Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બેંગ્લોરની ભાગદોડમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ 7 જૂન 2025: કર્ણાટકના બેંગલોર ખાતે નાસભાગની ઘટનામાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યો છે. બેંગ્લોર ખાતે એક તરફ આરસીબીની જીતનો સૌને આનંદ હતો અને બીજી તરફ તે ભવ્ય જીતની ઉજવણીમાં સામેલ થવા માટે લાખો લોકો એકત્રિત થયા હતા. ભીડ બેકાબૂ બની હતી અને પરિણામ સ્વરૂપે નાસભાગ મચી જવા પામી હતી. જેમાં પ્રાપ્ત વિગતો મુજબ ૧૧ યુવાન ભાઈ-બહેનોનાં કચડાઈ જવાથી કરુણ મોત નિપજ્યા છે. માર્યા ગયેલા તમામ એકદમ યુવાન વયજૂથના હતા. આ કરુણ ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને રૂ.૧૫,૦૦૦ લેખે કૂલ મળીને રૂ.૧,૬૫,૦૦૦ ની સહાયતા રાશી અર્પણ કરી છે.
 
અકસ્માતની અન્ય એક ઘટનામાં દ્વારકા ગોમતી નદીમાં સ્નાન કરવા ગયેલા યુવકોમાંથી જામનગરમાં રહેતી એક યુવતીનું તણાઈ જતા દુઃખદ મોત નીપજ્યું હતું. પૂજ્ય બાપુએ તે યુવતીને શ્રદ્ધાંજલિ પાઠવી તેના પરિજનોને રૂ.૧૫,૦૦૦ ની સહાયતા રાશી અર્પણ કરી છે. આ સહુ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.

Related posts

AGFTC અને ITBA દ્વારા 21-22 માર્ચના રોજ બે દિવસીય ટેક્સ કોન્ક્લેવનું આયોજન

truthofbharat

તેરાપંથ પ્રોફેશનલ ફોરમ દેશભરમાં 101 સ્થળોએ આંખની તપાસના કેમ્પનું આયોજન કરશે.

truthofbharat

‘મેચ ફિક્સિંગ- ધ નેશન એટ સ્ટેક’ સાથે પલ્લવી ગુર્જરની ફિલ્મ નિર્માણ ક્ષેત્રે એન્ટ્રી

truthofbharat