શું ઠીક છે એનાથી વધારે સારું કોના માટે શું ઠીક છે એવું સાધુ વિચારે છે.
હનુમાનને શિક્ષા સૂર્યએ આપી છે,દીક્ષા રામે આપી છે અને ભિક્ષા મા જાનકીએ આપી છે.
આજનાં જગતમાં આગળ શાસ્ત્ર પાછળ શસ્ત્ર ઉભાં છે.
શાસ્ત્રનાં નામ ઉપર,તથાકથિતવિચારધારાઓનાં નામ ઉપર સનાતન ધર્મ ઉપર ખૂબ પ્રહારો થઈ રહ્યા છે.
બધા જ દ્વન્દનોસ્વિકાર એ મહામંત્ર છે.
માનસ સ્વિકારનું શાસ્ત્ર છે.
આપણી ઈચ્છાનેપ્રતિકૂળ કોઈ પણ ઘટના ઘટે તો એને નિયતિ સમજવું.
આપણાથી કંઈક સારું થઈ જાય તો એ નિમિત છે અને કલ્પનાથી બહાર થઈ જાય તો એ નેતિ છે.
જે સાધક નિયતિ,નિમિત અને નેતિનો મહિમા સમજી લેશે એ ખૂબ જ હલકો ફૂલકો રહેશે.
ધરતીનું સ્વર્ગ ગણાય એવા આલ્પ્સનીપહાડીઓની વચ્ચે ઘેરાયેલાસ્વિટ્ઝરલેન્ડનાંદાવોશનાં કોંગ્રેસ સભાગૃહ કે જ્યાં આજ સુધી અર્થની ચર્ચાઓ થતી ત્યાં સત્ય-પ્રેમ-કરુણારૂપી ધર્મચર્ચા પહેલી વખત થઇ રહી છે-આવું કહીને નિમિત્તમાત્રમનોરથીસુનિલભાઇ પરિવાર દ્વારા આરંભે બહુ ઓછા શબ્દોમાં કથાનાં પહેલા દિવસનાંઆરંભે સૌનું સ્વાગત થયું.
ભારતથી આવેલાં રમણરેતીનાં ગુરૂ શરણાનંદજીએ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આ સ્વર્ગ ગણાય છે તો દાઓસને આપણે દેવોસ-દેવતાઓનો વાસ એમ માનીએ અને શ્રવણ લાભમાં આ ભૂમિ પરથી જેવી જેની ભાવના એવા વાઇબ્સ મળશે.
મહામંત્ર જોઇ જપતમહેસૂ;
કાસીમુકુતિ હેતુ ઉપદેસૂ.
-બાલકાંડ દોહો-૧૯.
મંત્ર મહામનિબિષયબ્યાલ કે;
મેટત કઠિન કુઅંક ભાલ કે.
-બાલકાંડ દોહો-૩૨
બાપુએ બાલકાંડમાંથી લેવામાં આવેલી બીજરૂપીપંક્તિઓના ગાયન બાદ કથાનાં વિષય બાબત વાત કરતાં પહેલા કહ્યું કે:પરમાત્માની અહેતુ-અસીમ કૃપાથી રમણીય દેશમાં કથા લઈ અને આવવાનું થયું પોતાના સંતો સાથે વ્રજભૂમિ રમણ રેતીધામથી કરુણા લઈને સ્વામી શરણાનંદજી આવ્યા એ ખૂબ ખુશીની વાત છે.
અહીંની ધર્મમય,અર્થમય,કામમય અને મોક્ષમય પ્રગટ-અપ્રગટ બધી જ ચેતનાઓને પ્રણામ કરીને કહ્યું કે:ગુરુપૂર્ણિમા પછી બે પાંચ દિવસ હું તલગાજરડામાં રહ્યો અને એમ જ,સ્વાભાવિક સંવાદ થતો રહ્યો.ત્યારે એક વાત ઉઠી કે સૂત્રનાં રૂપમાં,વિચાર,મંત્રના રૂપમાં,ગ્રંથનાં રૂપમાં કોઈ વિશેષ નિયમ કે વ્રતના રૂપમાં કયો મંત્ર પ્રધાન છે?એ જ સમયે મનમાં ગુરુકૃપાથી નિર્ણય આવ્યો કે આ વખતની કથામાં માનસ મહામંત્ર ઉપર સંવાદ રચીશું. ગયા વર્ષે નોર્વેની કથામાં માનસ મંત્રાષ્ટકલીધેલો.આ વખતે મહામંત્રનીછાયામાંરામકથાને કેન્દ્રમાં રાખીને અન્ય ગ્રંથોનાં આશીર્વાદ લઈને,સાધુ સંતોનાં આશીર્વાદ લઈને જે કંઈ ગુરુકૃપાથી પ્રાપ્ત થયું છે, મળીને આપણે સંવાદ કરીશું.
