Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારતમાં લોકપ્રિય પર્સનલ કેર બ્રાન્ડ્સની ઉપલબ્ધતા વધારવા માટે મીશો મોલ પી એન્ડ જી, એચયુએલ અને હિમાલય જેવી મોટી કંપનીઓ સાથે ભાગીદારી કરે છે

બેંગલુરુ ૩ જૂન ૨૦૨૫: મીશોએ તેના પર્સનલ કેર પ્રોડક્ટ્સની શ્રેણીને વિસ્તૃત કરવા માટે વિશ્વ વિખ્યાત પર્સનલ કેર કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. હવે ગ્રાહકો મીશો મોલ પર તેમના મનપસંદ બ્યુટી અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ સરળતાથી શોધી શકશે. પ્રોક્ટર એન્ડ ગેમ્બલ ઇન્ડિયા (પી એન્ડ જી ઇન્ડિયા) ના પેમ્પર્સ, વ્હિસ્પર, હેડ એન્ડ શોલ્ડર્સ, પેન્ટીન અને જીલેટ જેવી બ્રાન્ડ્સ અને હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (એચયુએલ) ના પોન્ડ્સ, ડવ, વેસેલિન, એલે 18, સનસિલ્ક, ક્લિનિક પ્લસ, ઇન્દુલેખા, પીઅર્સ, લક્સ અને ટ્રેસેમે જેવી બ્રાન્ડ્સ અને હિમાલય બ્રાન્ડના ઉત્પાદનો મીશો મોલ પરથી ઘરે બેઠા ઓર્ડર કરી શકાય છે.

મીશો સાથેની આ ભાગીદારી લાખો ભારતીય ગ્રાહકોના બદલાતા વર્તન અને પર્સનલ કેર માટેની તેમની વધતી માંગને પૂર્ણ કરશે.

પર્સનલ કેર હવે ખાસ પ્રસંગો સુધી મર્યાદિત નથી. વારાણસીથી રાયપુર અને મદુરાઈથી જોધપુર સુધી, તે ગ્રાહકોના રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે. ફેસ વોશ, લિપસ્ટિક, બેબી ડાયપર અને સેનિટરી પેડ્સ વગેરે જેવી દૈનિક ઉપયોગની વસ્તુઓ માટે પર્સનલ કેર બ્રાન્ડ્સની માંગ વધી છે. આ વધતી માંગને પહોંચી વળવા માટે, મીશો મોલ પર હવે વિશ્વસનીય અને સારી ગુણવત્તાવાળી બ્રાન્ડ્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ થશે.

મીશો અને પ્રોક્ટર એન્ડ ગેમ્બલ ઇન્ડિયા (પી એન્ડ જી ઇન્ડિયા), હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (એચયુએલ) અને હિમાલય સાથે મજબૂત ભાગીદારી સાથે, આ બ્રાન્ડ્સ હવે ભારતના ડિજિટલ-ફર્સ્ટ ગ્રાહકો સુધી પહોંચવા માટે તૈયાર છે. આ બ્રાન્ડ્સ ટાયર-2 અને તેનાથી આગળના શહેરોમાં મીશોના વિશાળ નેટવર્ક દ્વારા વિશ્વસનીય પર્સનલ કેર પ્રોડક્ટ્સની વધતી માંગને પૂર્ણ કરશે.

Related posts

અમદાવાદ પ્રથમ વખત ભારતના ટોચના 10 ક્રિપ્ટો શહેરોમાં સામેલ થયું: કોઇનસ્વિચ Q3 રિપોર્ટ

truthofbharat

FIA USA એ અમદાવાદમાં “જોય ઓફ ગિવિંગ” લોન્ચ કર્યું ; દિવ્યાંગ બાળકોને 100 વ્હીલચેરનું દાન કર્યું

truthofbharat

આર્નવ ફેશન્સના શેરોએ મજબૂત Q3 પરિણામો બાદ 52-સપ્તાહની નવી ઊંચાઈ સ્પર્શી

truthofbharat