Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદને કારણે માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ ૦૧ જૂન ૨૦૨૫: છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં અતિભારે વરસાદને કારણે અનેક લોકોનાં મોત નિપજયા છે અને જાનમાલને ભારે નુક્સાન થયું છે. કોઈ રાજ્યમાં વાવાઝોડાની અસર થાય છે તો કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ થયો છે. દક્ષિણ ભારતમાં પણ વરસાદને કારણે અનેક લોકો બેઘર બન્યા છે. પૂર્વોત્તર ભારતમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૧૯ લોકોનાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ આસામ, મિઝોરમ,ત્રિપુરા રાજ્યોમાં ભારે વરસાદને કારણે માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી રાહત ફંડ માં ૨,૫૧,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.
સાવરકુંડલામાં જેસર રોડ પર રહેતા પરિવારના બે બાળકોનાં તળાવમાં ડૂબી જતાં મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પાટણ નજીક શંખેશ્વર ખાતે પણ બે બાળકોનાં તળાવમાં ડૂબી જતાં મોત નિપજયા છે તેમના પરિવારજનોને ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. વિવિધ ઘટનાઓમાં માર્યા ગયેલાઓને માટે પૂજ્ય મોરારીબાપુએ સંવેદના વ્યક્ત કરી તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. આ વિતજા સેવા નાલંદા બિહાર રામકથાના મનોરથી પરિવાર દ્વારા કરવામાં આવશે.

Related posts

બ્રધર ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ ભારતીય બજારને મજબૂત કરવા સિક્સ ઈન્ક ટેન્ક પ્રિન્ટરનું અનાવરણ કર્યું

truthofbharat

DCM શ્રીરામ કેમિકલ્સે ગુજરાતની પ્રથમ EV સ્ટાફ બસ શરૂ કરીને ગ્રીન મોબિલિટીનો પ્રારંભ કર્યો – પોતાના કર્મચારીઓ સાથે “જોડાણ, નિર્માણ અને સિદ્ધિ” નો મૂલ્ય વિચાર વધુ મજબૂત કર્યો

truthofbharat

ભારતમાં ઓપિનિયન ટ્રેડિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવા માટે સરકારને વિનંતી કરવા માટે ગ્રાહકોના હિત માટે કામ કરતી ભારતની સૌથી મોટી સંસ્થાઓ સાથે આવી

truthofbharat