ગુજરાત, અમદાવાદ | ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૫: ગત થોડા દિવસોથી ઉતરાખંડમાં અને અન્ય રાજ્યોમાં ભારે વરસાદને પગલે જાનમાલની બહુ મોટી ખુવારી થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસ દરમિયાન ઉતરાખંડનાદહેરાદુન વિસ્તારમાં વાદળ ફાટવાથી પુર આવ્યું હતું અને તેમાં ૧૫ લોકોનાં કરુણ મોત નિપજયા છે તેમજ જાનમાલની ભારે નુકસાની થઈ છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યાગયેલાઓનેશ્રધ્ધાંજલિપાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૨૫,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુખ્ય પ્રધાન રાહત ફંડ માં જમા કરાવવામાં આવેલ છે. આ વિતિય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા કરવામાં આવી છે.
તે ઉપરાંત ગુજરાત રાજ્યમાં પણ અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજયા છે. તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી પ્રત્યેકને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૭૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.
