Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ન્યુ ઇન્ડિયા ફાઉન્ડેશને ટ્રાન્સલેશન ફેલોશિપના 3જા રાઉન્ડ માટે અરજીઓ મંગાવી

  • મૌલિક ભારતીય ગ્રંથોના અંગ્રેજીમાં અનુવાદને પ્રોત્સાહન આપવા માટે, પ્રાદેશિક સાહિત્યને વ્યાપક પ્રેક્ષકો માટે સુલભ બનાવવા માટે, પ્રત્યેકને 6 લાખનું અનુદાન
  • 10 ભારતીય. ભાષાઓ – આસામીઝ, બાંગ્લા, ગુજરાતી, હિન્દી, કન્નડ, મરાઠી, મલયાલમ, ઉડીયા, તામિલ અને ઉર્દુમાં કામ કરતા ટ્રાન્સલેટર (અનવાદકો) પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે

રાષ્ટ્રીય | ૦૧ ઓગસ્ટ ૨૦૨૫: ન્યુ ઇન્ડિયા ફાઉન્ડેશન (NIF)એ 2025ના સત્ર માટે NIF ટ્રાન્સલેશન ફેલોશિપના 3જા રાઉન્ડના પ્રારંભની ઘોષણા કરી છે, જેમાં દેશભરમાંથી અનુવાદકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. અરજીની પ્રક્રિયા 1 ઓગસ્ટ, 2025ના રોજ ખુલશે અને 31 ડિસેમ્બર 2025 સુધી ખુલ્લી રહેશે

આ ફેલોશિપ ભારતના સમૃદ્ધ બૌદ્ધિક ઇતિહાસ, જેમાંથી મોટાભાગનો પ્રાદેશિક ભાષાઓમાં જ બંધ છે, તેને ડેમોક્રેટીસાઇઝ કરવા તરફ એક પગલું છે. ભારતીય ભાષાઓમાંથી અંગ્રેજીમાં નોંધપાત્ર મૌલિક (બિન-કાલ્પનિક) કૃતિઓના અંગ્રેજી અનુવાદને સમર્થન આપીને, NIF ટ્રાન્સલેશન ફેલોશિપ ભારત અને તેનાથી આગળના વાંચકોને ભારતની ભાષાકીય વિવિધતા રજૂ કરે છે.

આ ફેલોશિપ દસ ભારતીય ભાષાઓમાંથી એકમાં મૂળ રૂપે લખાયેલ મૌલિક કૃતિનું ભાષાંતર કરવા માટે ફેલોને ₹6 લાખની છ મહિનાનું અનુદાન ઓફર કરે છે: જેમાં આસામી, બાંગ્લા, ગુજરાતી, હિન્દી, કન્નડ, મરાઠી, મલયાલમ, ઓડિયા, તમિલ અને ઉર્દૂનો સમાવેશ થાય છે. વર્ષના અંત સુધીમાં, ફેલો અનુવાદિત કૃતિઓ પ્રકાશિત કરે તેવી અપેક્ષા છે, જે તેમના વિજેતા પ્રસ્તાવોનું વિસ્તરણ હશે.

આ પહેલ વિશે સંબોધન કરતા ન્યુ ઇન્ડિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીનાથ રાઘવનએ જણાવ્યું હતુ કે “ભારતનો ઇતિહાસ ફક્ત સ્મારકો અને મ્યુઝિયમ સુધી જ સીમિત નથી. આ માહિતી વિચારકો, સુધારકો, મુસાફરો અને એવા સામાન્ય લોકો જેમના આઇડીયાએ રાષ્ટ્રની આપણી સમજને આકાર આપ્યો છે. હજુ પણ આમાંનું ઘણુ કાર્ય વણવંચાયેલ છે, ફક્ત એટલા માટે જ કે તેનો અનુવાદ થયો નથી. ટ્રાન્સલેશન ફેલોશિપ આ માહિતીને નવું જીવન આપવાનો એક માર્ગ છે.”

