Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

એ રીતે રહો કે ભીડમાં નહીં પણ એકાંતમાં છું,મૌન છું ને સ્મરણમાં રહો.

*કથા ટેન્ટ કે મંડપને જ નહીં ત્રિભુવનને શાંત કરી દે છે*
*બધાને શાંત કરી દે એ કથાનો સ્વભાવ છે,પ્રભાવ નહીં.*
*રામાયણ વાંચવું નહીં,પાઠ કરવો;કારણ કે પાઠ નિરંતર ચાલે છે.*
*અહંકાર મુક્તિ જ જ્ઞાન છે.*
*માયા,ઇશ્વર ને જગતને જીવનભર ઓળખી ન શકે એ જીવ છે.*

ત્રીજા દિવસની રામયાત્રા પાંચ વટ-પંચવિશ્વાસ પંચવટી,જે પોતાની ગોદમાં સૌને આવરી લે છે એ ગોદાવરીનાં કિનારે મહારાષ્ટ્રમાં યાત્રા પ્રવેશી.કહ્યું કે આ પ્રતિક્ષાની યાત્રા છે,બધા જ તીર્થ જાણે કે રામકથાની પ્રતિક્ષામાં હોય એવું લાગે છે.૨૦૨૭માં અહીં કુંભ મેળો અને ૨૦૨૮માં ઉજ્જૈનમાં કુંભ મેળો બંને જગ્યાએ કથાનો મનોરથ છે જ.
પંચવટી નામનો મતલબ ?વટી એટલે ઔષધિ-બુટી આયુર્વેદના શબ્દ છે.અહીં પાંચ ઔષધીઓનો મહિમા પણ બતાવેલો છે.
ત્રણ પ્રસંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે:પંચવટીમાં ભગવાન રામને લક્ષ્મણે પાંચ આધ્યાત્મિક પ્રશ્ન પૂછ્યા.માનસના સાધકો એને રામગીતા કહે છે. બીજો શૂર્પણખાનો પ્રસંગ અને ત્રીજો મારિચ પ્રસંગ અંતરયાત્રા માટે જરૂરી છે.
ત્રણ વસ્તુ ધ્યાન રાખવાની છે.બુદ્ધ કહે છે:એવું વિચારીને બેસો કે હું ભીડમાં નહીં પણ એકાંતમાં છું બીજું સૂત્ર તથાગત કહે છે એવું વિચારો કે હું મૌન છું ચોથું સૂત્ર એણે ધ્યાનનું આપ્યું પણ હું ધ્યાનનો માણસ નથી મારો માર્ગ ધ્યાન નથી રહ્યો.
કથા ટેન્ટ કે મંડપને જ નહીં ત્રિભુવનને શાંત કરી દે છે બધાને શાંત કરી દે એ કથાનો સ્વભાવ છે,પ્રભાવ નહીં.તો અહીં ધ્યાનને બદલે હું એને સ્મરણ પણ કહી શકું.અને ઇષ્ટનું સ્મરણ પણ મૌનમાં વિક્ષેપ કરે તો સ્મરણ પણ છોડી દેવું!સાધન નો એક અર્થ છે પરમાત્મા સિવાય બીજા કોઈનું સાધ-ન રહે એ સાધન છે.
ભગવાન બુદ્ધનો નાનો ભાઈ સારીપુતનો દીકરો રૈવત ગૃહસ્થ જીવનનો અનુભવી હતો અને એણે વિચાર્યું કે લગ્ન પછી જંજાળ કર્યા પછી ભાગી જવા કરતાં પહેલેથી જ ભાગી જવું સારું!આથી એ લગ્ન માટે જતાં ઘોડા ઉપરથી જ જંગલમાં ભાગી જાય છે અને બુદ્ધના કોઈ શિષ્ય પાસેથી દીક્ષિત બને છે.
ભગવાન બુદ્ધ કહે છે જે સાધુ સંયોજન મુક્ત જીવન જીવે એ બ્રાહ્મણ છે.સંયોજન નિર્ભય રહેવા દેતું નથી
મનોહર અને પાવન સ્થાન એ પંચવટી છે એવું કુંભજ કહે છે.રામાયણ વાંચવું નહીં,પાઠ કરવો; કારણ કે પાઠ નિરંતર ચાલે છે.
પ્રભુ પરાયણ થવા માટે પાઠ-પારાયણ છે.નિરંતર જાગૃત લક્ષ્મણ રામને આપણા માટે થઈ પાંચ પ્રશ્ન પૂછે છે:૧-માયા શું છે?૨-જ્ઞાન કોને કહે છે?૩-વૈરાગ્યની પરિભાષા શું છે?૪-ઈશ્વર અને જીવમાં અંતર શું છે?૫-ભક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય છે?રામ કહે છે આ પાંચ ઔષધિ પાંચ પ્રકારના વિકરોનો ઈલાજ છે.
*મૈં અરુ મોર તોર તે માયા* -હું,મારું,તું અને તારું એ માયા છે.માયાના બે રૂપ વિદ્યા અને અવિદ્યા છે.
*જ્ઞાન માન જહૌં એકૌ નાહિ;*
*દેખત બ્રહ્મ સમાન જગ માંહિ*
અહંકાર મુક્તિ જ જ્ઞાન છે.
તૃણ(તણખલાં) સમાન જે ત્યાગે એ પરમ વૈરાગી છે.માયા,ઇશ્વર ને જગત એટલે કે જીવ,જગત, જગદીશને જીવનભર ઓળખી ન શકે એ જીવ છે.માયાથી જીવને બચાવે એ ઇશ્વર છે.અનુપમ સુખનું મૂળ કોઇ સંત આપે એ ભક્તિ છે.શૂર્પણખા પ્રવૃત્તિ છે,સતત ખૂબસૂરત મનોરથો કરતી રહે છે.લીલા કરવા મૂળ સિતા અગ્નિમાં સમાઇ જાય છે ને છાયા સિતા અને મારિચ પ્રસંગનું વર્ણન થયું.
આજની કથા પંચવટીનાં ઋષિમુનિઓને અને મારિચને અર્પણ થઇ.

Related posts

સેન્ચ્યુરી હોસ્પિટલએ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કર્યું

truthofbharat

સેમસંગ ઈનોવેશન કેમ્પસ દ્વારા આંધ્ર પ્રદેશમાં ફ્યુચર- ટેક સ્કિલિંગને મજબૂત બનાવાયું

truthofbharat

રોયલ રાણી ગરબા : મહિલાઓ માટે ખાસ આયોજિત અનોખું નૃત્યોત્સવ

truthofbharat