્સ, સિગ્નેચર DRL સાથે LED વાળી હેડલાઇટ્સ, એક ફિક્સ્ડ પેનોરેમિક રૂફ, ફોર-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ અને મેરિડીયન™ સાઉન્ડ સિસ્ટમ જેવી ખાસિયતનો સમાવેશ થાય છે.

રેન્જ રોવર વેલાર ઓટોબાયોગ્રાફી હવે શરૂઆતની કિંમત રૂ.89.90 લાખથી ઓર્ડર માટે ઉપલબ્ધ છે, જ્યારે રેન્જ રોવર વેલાર ડાયનેમિક SE રૂ.84.90 લાખથી ઉપલબ્ધ છે.

Related posts

92 વર્ષની વયે ભારતના પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંહનું નિધન

truthofbharat

વામન લાગતી પોથી જ્ઞાન,કર્મ,ભક્તિનાં ત્રણ પગલાંથી સમગ્ર બ્રહ્માંડ માપે છે.

truthofbharat

ભારતના સૌથી મોટા ક્રિએટર માર્કેટપ્લેસમાંથી એક મીશો પર લોન્ચ થયું: પ્રથમ વર્ષમાં 14.5 મિલિયન વપરાશકર્તાઓ અને 21,000 પ્રભાવકો સાથે કન્ટેન્ટ કોમર્સ શરૂ થશે

truthofbharat