Truth of Bharat
ગુજરાતગુજરાત સરકારબિઝનેસભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

માઇક્રોને ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન કર્યું

ગુજરાતના સાણંદમાં અદ્યતન સુવિધા માઇક્રોનની વૈશ્વિક ઉપસ્થિતિનું વિસ્તરણ છે તથા ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને આગળ ધપાવે છે 

સાણંદ, ભારત | ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ — માઇક્રોન ટેક્નોલોજી, ઇન્ક. (NASDAQ: MU)એ આજે ગુજરાતના સાણંદમાં તેની સેમિકન્ડક્ટર અને ટેસ્ટ સુવિધાનું ભવ્ય ઉદઘાટન કર્યું હતું. આ અત્યાધુનિક સુવિધા માઇક્રોનના વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ નેટવર્કમાંથી એડવાન્સ્ડ DRAM અને NAND વેફર્સને ફિનિશ્ડ મેમરી અને સ્ટોરેજ પ્રોડક્ટ્સમાં પરિવર્તિત કરે છે. એકવાર સંપૂર્ણપણે રેમ્પ થઇ ગયા બાદ માઇક્રોનની સાણંદ ખાતેની કામગીરીના પ્રથમ તબક્કામાં 500,000 ચોરસફૂટથી વધુ ક્લિનરૂમ સ્પેસ રહેશે, જે વિશ્વમાં સૌથી મોટા સિંગલ-ફ્લોર એસેમ્બલી અને ટેસ્ટ ક્લિનરૂમ પૈકીનું એક બની જશે. આ સાઇટ વિશ્વભરના ગ્રાહકોને એઆઇથી સંચાલિત મેમરી અને સ્ટોરેજની વધતી વૈશ્વિક માગને પૂર્ણ કરવા માટે સેવા પ્રદાન કરે છે.

આ સુવિધામાં માઇક્રોન અને તેના સરકારી ભાગીદારોનું સંયુક્ત અંદાજે 2.75 બિલિયન યુએસ ડોલરનું રોકાણ છે, જે ભારતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષમતાઓને આગળ ધપાવે છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રેલવે, કમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, ભારતમાં યુએસના રાજદૂત સર્જિયો ગોર, સરકારના અધિકારીઓ અને મહેમાનો સહિત માઇક્રોનના ચેરમેન, પ્રેસિડેન્ટ અને સીઇઓ સંજય મેહરોત્રા અને અન્ય એક્ઝિક્યુટિવ્ઝ ઉદઘાટન સમારોહના સાક્ષી બન્યાં હતાં.

માઇક્રોન ટેક્નોલોજીના ચેરમેન, પ્રેસિડેન્ટ અને સીઇઓ સંજય મેહરોત્રાએ જણાવ્યું હતું કે, “માઇક્રોન અને ભારતની વિકસતી સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી માટે આજે ગર્વની ક્ષણ છે. આ સુવિધા દેશમાં પ્રથમ એસેમ્બલી અને ટેસ્ટ સાઇટ છે, જે ટકાઉ ઇકોસિસ્ટમની રચના કરવામાં મદદરૂપ બને છે તેમજ વૈશ્વિક એઆઇ ઇકોનોમીને મજબૂતાઇ પ્રદાન કરે છે.અમે ભારત સરકાર, ગુજરાત સરકાર અને તમામ ભાગીદારોના આભારી છઈએ કે જેમણે આ સિદ્ધિ હાંસલ કરવામાં મજબૂત સહયોગ આપ્યો છે.”

