Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દિલ્હી બ્લાસ્ટમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૧૩મી નવેમ્બર ૨૦૨૫ — ૧૦ નવેમ્બરની સાંજે, દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કાર બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં ૧૨ નિર્દોષ લોકોના દુઃખદ મોત થયા.

આધ્યાત્મિક ગુરુ અને કથાકાર પૂજ્ય મોરારી બાપુએ આ રાષ્ટ્ર વિરોધી ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે.

મૃતકોનાપરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા, પૂજ્ય મોરારી બાપુએ તાત્કાલિક સહાય તરીકે દિલ્હી મુખ્યમંત્રી રાહત ભંડોળમાં ₹180,000 નું દાન કર્યું છે. આ નાણાકીય સહાય મુંબઈમાંરામકથાના શ્રોતા વરુણ ભાઈ દ્વારા મોકલવામાં આવશે.

પૂજ્ય બાપુએ તમામ દેશવાસીઓને ભવિષ્યમાં સતર્ક રહેવા અને આ મુશ્કેલ સમયમાં એકતા જાળવવા અપીલ કરી. તેમણે આ દુ:ખદ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.

Related posts

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી S25 અલ્ટ્રા માટે આકર્ષક કિંમતો જાહેર

truthofbharat

રામરાજ કોટનના મૃથુ ટોવેલ્સની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અભિનેત્રી મીનાક્ષી ચૌધરી પ્રચાર કરશે

truthofbharat

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ લઈને આવ્યું છે ધનતેરસ અને દિવાળી પર ખાસ ‘ફેસ્ટિવ ડિલાઇટ ઑફર્સ’

truthofbharat