આ જ બંને પંક્તિઓ નોર્વેની કથામાં પણ લીધેલી,જે બાલકાંડથી લેવામાં આવેલી છે.
બધા જ સોપાનોમાં વિશેષ પંક્તિઓ ભરેલી છે.
એ રીતે બાલકાંડમંત્રાત્મક કાંડ છે.એમાં મંત્રનો ખૂબ મોટો મહિમા છે.પ્રથમ સોપાન મંત્રાત્મકછે.નામવંદનામાં બૃહદ રૂપમાં રામનામ મહામંત્રનીવંદના થઈ છે.બીજું સોપાન સત્યાત્મકછે.સત્ય માટે જે કોઈ ઘટનાઓ ઘટી સ્પષ્ટ છે કે સત્ય સમાન,દયા સમાન, પરહિત સમાન કોઈ ધર્મ નથી.ત્રીજું સોપાન અરણ્યકાંડ સૂત્રાત્મક છે.સૂત્ર જ સૂત્ર દેખાય છે. ચોથું સોપાન સ્નેહાત્મકછે.પ્રભુએ બધાની ઉપર સ્નેહ વર્ષાવ્યોછે.પાંચમું સોપાન સુંદરકાંડસેવાત્મક છે,સેવાધર્મથી ભરેલો છે.
એ પણ જણાવ્યું કે શું ઠીક છે એનાથી વધારે સારું કોના માટે શું ઠીક છે એવું સાધુ વિચારે છે. અમેરિકામાં પચાસ હજાર લોકોએ હમણાં જ ભગવદ્ ગીતાનો સમૂહ પાઠ કર્યો ત્યાં માત્ર ભારતીયો નહીં વિદેશીઓ પણ હતા.
અહીં કહ્યું કે રામની સીતા કોઈ દિવસ ખોવાઈ શકે? તે ક્યારેય ભિન્ન થઈ શકે?કારણ કે કહીઅત ભિન્ન ન ભિન્ન.પરંતુહનુમાનજીને સીતા શોધ માટે મોકલવામાં આવ્યા.હનુમાનને શિક્ષા સૂર્યએ આપી છે,દીક્ષા રામે આપી છે અને ભિક્ષા મા જાનકીએ આપી છે.રામે દીક્ષા આપતા કહ્યું કે તું ખુદને સેવક સમજજેસચરાચરમાં જે કોઈ છે એ બધાને સ્વામી સમજજે આવી અનન્યતાની દીક્ષા આપી અને એ દીક્ષાની પરીક્ષાનાં રૂપમાં લંકામાં મોકલવામાં આવ્યા. હનુમાનની પરીક્ષા લંકામાં કારણ કે સીટ નંબર લંકામાં આવ્યો!
છઠ્ઠું સોપાન શસ્ત્રાત્મક છે પરંતુ એની પાછળનો ભાવ શાસ્ત્ર છે.શસ્ત્રનામાધ્યમથી શાસ્ત્ર સમજાવાઇ રહ્યું છે.આજના જગતમાં આગળ શાસ્ત્ર પાછળ શસ્ત્ર ઉભાંછે.ઉપરથી શાસ્ત્ર નીચે શસ્ત્ર!