સાણંદ સાઇટ ISO 9001:2015 સર્ટિફાઇડ છે અને તેમાં કમર્શિયલ ઉત્પાદન શરૂ થઇ ગયું છે. સાઇટના ભવ્ય ઉદઘાટન પ્રસંગે માઇક્રોને મેડ ઇન ઇન્ડિયા મેમરી મોડ્યુલનું પ્રથમ શિપમેન્ટ ડેલ ટેક્નોલોજીસને તેના મેડ ઇન ઇન્ડિયા ફોર ઇન્ડિયા લેપટોપ્સ માટે આપ્યું હતું. માઇક્રોનને આશા છે કે વર્ષ 2026માં સાણંદમાં લાખો ચિપ્સ એસેમ્બલ અને ટેસ્ટ કરાશે તથા વર્ષ 2027માં તે વધીને કરોડો થઇ જશે. ભારતમાં કન્વેન્શનલ એસેમ્બલી અને ટેસ્ટ કામગીરીના વિસ્તરણ અમેરિકામાં એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને પેકેજિંગ ક્ષમતાઓના માઇક્રોનના આયોજિત ડેવલપમેન્ટને પૂર્ણ કરે છે તથા કંપનીના વૈશ્વિક એસેમ્બલી અને ટેસ્ટ નેટવર્કને મજબૂત કરે છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર સુવિધાનું ઉદઘાટન ઐતિહાસિક બાબત છે કારણકે ભારતે તેના પ્રથમ કમર્શિયલ સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન શરૂ કર્યું છે. આ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ વિશ્વસનીય, મજબૂત અને આત્મ-નિર્ભર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમની રચના કરવાની દિશામાં એક નિર્ણયક પગલું છે. ભારત હવે ચિપ્સના ગ્રાહક બનવાથી લઇને સેમિકન્ડક્ટર ઉત્પાદન અને ઇનોવેશન માટે વૈશ્વિક કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે.”

માઇક્રોન ભારતમાં તેની કામગીરીના સપોર્ટ માટે નેક્સ્ટ જનરેશન સેમિકન્ડક્ટર ટેલેન્ટની રચના કરી રહ્યું છે. પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી (પીડીઇયુ), નેમટેક, દેશની અગ્રણી યુનિવર્સિટીઝ સાથેની ભાગીદારી તેમજ સરકાર દ્વારા પ્રાયોજિત સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા માઇક્રોન એસટીઇએમ શિક્ષણ, સ્પેશિયલાઇઝ્ડ ટ્રેનિંગ, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ ભૂમિકા અને સામુદાયિક પહેલો માટે કામદારોની સજ્જતા તથા ડિજિટલ અને એઆઇ સાક્ષરતા પ્રોગ્રામને સપોર્ટ કરી રહ્યું છે.

માઈક્રોન કંપનીના સસ્ટેનેબિલિટી લક્ષ્યો,સખ્ત આરોગ્ય અને સલામતી ધોરણો તેમજઘરેલુ અને વૈશ્વિક પર્યાવરણીય પ્રતિબદ્ધતાઓ અનુસાર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું નિર્માણ અને સંચાલન કરી રહ્યું છે. આ સુવિધા લીડરશીપ ઇન એનર્જી એન્ડ એન્વાયર્નમેન્ટલ ડિઝાઇન (એલઇઇડી)ગોલ્ડ સ્ટાન્ડર્ડ્સને પૂર્ણ કરવા અથવા તેનાથી વધુ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. વધુમાં આસુવિધા ઝિરો લિક્વિડ ડિસ્ચાર્જ સક્ષમ કરવા માટે અદ્યતન પાણી-બચત તકનીકોનો ઉપયોગ કરે છે.

Related posts

ગાંધીનગર, ગુજરાતના યુવાનો રસ્તાના વર્તન બદલવામાં આગેવાની લઈ રહ્યા છે

truthofbharat

હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઈન્ડિયા દ્વારા નવસારી, ગુજરાતમાં માર્ગ સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

truthofbharat

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (AESL) દ્વારા ગુજરાતમાં વિસ્તરણ – NEET અને JEEના આશાસ્પદ વિદ્યાર્થીઓ માટે એક્સક્લૂસિવ ગુજરાતી YouTube ચેનલનો પ્રારંભ

truthofbharat

Leave a Comment