ગુજરાત, અમદાવાદ | ૧૦ જુલાઈ ૨૦૨૫ — તારીખ ૯/૭/૨૫ ની વહેલી સવારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગંભીરા ગામ પાસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો પુલ તૂટી પડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મહી નદી પર આવેલ આ પૂલ અચાનકજ તૂટી પડતાં તયાંથી પસાર થઈ રહેલા લોકો અને વાહનો નદીમાં ગરકાવ થઈ ગયા હતા. નદીમાં પાણી તથા કાદવ હોવાને કારણે આ લખાયું છે તે દરમિયાન મળતી માહિતી મુજબ ૧૫ લોકોનાં કરુણ મોત નિપજયા છે. આ દુર્ઘટનામાં માર્યાગયેલાઓને પૂજ્ય મોરારીબાપુએશ્રધ્ધાંજલિપાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૨૫, ૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. વડોદરા સ્થિત રામકથાના શ્રોતા શ્રી રાજુભાઇ દોશી દ્વારા આ વિતિય સેવા પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ આ કરુણ ઘટનામાં માર્યાગયેલાઓના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે.
