Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પંજાબ અને અન્યત્ર અકુદરતી રીતે મ્રુત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૦૩ સપ્ટેમ્બર ૨૦૨૫: તાજેતરમાં દેશનાં વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ થયો હતો. આ વિનાશકારી વરસાદને કારણે અનેક લોકોના મોત નિપજયા છે અને જાનમાલની ભારે ખુવારી થઇ છે. પંજાબ પ્રાંતમાં પણ અતિવૃષ્ટિને કારણે પ્રાપ્ત માહિતી અનુસાર ૩૦ લોકોનાં મોત નિપજયા છે અને ૧૩૦૦થી વધુ મકાનોને નુકશાન થયું છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને પંજાબ પ્રાંતમાં થયેલ નુકસાન સંદર્ભે માવનવતા દાખવી રુપિયા ૫,૦૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. જે મુખ્ય પ્રધાન રાહત ફંડ માં જમા કરાવવામાં આવશે.

જામનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન ત્રણ વ્યક્તિના મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પ્રત્યેકને રુપિયા પંદર હજાર લેખે ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પાલિતાણાના મોટી રાજસથળી ગામે તળાવમાં ડૂબી જતાં એક વ્યક્તિનું મોત થયું છે. પોરબંદર નજીકના દરિયામાં ડૂબી જતાં ચાર માછીમારોના મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પણ પંદર હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે. વિતિય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા શ્રી વરુણ મોદી દવારા કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

સિલોન ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર

truthofbharat

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

truthofbharat

ગુજરાતી ફિલ્મ અને મ્યુઝિકલ લવ સ્ટોરી આવવા દેના ગીતો મચાવી રહ્યા છે ધૂમ

truthofbharat