- ‘‘સ્વિગ્ગી ફોર વર્ક’’ હેઠળ ‘‘બિલ ટુ કંપની’’ લોન્ચ કર્યું, જે અનોખો એકત્રિત કાર્યપ્રવાહ કોર્પોરેટ ફૂડ અને ટ્રાવેલ ડાઈનિંગ ખર્ચને સરળ બનાવે છે.
- કોર્પોરેટ પ્રવાસીઓ ડાઈનિંગ આઉટ માટે 50+ શખહેરોમાં 40,000+ રેસ્ટોરાં વિકલ્પ અને ફૂડ ડિલિવરી માટે 720+ શહેરોમાં 2.6 લાખથી વધુ રેસ્ટોરાંમાંથી પસંદગી કરી શકે છે.
ગુરુગ્રામ | 11 નવેમ્બર 2025: મેકમાયટ્રિપનું SaaS- આધારિત કોર્પોરેટ બુકિંગ મંચ માયબિઝ અને ભારતના અગ્રગણ્ય ઓન- ડિમાન્ડ સુવિધા મંચ સ્વિગ્ગી (Swiggy Ltd, NSE: SWIGGY / BSE: 544285) દ્વારા આજે દેશભરના લાખ્ખો કોર્પોરેટ પ્રવાસીઓ માટે ભોજન ખર્ચનું વ્યવસ્થાપન આસાન બનાવવા માટે ભાગીદારીની ઘોષણા કરવામાં આવી છે. તેના ટેક- પ્રથમ અભિગમ સાથે માયબિઝ દેશભરમાં 75,000થી વધુ કોર્પોરેટ અને એસએમઈને પહોંચી વળતા ભારતના અગ્રગણ્ય કોર્પોરેટ ટ્રાવેલ મંચમાંથી એક તરીકે ઊભરી આવ્યું છે. કોર્પોરેટ ક્ષેત્ર માટે ફ્લાઈટ્સ, હોટેલ્સ, ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટ, વિઝા અને પ્રવાસ વીમો જેવી પ્રવાહરેખાની કોમ્પ્લેક્સ શ્રેણીઓ ધરાવવા સાથે માયબિઝ હવે ભારતના કોર્પોરેટ પ્રવાસ ખર્ચના 11 ટકાનું યોગદાન ધરાવતા વેપાર પ્રવાસનું આગામી સૌથી પડકારજનક ઘટક ભોજન ખર્ચને પહોંચી વળવા માટે સ્વિગ્ગી સાથે બળોમાં જોડાઈ છે.
આ ભાગીદારી સાથે કોર્પોરેટ પ્રવાસીઓ હવે સ્વિગ્ગી એપ પર ‘સ્વિગ્ગી ફોર વર્ક’ થકી આસાનીથી ઓર્ડર આપી શકે છે અઅને માયબિઝ કોર્પોરેટ વોલેટનો ઉપયોગ કરીને સીધા જ ચુકવણી કરી શકે છે. તેઓ ડિલિવરી માટે 720+ શહેરોમાં 2.6 લાખ રેસ્ટોરાં અને 50+ શહેરોમાં 40,000થી વધુ સ્વિગ્ગી ડાઈનઆઉટ ભાગીદાર રેસ્ટોરાં ખાતે ભોજન કરવાનું પસંદ કરી શકે છે.
આ જોડાણના હાર્દમાં અનોખું સમાધાન ‘સ્વિગ્ગી ફોર વર્ક’ પર ‘બિલ ટુ કંપની’ ફીચર છે, જે સરળ, એકત્રિત કાર્યપ્રવાહ થકી પર્સનલ આઉટલે અને રિસીપ્ટ મેનેજમેન્ટ દૂર કરે છે. સર્વ વ્યવહારો આપોઆપ કંપનીની ખર્ચ પ્રણાલીમાં મઢાઈ જાય છે, જેથી ફાઈનાન્સ ટીમોને અસલ સમયમાં દ્રષ્ટિગોચરતા મળે છે અને નીતિના પાલનની ખાતરી રખાય છે. કર્મચારીઓએ શરૂઆત કરવા માટે તેમની કોર્પોરેટ આઈડી સાથે વન-ટાઈમ ઓથોરાઈઝેશન જ કરવાનું રહે છે.
