Truth of Bharat
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મહામહોપાધ્યાય ડૉ.વિજય પંડ્યા(રાષ્ટ્રપતિ પુરસ્કૃત), સંપાદિત, અનૂદિત અરણ્યકાણ્ડ (સમીક્ષીત આવૃત્તિ)નું પ.પૂ. મોરારીબાપુ દ્વારા લોકાર્પણ

ગુજરાત, અમદાવાદ ૧૮ માર્ચ ૨૦૨૫: પ.પૂ. મોરારીબાપુએ ચિત્રકૂટધામ તલગાજરડા‌ ખાતે ડૉ. વિજય પંડયા સંપાદિત અને અનૂદિત વાલ્મીકિ -રામાયણની સમક્ષિત આવૃત્તિના અરણ્યકાણ્ડનું લોકાર્પણ કર્યું. આ પહેલા એ સુવિદિત છે કે ડૉ.વિજય પંડયાએ બાલકાણ્ડ, અયોધ્યાકાણ્ડ અને સુન્દરકાણ્ડ પ્રકાશિત કર્યા છે. અને પ.પૂ. મોરારીબાપુએ આ ગ્રંથોનું પણ લોકાર્પણ કર્યું છે. આદરણીયશ્રી વિજયભાઈ પંડયાએ વાલ્મીકિ રામાયણની સમીક્ષીત આવૃત્તિના ગુજરાતીમાં અનુવાદનું કાર્ય કરી રહ્યા છે.આખા દેશની સર્વ ભાષાઓમાં કેવળ ગુજરાતીમાં જ આ કામ થઈ રહ્યું છે. અને સમગ્ર વિશ્વમાં એક અંગ્રેજી સિવાય (અને ગુજરાતી) આ રામાયણની સમીક્ષિત આવૃત્તિનો કોઈપણ ભાષામાં અનુવાદ થયો નથી.

પૂ.બાપુએ અરણ્યકાણ્ડના પ્રકાશન ને એક સતત ચાલતા મહાયજ્ઞ સાથે સરખાવ્યું. આદરણીયશ્રી વિજયભાઈએ અત્યારે કિષ્કિન્ધાકાણ્ડ પ્રેસમાં છપાવવા ગયું છે એમ જણાવ્યું. રામાયણના કાર્ય માટે આદરણીયશ્રી વિજયભાઈએ પંડ્યાને પ.પૂ. બાપુ પ્રેરિત વાલ્મીકિ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.

આ સાથે ડૉ.વિજય પંડયાનાં વિદ્યાર્થીની અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદમાં સંસ્કૃત વિષયના પ્રાધ્યાપક ડૉ.રાજવી ઓઝાને કોલેજે ઉત્તમ સંશોધન કાર્ય માટે મળેલા એવોર્ડના સંદર્ભમાં પ.પૂ.મોરારિબાપુએ રાજવી ઓઝાને આશીર્વાદ આપ્યા.

પ.પૂ.મોરારિબાપુની નિશ્રામાં આયોજિત સંસ્કૃત સત્રના વક્તવ્યોનું પુસ્તક ‘ બહુશ્રુત (ભાગ ૧થી ૧૦) નું સંપાદન ડૉ.વિજય પંડયા તથા સહસંપાદન રાજવી ઓઝાએ કરેલ છે.

Related posts

INA સોલરનું વધુ એક મોટું પગલું: હવે સોલર સેલ મેન્યુફેક્ચરિંગમાં પ્રવેશ!

truthofbharat

‘સમર્થ 3.0’: રાજ્ય કક્ષાની બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ

truthofbharat

આવાસ યોજના: ભારતનું પ્રથમ સંપૂર્ણ રીતે લાઇસેન્સ પ્રાપ્ત ઓનલાઇન રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ

truthofbharat