ફેલોશિપને તેમની પસંદગીની ટેક્સ્ટ, અનુવાદની ગુણવત્તા અને એકંદરે પ્રોજેક્ટ દરખાસ્તને આધારે એનાયત કરવામાં આવશે. પસંદ થયેલી ટેક્સ્ટ મૌલિક કાર્ય 1850 પોસ્ટમાં પ્રકાશિત થયેલું હોવું જોઇએ તેમજ ભારતના સામાજિક, સાંસ્કૃતિક અથવા ઇકોનોમિક લેન્ડસ્કેપમાં આત્મદ્રષ્ટિ પ્રદાન કરતું હોવુ જોઇએ.

ચાલુ વર્ષની ફેલોશિપ માટેની જ્યૂરીમાં NIFના ટ્રસ્ટીઓનો સમાવેશ થાય છે: જેમ કે પોલિટીકલ સાયંટિસ્ટ નિરજા જયાલ ગોપાલ, ઇતિહાસકાર રાહુલ મેથ્થમ અને ઉદ્યોગ સાહસિક મનીષ સભરવાલની સાથે 10 ભાષાઓમાં ભાષા નિષ્ણાત સમિતિ કે જેમાં પ્રતિષ્ઠિત દ્વિભાષી વિદ્વાનો, પ્રોફેસરો, શિક્ષણવિદો અને સાહિત્યિક અનુવાદકોનો સમાવેશ થાય છે.

વધુ માહિતી માટે અને અરજી કરવા મુલાકાત લોઃ: www.newindiafoundation.org

અરજી કરવાની પ્રારંભ તારીખ: 1 ઓગસ્ટ, 2025 | છેલ્લી તારીખ: 31 ડિસેમ્બર 2025

NIF સ્વતંત્ર ભારતના ઇતિહાસને ઉજાગર કરવા અને તેનું દસ્તાવેજીકરણ કરવા માટે સમર્પિત છે. તેની વિવિધ ફેલોશિપ અને પુરસ્કારો દ્વારા, NIF સખત સંશોધન કરેલ, જાહેરમાં સુસંગત નોન-ફિક્શન બનાવવા માટે પ્રતિબદ્ધ વ્યક્તિઓને સમર્થન આપે છે. આ મિશન સાથે, NIF પુસ્તક-લેખન ફેલોશિપ સહિત અનેક પહેલ ચલાવે છે, જે વિદ્વાનો અને લેખકોને સ્વતંત્ર ભારતના વિવિધ પાસાઓ પર મૌલિક સંશોધન કરવા અને નોન-ફિક્શન પુસ્તકો બનાવવા સક્ષમ બનાવે છે. તાજેતરમાં, NIF એ તેની બુક ફેલોશિપના રાઉન્ડ 12 માટે શોર્ટલિસ્ટની જાહેરાત કરી, જેમાં લેખકોનો એક પ્રતિષ્ઠિત સમૂહ સામેલ છે: ઉર્વશી બુટાલિયા, અનિમા પુક્કુન્નીયલ, અમનદીપ સંધુ, બખ્તિયાર કે. દાદાભોય અને અમૃતા શર્મા.

Related posts

કાબરા જ્વેલ્સના કૈલાશ કાબરાએ ૧૨ વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટ આપી

truthofbharat

અમદાવાદમાં દર 10માંથી 9 થી વધુ રિક્રુટર્સ તેમના હાયરિંગ બજેટના 70 ટકા સુધીનો હિસ્સો એઆઈ અને ટેકનોલોજીમાં સ્માર્ટ, ઝડપી હાયરિંગ માટે કરી રહ્યા છે: લિંક્ડઇન રિસર્ચ

truthofbharat

સ્વામીનારાયણ યુનિવર્સિટી કલોલ ખાતે વિશ્વ નર્સિંગ દિવસની ઉમળકાભેર ઉજવણી કરાઇ

truthofbharat