Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહોટેલ અને રિસોર્ટ

મેરિયટ ઈન્ટરનેશનલ દ્વારા નવી પ્રાદેશિક કલેકશન બ્રાન્ડ ‘સિરીઝ બાય મેરિયટ™ના વૈશ્વિક લોન્ચની ઘોષણા

કંપની સિરીઝ બાય મેરિયટ સાથે ફર્ન બ્રાન્ડ્સને સંલગ્નિત કરવા માટે ભારતમાં કોન્સેપ્ટ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડ સાથે સ્થાપના સોદા પર સહીસિક્કા કરે છે

ભારત ૨૨ મે ૨૦૨૫: મેરિયટ ઈન્ટરનેશનલ ઈન્ક. (Nasdaq: MAR)એ દુનિયાભરમાં તેની લોજિંગ ઓફરો વિસ્તારવાનું ચાલુ રાખ્યું છે ત્યારે મિડસ્કેલ અને અપસ્કેલ લોજિંગ સેગમેન્ટ્સ માટે તેની નવી કલેકશન બ્રાન્ડ સિરીઝ બાય મેરિયટ™ના વૈશ્વિક લોન્ચની આજે ઘોષણા કરી હતી. સિરીઝ બાય મેરિયટ મેરિયટ બોન્વોયના પોર્ટફોલિયોમાં એકધારી ગુણવત્તા અને સેવાના કાજ માટે પ્રયત્નશીલ ઉત્તમ સ્થાપિત પ્રાદેશિત સ્તરે નિર્મિત બ્રાન્ડ્સ અને હોટેલ્સ લાવીને મેરિયટની વૈશ્વિક હાજરી વિસ્તારવાની ધારણા છે. સિરીઝ બાય મેરિયટ મહેમાનોને વધુ સ્થળે આરામદાયક મુકામ અને પ્રાદેશિક માલિકોને તેમના પોર્ટફોલિયોની સ્વતંત્ર ઓળખ જાળવી રાખીને કંપનીના એવોર્ડ વિજેતા મેરિયટ બોન્વોય લોયલ્ટી પ્રોગ્રામ સહિત મેરિયટનાં મંચોના લાભોને પહોંચ પૂરી પાડશે.

સિરીઝ બાય મેરિયટ એ મેરિયટ માટે મુખ્ય વૃદ્ધિની બજાર ભારતમાં કોન્સેપ્ટ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડ (સીએચપીએલ) સાથે સ્થાપક સોદા થકી આરંભિક લોન્ચ છે. 1996માં પરમ કન્નમપિલ્લી દ્વારા સ્થાપિત સીએચપીએલ 90 સ્થળે છ બ્રાન્ડ્સ અને લગભગ 100થી વધુ હોટેલોના પોર્ટફોલિયો સાથે ભારતની અગ્રણી હોટેલ મેનેજમેન્ટ કંપનીમાંથી એક છે. સીએચપીએલ અને મેરિયટ વચ્ચે વ્યૂહાત્મક કરાર હેઠળ સીએચપીએલની ફ્લેગશિપ બ્રાન્ડ્સ- ધ ધર્મ, ધ ફર્મ રેસિડેન્સી અને ધ ફર્ન હેબિટાટ ભારતભરમાં ખાસ આધાર પર સિરીઝ બાય મેરિયટ સાથે સંલગ્નિત રહેશે અને મેરિયટ સીએચપીએલમાં નાનું ઈક્વિટી રોકાણ કરશે. ધ ફર્ન પોર્ટફોલિયો હાલમાં કુલ 115 પ્રોપર્ટી અને આશરે 8000 રૂમ સાથે 84 ઓપન પ્રોપર્ટી અને 31 અમલ કરાયેલી પાઈપલાઈન ડીલ્સનો સમાવેશ થાય છે. ફર્ન પ્રોપર્ટીઝ થર્ડ પાર્ટી હોટેલ માલિકો સાથે ચર્ચા અને તે માલિકો સાથે લાંબા ગાળાના ફ્રેન્ચાઈઝ કરારની અમલબજાવણી પછી સમયાંતરે ભારતમાં મેરિયટના પોર્ટફોલિયોમાં જોડાવાની અપેક્ષા છે. બહુરાષ્ટ્રીય સમૂહ સીજી કોર્પ ગ્લોબલનો ‌હોસ્પિટાલિટી વિભાગ સીજી હોસ્પિટાલિટી સીએચપીએલમાં મુખ્ય હિસ્સાધારક છે.