શાસ્ત્રનાં નામ ઉપર તથાકથિતવિચારધારાઓના નામ ઉપર સનાતન ધર્મ ઉપર ખૂબ પ્રહારો થઈ રહ્યા છે.શસ્ત્ર મારવા માટે નહીં,તારવા માટે છે.ઉત્તરકાંડસ્મરણાત્મકછે.નિરંતરસ્મરણ.વંદના પ્રકરણમાં પણ આ જ પંક્તિ છે.રામચરિતમાન સ્વયં મહામંત્ર છે. પંક્તિઓ કહે છે કે:કાશીમાં જે-જે પ્રાણ છોડે છે એની મુક્તિ માટે શિવ નિરંતર રામનામનો જ ઉપદેશ કરે છે.મંત્ર ઘણા રૂપમાં છે.આપણે આ મહામંત્રની પરિક્રમા કરીશું.
જીવન જીવવા માટે સૌથી મોટો મહામંત્રછે:સ્વિકાર. સુખ-દુ:ખ,તિરસ્કાર-સ્વિકાર,ભલા-બુરા,સ્તુતિ-નિંદા,પ્રહાર-પ્રસાદ-જેટલા પણ દ્વંદ છે આ બધા જ દ્વન્દનોસ્વિકાર એ મહામંત્રછે.માનસસ્વિકારનું શાસ્ત્ર છે.આ કદાચ આપણે શીખી લઈએ તો મન ઉપર ન બોજ રહેશે,ના ભાર રહેશે. રામચરિતમાનસના બધા જ પાત્ર સ્વિકારનોમહામંત્ર લઈને બેઠા છે.રાજ મળ્યું,તો પણ સ્વિકાર,વન મળ્યું તો પણ સ્વિકાર!કૃષ્ણઅર્જુનને કહે છે તું યુદ્ધનો પણ સ્વિકાર કર.
દરેક વ્યક્તિમાં ઓછી,વધારે માત્રામાં સાધુ બેઠેલો છે બધામાં બ્રહ્મને સમાન રૂપથી જોવો એવું માનસ શીખવેછે.સ્વિકારમાં સહજતા છે,અસ્વિકારમાં ખૂબ ઊર્જા ખર્ચવી પડે છે.અધ્યાત્મ જગતમાં સ્વિકાર શાંત હોય છે.
એક છે નામમંત્ર.જપ સંકીર્તન થાય છે.શિવજીરામના નામનો મંત્રબુદ્ધિથી જાપ કરે છે.બીજો છે મંત્ર ત્રીજો છે-લઘુમંત્ર,સૂક્ષ્મ,ખૂબ નાનો મંત્ર.એ પછી મહામંત્ર.એક હોય છે ગોપ્ય-ગુપ્ત મંત્ર.એક બીજમંત્ર પણ હોય છે.વેદમંત્રની જેમ લોકમંત્ર-સાબરમંત્ર પણ છે.એકગુરૂમંત્ર,એક પરમમંત્ર અને એક મંત્રરાજ પણ છે.
એક વખત સ્વિકાર કરીને જુઓ,પછી જુઓ ચમત્કાર!પરંતુ અહંકાર સ્વિકાર કરવા દેતો નથી. બાપુએ કહ્યું કે આપણી ઈચ્છાનેપ્રતિકૂળ કોઈ પણ ઘટના ઘટે તો એને નિયતિ સમજવું.આપણાથી કંઈક સારું થઈ જાય તો એ નિમિત છે અને કલ્પનાથી બહાર થઈ જાય તો એ નેતિ છે.જે સાધક નિયતિ નિમિત અને નેતિનો મહિમા સમજી લેશે એ ખૂબ જ હલકો ફૂલકો રહેશે.
પ્રવાહી પવિત્ર પરંપરામાં સદગ્રંથનો મહિમા બતાવતા ગ્રંથના સાત સોપાન,પહેલા સોપાનનાં સાત મંત્રના, પાંચ સોરઠાઓમાં પંચ દેવોનીવંદના,સીતારામનીવંદના,ગુરૂવંદના અને હનુમંતવંદના કહેતા બાપુએ કહ્યું કે હનુમાન સકલ ગુણનિધાનછે.સકલ એટલે નવ ગુણ અને આ નવ ગુણ જેનામાં પણ પૂરેપૂરા સાચા ઉતરે એ મંગલમૂર્તિ છે.હનુમાનમાં અભય, અજર,અમર,વિશ્વાસ,વૈરાગ્ય,જ્ઞાન સેવા અનન્ય ભાવ આ નવ ન હોય તો નવ એટલે કે તાજા રહેવું એ પણ ગુણ છે.