મેકમાયટ્રિપના સહ- સંસ્થાપક અને ગ્રુપ સીઈઓ રાજેશ મેગોવે જણાવ્યું હતું કે, “માયબિઝે ઉદ્યોગો માટે સૌથી વધુ મહત્ત્વપૂર્ણ સંચાલન વચ્ચેનું અંતર દૂર કરીને ઉદ્યોગને સતત પાછળ મૂકી દીધો છે. આ ભાગીદારી સાથે અમે સ્વિગ્ગીના બેજોડ રેસ્ટોરાં નેટવર્ક અને ડિલિવરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને માયબિઝની કોર્પોરેટ ટ્રાવેલ ઈકોસિસ્ટમ સાથે જોડી રહ્યા છીએ, જેથી બિઝનેસ મીલ મેનેજમેન્ટમાંની ગૂંચ આખરે દૂર થશે. કોર્પોરેટ પ્રવાસ આસાન બનાવવા સાથે કર્મચારીઓ અને ફાઈનાન્સ ટીમો માટે ખરા અર્થમાં પરિપૂર્ણ સુવિધા નિર્માણ કરવા અમારા પ્રયાસમાં આ વધુ એક પગલું છે.’’
સ્વિગ્ગી ફૂડ માર્કેટપ્લેસના સીઈઓ રોહિત કપૂરે જણાવ્યું હતું કે, “કામ માટે પ્રવાસ કરનાર કોઈ પણ જાણે છે કે મિટિંગ મુશ્કેલ ભાગ નથી, પરંતુ ભોજન શું લેવું જોઈએ અને તેને માટે રિઈમ્બર્સમેન્ટ્સ નોંધાવવું તે છે. માયબિઝ સાથે આ ભાગીદારી તે મુશ્કેલી દૂર કરે છે. બિઝનેસ ટ્રાવેલર્સ હવે તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, જ્યારે સ્વિગ્ગી તેમના ભોજનનો મુદ્દો ઉકેલાઈ જાય તેની ખાતરી રાખશે. કોર્પોરેટ પ્રવાસીઓ હવે રેસ્ટોરાંના સ્વિગ્ગીના વ્યાપક નેટવર્કમાંથી ઓર્ડર મગાવી શકે છે અને તેઓ જ્યાં પણ હોય ત્યાં ભોજનની ડિલિવરી લઈ શકે અને શહેરમાં તેમની મનગમતી રેસ્ટોરાંમાં ભોજન માણી શકે, જેનો ખર્ચ તુરંત તેમના માયબિઝ વોલેટમાંથી પતાવટ કરાય છે. એક વાર ઓથેન્ટિકેટ થયા પછી પ્રવાહ કોઈ પણ અન્ય સ્વિગ્ગી લેણદેણ જેવો જ છે, જેમાં ચેકઆઉટ પૂર્વે કોર્પોરેટ મોડને ફક્ત ટોગલ કરવાનું રહે છે. આ સરળ વિચાર છે, જે સમય બચાવી શકે છે, ઝંઝટ ઓછી કરી શકે અને વર્ક ટ્રાવેલ વધુ આસાન બનાવી શકે છે. ટેક દ્વારા યોગ્ય મંચો જોડાય ત્યારે શક્યતાઓને કઈ રીતે બદલી કરાય છે તેનો આ પુરાવો છે.
‘સ્વિગ્ગી ફોર વર્ક’ પર ‘બિલ ટુ કંપની’ ફીચરને પહોંચ ઉપરાંત યુઝર્સને ફૂડ, ડાઈનઆઉટ અને ઈન્સ્ટામાર્ટ સહિત સર્વ વેપાર એકમોમાં સ્વિગ્ગીના કોર્પોરેટ રિવોર્ડસ પ્રોગ્રામ થકી ખાસ પુરસ્કારો અને ઓફરો મળશે. મેમાં ભારતનાં 30+ શહેરમાં લોન્ચ કરાયેલી 7000 ટેક પાર્કસ સાથે પ્રોગ્રામને અદભુત હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને લોન્ચના ફક્ત 6 મહિનામાં તેણે 27,000+ કોર્પોરેટ્સ અને 2.5 લાખ ઓથેન્ટિકેટેડ યુઝર્સ સુધી સ્તર વધાર્યો છે.
==========