“સિરીઝ બાય મેરિયટ મૂળભૂત જરૂરતો ઉત્તમ રીતે ઉપલબ્ધ કરવા સાથે યોગ્ય કિંમતે યોગ્ય સ્થળે લોજિંગ ઓફર પ્રદાન કરવાની મેરિયટની કટિબદ્ધતા પર વધુ ભાર આપે છે,’’ એમ મેરિયટ ઈન્ટરનેશનલના પ્રેસિડેન્ટ અને સીઈઓ એન્થની કેપુઆનોએ જણાવ્યું હતું. ‘‘નવી, પ્રાદેશિક કલેકશન બ્રાન્ડ નિર્માણ કરવાથી મેરિયટની મૂલ્ય સતર્ક પ્રવાસીઓમાં પહોંચ ઓર વધીને અમારા મોજૂદ મેરિયટ બોન્વોય અને મહેમાનોને વધુ પસંદગીઓ આપશ અને સ્થાનિક માલિકો માટે વધુ સંલગ્નિતતા તકો આપશે.’’

“અમે સીએચપીએલ સાથે અમારા સ્થાપના સોદા થકી સિરીઝ બાય મેરિયટ લોન્ચ કરવા માટે ભારે રોમાંચિત છીએ. આ સોદો કંપની માટે મુખ્ય બજાર ભારતમાં મેરિયટના અવ્વલ સ્થાનને અર્થપૂર્ણ રીતે વિસ્તારવામાં મદદ કરશે. અમે દુનિયાભરમાં વધારાની બજારોમાં સિરીઝ બાય મેરિયટ કલેકશનની વૃદ્ધિ વધારવા જોઈ રહ્યા છીએ ત્યારે મજબૂત પાયો તરીકે આ મલ્ટી- યુનિટ કન્વર્ઝન ડીલ તરીકે જોઈ રહ્યા છીએ. ભારતમાં ફર્ન પોર્ટફોલિયોની સારી નામના છે અને સંચાલન ઉત્કૃષ્ટતા પ્રત્યે સીએચપીએલની કટિબદ્ધતા અને પ્રાદેશિક પ્રવાસીઓની જરૂરતોને પહોંચી વળવું તે સિરીઝ બાય મેરિયટ બ્રાન્ડનો જોશ દર્શાવે છે,’’ એમ કેપુઆનોએ જણાવ્યું હતું.

“ભારત મેરિયટની સૌથી ગતિશીલ અને વ્યૂહાત્મક બજારમાંથી એક છે, જે તેને સિરીઝ બાય મેરિયટ માટે આદર્શ લોન્ચ પેડ બનાવે છે,’’ એમ મેરિયટ ઈન્ટરનેશનલના ચીનને બાદ કરતાં એશિયા પેસિફિકના પ્રેસિડેન્ટ રાજીવ મેનને જણાવ્યું હતું. ‘‘સીએચપીએલ સાથે અમારો સ્થાપના સોદો પ્રાદેશિક પ્રવાસીઓ સાથે સુમેળ સાધતી વિશ્વસનીય સ્થાનિક બ્રાન્ડ સાથે હેતુપૂર્ણ રીતે અમારો સ્તર વધારવામાં અમન મદદ થશે. આ જોડાણ સીએચપીએલના ઘેરા બજાર જ્ઞાનને મેરિયટના વૈશ્વિક મંચ સાથે જોડે છે, જે ગુણવત્તાયુક્ત હોસ્પિટાલિટીને પહોંચ વધારે છે અને દેશમાં મજબૂત વૃદ્ધિની સંભાવના ઉજાગર કરે છે. ભારતમાં સિરીઝ બાય મેરિયટનું લોન્ચ અમારી લાંબા ગાળાની વૃદ્ધિની વ્યૂહરચનામાં પ્રદેશની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પ્રદર્શિત કરે છે.’’

“સીએચપીએલમાં અમારા બહુમતી હિસ્સા થકી અમે ધ ફર્ન બ્રાન્ડને ભારતમાં પર્યાવરણ સંવેદનશીલ, ઉચ્ચ ગુણવત્તાની હોસ્પિટાલિટી માટે સ્ટાન્ડર્ડ- બેરર તરીકે પોષી છે. સિરીઝ બાય મેરિયટનો હિસ્સો બનવાથી અમે અમારી પહોંચ વધારી શકીશું. ધ ફર્ન બ્રાન્ડને મેરિયટ બોન્વોય લોયલ્ટી પ્રોગ્રામ અને વૈશ્વિક વિતરણ પ્રણાલીમાંથી લાભ મળવા સાથે વ્યૂહાત્મક વૃદ્ધિની તકોમાંથી પણ લાભ મળવાની ધારણા છે,’’ એમ સીજી કોર્પ ગ્લોબલના ચેરમેન ડો. બિનોદ ચૌધરીએ જણાવ્યું હતું.

