Truth of Bharat
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મહુવા, અંજાર અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

પ્રાપ્ત અહેવાલો મુજબ ગત દિવસોમાં અનેક સ્થળે અકસ્માતોની ઘટનાઓ નોંધાઈ છે. મહુવા ના એક યુવક ધર્મેશભાઈ નું દાતરડી નજીક અકસ્માતમાં મોત થયું હતું. પૂજ્ય મોરારીબાપુએ મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેના પરિવારજનોને રૂપિયા 15,000ની સહાયતા રાશિ અર્પણ કરી છે. કચ્છના અંજાર ખાતે પાણીમાં બાળકો ડૂબી જતા ચાર બાળકોના મૃતદેહો મળ્યા છે અને એકની શોધ ચાલે છે. આ બાળકોના પરિવારજનોને 75,000 ની સહાયતા પાઠવી છે. એ સિવાય વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે. તેના પરિવારને પણ 15,000 ની સહાયતા અર્પણ કરી છે. રાણીગામ જેસરના એક યુવાન પત્રકાર વિક્રમભાઈનું અકાળે અવસાન થતાં તેના પરિવારજનોને 15,000 ની સહાયતા આપેલ છે.પૂજ્ય બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. આ વિતીય સેવા સોનગઢ રામકથાના મનોરથી શ્રી જગુભાઈ દ્વારા કરવામાં આવશે.

Related posts

એચ.એમ. ઇલેક્ટ્રોમેકલી. નો આઇ પી ઓ 24મી જાન્યુઆરી 2025ના રોજ ખુલશે

truthofbharat

Gen Z ઈનોવેશન પ્રજ્જવલિત કરે છે: સેમસંગ ઈન્ડિયા દ્વારા રૂ. 1 કરોડથી વધુ ગ્રાન્ટ્સ સાથે ‘સોલ્વ ફોર ટુમોરો 2025‘ સ્પર્ધા રજૂ

truthofbharat

સાયનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા વિજ્ઞાન અને ગણિત કાર્નિવલ સાયનોફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું

truthofbharat

Leave a Comment