ભવિષ્યવાદી અને આકર્ષક ડિઝાઇન । સંપૂર્ણ સુરક્ષા । આનંદદાયક આરામ અને સુવિધા । બહુમુખી પાવરટ્રેઇન્સ
- નવી મારુતિ સુઝુકી વિક્ટોરિસ નવા યુગની વિશેષતાઓથી સજ્જ છે, જે તમને “ગોટ ઈટ અલ”જેવો અનુભવ
આપે છે
⇒ “થિએટર ઓન વ્હીલ્સ” ઇફેક્ટ 8-સ્પીકર પ્રિમિયમ સાઉન્ડ અનુભવ ડોલ્બી એટમ્સ 5.1 સરાઉન્ડ સાઉન્ડની સાથે સંકલિત ઇન્ફિનિટી બાય હર્મન,
⇒ 10.1” (25.65 સેમી) સ્માર્ટપ્લે પ્રો એક્સ ટચનસ્ક્રીન ઇન્ફોટેઇન્મેન્ટ સિસ્ટમ, જેમાં ઓટીએ અપડેટ્સની સાથે એપ સ્ટોરમાંથી ઇન-બિલ્ટ એપ્સ, એલેક્સા ઓટો વોઇસ એઆઇ સાથે 35થી વધુ વિશેષતાઓ,
⇒ સ્માર્ટ પાવર્ડ ટેલગેટસાથેજેસ્ચર કન્ટ્રોલ
⇒ 64-કલર કસ્ટમાઇઝેબલ એમ્બિએન્ટ લાઇટિંગ,
⇒ એસ-સીએનજી ટેકનોલોજી માટે અન્ડરબોડી સીએનજી ફ્યુઅલ ટાંકી ડિઝાઇન, જેમાં બુટ સ્પેસ સાથે કોઇ સમાધાન નહીં.
- લેવલ 2 એડીએએસ, 6 એરબેગ્સ, હાઇ-ડેફિનેશન 11 વ્યુ ધરાવતો 360 વ્યુ કેમેરા અને ઘણા બધાની સાથે સંપૂર્ણ સુરક્ષા.
- ઇકોલ અને 60થી વધુ વિશેષતાઓ સાથે આગામી પેઢીના સુઝુકી કનેક્ટ ટેલિમેટિક્સ.
- બહુમુખી પાવરટ્રેઇન વિકલ્પો –ઇવી મોડની સાથે સ્ટ્રોંગહાઇબ્રિડ, ઓલગ્રિપ સિલેક્ટ (4x4), સ્માર્ટ હાઇબ્રિડની સાથે 1.5 લિટર કે15સી પેટ્રોલ એન્જિન.
- આધુનિક, આકર્ષક અને પ્રગતિશીલ એસયુવી, જેમાં યુવા ભારતીય માટે આકર્ષક ડિઝાઇન, શ્રેષ્ઠ ઇન્ટિરિયર્સ અને “બધુ જ છે” જેવી વિશેષતાઓ રહેલી છે.
નવી દિલ્હી | 03 સપ્ટેમ્બર 2025: ભારતીય એસયુવી સેગમેન્ટને પુનઃવ્યાખ્યાયિત કરતીને મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (એમએસઆઇએલ)એ આજે પોતાની નવી એસયુવી વિક્ટોરિસ લોન્ચ કરી હતી. નવા ધોરણો સ્થાપિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલી વિક્ટોરિસ હાઇપર-કનેક્ટેડ ટેકનિક, સંપૂર્ણ સુરક્ષા,ભવિષ્યવાદી અને આકર્ષક ડિઝાઇન, અને રોમાંચક પ્રદર્શનનું શ્રેષ્ઠ મિશ્રણ છે, જે એક એવી એસયુવી પૂરી પાડે છે, જેમાં “બધું જ છે”. સ્ટ્રોંગ હાઇબ્રિડ, ઓલગ્રિપ સિલેક્ટ (4×4), પર્યાવરણને અનુકૂળ એસ-સીએનજી ટેકનિક અને સેગમેન્ટ-ફર્સ્ટ અંડરબોડી ટેંક ડિઝાઇનની સાથે પેટ્રોલમાં પણ ઉપલબ્ધ વિક્ટોરિસ આજના ગતિશીલ યુવાને અનુરૂપ પાવરટ્રેઇન સિસ્ટમની એક વ્યાપક શ્રેણી ઓફર કરે છે. ગ્રાહક પોતાની નવી વિક્ટોરિસને રૂ. 11,000માં બુક કરી શકે છે.