“અમે ભારતના મિડસ્કેલ સેગમેન્ટમાં વૃદ્ધિના નવા યુગને પ્રેરિત કરવામાં દુનિયાની સૌથી વિશાળ હોસ્પિટાલિટી કંપની સાથે ભાગીદારી કરવા માટે રોમાંચિત છીએ. અમારો ધ્યેય ટિયર 2 અને ટિયર 3 શહેરોની અને સમૃદ્ધ, વારસારૂપ અને તકોમાં સમૃદ્ધ ભારતનાં ઓછાં જ્ઞાત સ્થળોની ભરપૂર સંભાવનાઓ ઉજાગર કરવાનો છે. આ વ્યૂહાત્મક જોડાણ ગુણવત્તાયુક્ત હોસ્પિટાલિટીને પહોંચ વિસ્તારવા, સ્થાનિક અર્થવ્યવસ્થાઓ ફૂલેફાલે અને ઊભરતી બજારમાં સક્ષમ, આરામદાયક અને પહોંચક્ષમ મુકામ માટે વધતી માગણીને પહોંચી વળવા માટે અમારી કટિબદ્ધતા અધોરેખિત કરે છે,’’ એમ કોન્સેપ્ટ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન પરમ કન્નમપિલ્લીએ જણાવ્યું હતું.

શ્રેણીબદ્ધ હોટેલોઃ પ્રાદેશિક નિર્મિત, વૈશ્વિક જોડાણ
સિરીઝ બાય મેરિયટ ફંડામેન્ટલ્સ અને ઉત્તમ અમલ કરાતા બેઝિક્સ પર એકાગ્રતા સાથે પ્રવાસીઓ માટે સરળ અને અભિગમક્ષમ અનુભવ પ્રદાન કરવા માટે તૈયાર કરાઈ છે. પોર્ટફોલિયોમાં હોટેલો સ્વચ્છ, આરામદાયક રૂમો, ફ્રી વાયફાય, રોજ કોફી અથવા ચા, બ્રેકફાસ્ટ, ફિટનેસ સેન્ટર અને અમુક પ્રોપર્ટી ખાતે ઉપલબ્ધ મિટિંગ તથા ઈવેન્ટની જગ્યાઓ સાથે ગુણવત્તા અને મૂલ્ય પ્રદાન કરે છે. હોટેલો સુરક્ષા અને સ્વચ્છતા માટે મેરિયટના વૈશ્વિક ધોરણો પ્રદાન કરવા સાથે તેઓ સેવા આપે તે પ્રદેશો અન ગ્રાહકો પ્રદર્શિત કરે છે. મેરિયટ બોન્વોય લોયલ્ટી પ્રોગ્રામના ભાગરૂપે સભ્યો સિરીઝ બાય મેરિયટ ખાતે મુકામ કરે તેઓ પોઈન્ટ્સ કમાણી અને રિડીમ કરી શકે અને સભ્યના લાભો માણી શકે છે.

માલિકી માટે વૈશ્વિક વૃદ્ધિની તકો
સિરીઝ બાય મેરિયટ ઉદ્યોગ અવ્વલ મહેસૂલ નિર્મિતી ક્ષમતાઓ અને સંલગ્નિત ખર્ચ માળખાં સાથે મેરિયટ પોર્ટફોલિયોમાં મજબૂત, પ્રાદેશિક સુસંગત બ્રાન્ડ્સ અને હોટેલો લાવવા માટે નિર્માણ કરાઈ છે. માલિકો વૈશ્વિક સ્તરે 237 મિલિયન સભ્યો સાથે મેરિયટનો એવોર્ડ વિડેતા મેરિયટ બોન્વોય લોયલ્ટી પ્રોગ્રામ અને ડાયરેક્ટ બુકિંગ્સ ઊપજાવવા માટે Marriott.com અને મેરિયટ બોન્વોય મોબાઈલ એપની શક્તિનો લાભ લેવા સાથે તેમના પોર્ટફોલિયોની સ્વતંત્ર ઓશખ જાળવ રાખવાની ક્ષમતા ધરાવે છે.

સીએચપીએલ સાથે સ્થાપના સોદા ઉપરાંત મેરિયટ યુનાઈટેડ સ્ટેટ્સ, ધ કેરિબિયન અને લેટિન અમેરિકા, યુરોપ, મિડલ ઈસ્ટ અને આફ્રિકામાં માલિકો સાથે સિરીઝ બાય મેરિયટ બ્રાન્ડ વિશે સક્રિય ચર્ચા પણ કરી રહી છે.

સિરીઝ બાય મેરિયટ વિશે વધુ જાણકારી માટે ક્લિક કરો here.

Related posts

મહાદેવને જયજયકાર: થાંડેલ ના “નમો નમઃ શિવાય” ગીતનું અનાવરણ

truthofbharat

સલામતી પહેલાં: ભારતમાં સલામત ટ્રકિંગ માટે ટાટા મોટર્સનો વ્યાપક દ્રષ્ટિકોણ

truthofbharat

રોટરી ક્લબ ઓફ અમદાવાદ હેરિટેજ આયોજિત RBL 3.0 ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન

truthofbharat

Leave a Comment