Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મહુવા, મુંબઈ અને અન્યત્ર અકાળે મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૫: ગત બે દિવસ પહેલા મહુવાની એક વ્યક્તિ નું કતપર પાસે પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું તેવા સમાચારો પ્રાપ્ત થયા છે. દેવપ્રયાગ રેસીડેન્સી ના એક યુવકનું અકસ્માતે મોત નિપજ્યું હતું. તેમનાં બંનેના પરિવારજનોને સંવેદના રુપે રુપિયા ૩૦,૦૦૦ની રાશિ અર્પણ કરવામાં આવી છે. તે જ રીતે થોડા દિવસ પહેલાં પોરબંદર નજીકના દરિયામાં ડૂબી જતાં ચાર માછીમારોના મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૦,૦૦૦ ની સહાયતા રાશિ પૂજ્ય મોરારીબાપુએ અર્પણ કરી છે.

મુંબઈ નજીકના પાલધર ખાતે એક મકાન ધરાશયી થયા બાદ ૧૭ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ તેમના પરિવારજનોને પણ રુપિયા ૨,૫૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ વિતિય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

આચાર્ય શ્રી સુનિલ સાગર જી મહારાજના સાનિધ્યમાં ગુજરાત યુનિવર્સિટીના પ્રાકૃત પરિસર ખાતે ‘આધ્યાત્મિક વર્ષાયોગ 2025’ શિબિર

truthofbharat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ખાતે ‘HCG આસ્થા’ કેન્સર હોસ્પિટલના નવનિર્મિત કેન્સર સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું

truthofbharat

જેએલઆર ઇન્ડિયાએ રાજકોટ ખાતે ન્યુ ઓપન મોડેલ લક્ઝરી રિટેલ ફેસીલીટી મેસર્સ કાર્ગો મોટર્સ પ્રાઇવેટ લિમિટેડનું અનાવરણ કર્યું

truthofbharat