વિક્ટોરિસ રજૂ કરતા મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ શ્રીમાન હિસાશી તાકેઉચીએ જણાવ્યું હતું કે “નવા યુગના ભારતીય યુવા, પ્રવાસ કરનારા, વધુ પડતા જોડાયેલા, સામાજિક રીતે જાગૃત્ત, ટેકનોલોજીની દૃષ્ટિએ પ્રગતિશીલ અને પર્યાવરણ માટે સંવેદનશીલ છે. આવા ગ્રાહકોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે અમારી નવી એસયુવી વિક્ટોરિસમાં “બધું જ છે” જરૂરી હતું. વિક્ટોરિસ એક લેટિન શબ્દ છે, જેનો અર્થ ‘વિજેત‘ થાય છે. અમને વિશ્વાસ છે કે ઉચ્ચ ટેકનિક, આકર્ષક ડિઝાઇન, બૌદ્ધિક અને જોડાયેલી વિશેષતાઓ, 5-સ્ટાર સ્તરની સુરક્ષા અને પર્યાવરણને અનુકૂળ ઘણા પાવરટ્રેઇનની સાથે વિક્ટોરિસ ભારતમાં લોકોનું હૃદય જીતી લેશે. વિક્ટોરિસની સાથે અમે અમારા એસયુવી પોર્ટફોલિયો અને અમારી એકંદર બજાર હિસ્સેદારીને મજબૂત કરી રહ્યા છીએ.”
| ગ્રાહકો માટે બુકિંગના વિકલ્પોઃ
નવી વિક્ટોરિસ રબ. 11,000ની આરંભિક ચુકવણીની સાથે બુક કરાવી શકાય છે. · https://www.marutisuzuki.com/arenaપર લોગિન કરીને · અથવા તમારી નજીકના મારુતિ સુઝુકી એરેના શોરૂમની મુલાકાત લઈને |
લોન્ચ અંગે મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના માર્કેટિંગ અને સેલ્સના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રીમાન પાર્થો બેનર્જીએ જણાવ્યું હતું કે, “મારુતિ સુઝુકી ખાતે, અમે હંમેશાં અમારા ગ્રાહકોને સાંભળીએ છીએ. આજે યુવા અને ગતિશીલ દર્શકો કોઇ પણ કારને પોતાની ઓળખનું પ્રતિબિંબ માને છે –જેમ કે ઉર્જાસભર, સંકલિત, આત્મવિવાસું અને હંમેશાં આગળ વધનારા. અમે અમારી ડિઝાઇન અને એન્જિનિયરિંગ ટીમોને નવી ‘વિક્ટોરિસ માટે આ જ માહિતી આપી હતી. એસયુવી આજે સૌથી પસંદગીનું સેગમેન્ટ બન્યું છે, પરંતુ એસયુવી ખરીદનારા વિકસિત થયા છે. યુવા ગ્રાહકોની આ નવી પેઢી મહત્ત્વકાંક્ષી, હાઇપરકનેક્ટેડ અને અનુભવાત્મક જીવનને મહત્ત્વ આપે છે. નવી વિક્ટોરિસ આ પરિવર્તન માટેનો ણારો ઉત્તર છે – ડિઝાઇન, ટેક અને બહુમખી પ્રતિભાનું પ્રગતિશીલ મિશ્રણ. તેને ખરા એસયુવી ડીએનએની સાથે ડિઝાઇન કરવામાં આવી છે અને આ આજની ઓટોમોબાઇલના અનુભવ માટે એક નવું ધોરણ સ્થાપિત કરે છે. વિક્ટોરિસની સાથે અમે માત્ર એક નવી અન્ય એસયુવી લોન્ચ નથી કરી રહ્યા, પરંતુ અમે ડ્રાઇવિંગ માટે “બધું જ છે” ધરાવતા એક નવા પરિમાણની ઉજવણી કરી રહ્યા છીએ.”
