Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શ્રી ધામ બરસાનામાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથામાં શ્રી માતાજી ગૌશાળા માટે અઢળક દાન

મનોરથી પરિવાર દ્વારા રૂપિયા ૫ કરોડ ૪ લાખ અને શ્રી મોરારિબાપુચિત્રકુટધામ દ્વારા રૂપિયા ૫ લાખ દાન

તલગાજરડા | ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫: શ્રી ધામ બરસાનામાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથામાં શ્રી માતાજી ગૌશાળા માટે અઢળક દાન પ્રાપ્ત થઈ રહ્યું છે. મનોરથી સંઘવી પરિવાર દ્વારા રૂપિયા ૫ કરોડ ૪ લાખ અને શ્રી મોરારિબાપુચિત્રકુટધામતલગાજરડા દ્વારા રૂપિયા ૫ લાખ દાન થયેલ છે.

મથુરા પાસેના શ્રી ધામ બરસાનામાં શ્રી માતાજીગૌશાળા સેવાર્થે ગત શનિવારથી શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા’માનસ ગૌસુકત’ ગાન થઈ રહ્યું છે. શ્રી રમેશબાબાજી મહારાજ આ ગૌશાળાનાં પ્રતિષ્ઠાપક રહ્યાં છે, જ્યાં ૬૫ હજારથી વધુ ગૌધનનું સેવા કાર્ય થઈ રહ્યું છે.

શ્રી મોરારિબાપુ દ્વારા થતી રામકથા ગાન માત્ર ક્રિયાકાંડ ન બને તે કાયમી હેતુ રહ્યો છે, ત્યારે અહીંની રામકથા ગૌ સેવા હેતુ રહેલી છે. અહીંયા મનોરથી શ્રી હરેશભાઈ સંઘવી પરિવાર દ્વારા રૂપિયા ૫ કરોડ ૪ લાખ અને શ્રી મોરારિબાપુ ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા રૂપિયા ૫ લાખ દાન થયેલ છે. ઉલ્લેખનીય છે કે, શ્રી મોરારિબાપુ કોઈ પણ ઉપક્રમ કે વ્યાસપીઠ સંબંધી ટહેલ હોય શ્રી ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા તુલસીપત્ર ભાવ સાથે સહયોગી બનતાં જ રહ્યાં છે. આ રામકથામાં શ્રી માતાજીગૌશાળા માટે અઢળક દાન પ્રાપ્ત થઈ રહ્યું છે.

Related posts

પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ઉત્તર પ્રદેશના નિર્માણાધીન ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટ પર 24 કલાકમાં રોડ નિર્માણ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

truthofbharat

સુરતમાં 8 ઑક્ટોબરે ‘પ્રવાસી રાજસ્થાની મીટ’નું આયોજન

truthofbharat

કૃષિ ક્ષેત્રમાં યોગદાન આપવા બદલ ગુજરાતનાં નીતા કાનાણીનું પેપ્સિકો ઇન્ડિયાના ‘વોઇસિસ ઓફ હાર્વેસ્ટ એવોર્ડ્સ 2025’માં સન્માન

truthofbharat