અદ્યતન AI વ્યક્તિગતકરણ અને પુરસ્કાર વિજેતા ટેકનોલોજીને પ્રદર્શિત કરી રહી છે
નવી દિલ્હી | ૧૪ જુલાઈ ૨૦૨૫: LG ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા લિમિટેડે આજે તેના 2025 OLEDevo અને QNEDevo TV લાઇન-અપની જાહેરાત કરી હતી. આ નવા ટેલિવિઝન્સ LG’નીતાજેતરની આલ્ફા એઆઇ પ્રોસેસર જેન2થી સંચાલિત છે, જે વ્યક્તિગત અનુભવો અને વધુ સારા પિક્ચર, સાઉન્ડ અને ઇન્ટરેક્ટિવિટી પૂરા પાડે છે. આગામી સ્તરની AI સક્ષમતાઓ અને પુરસ્કાર વિજેતા પિક્ચર ટેકનોલોજીની રજૂઆતની સાથે 2025ની શ્રેણી LGના નવીનીકરણના વારસા પર નિર્માણ પામી છે, જે સ્માર્ટ TVના અનુભવને નવા ધોરણો સુધી લઈ જાય છે.
LG ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાના મિડિયા એન્ટરટેઇન્મેન્ટ સોલ્યુશન (MS)ના નિર્દેશક શ્રીમાન બ્રિયાન જંગે જણાવ્યું હતું કે“LG ખાતે અમે માનીએ છીએ કે ટેલિવિઝનનું ભવિષ્ય બૌદ્ધિકતાથી સંચાલિત વ્યક્તિગતકરણમાં રહેલું છે. અમારા 2025 OLEDevoઅનેQNEDevo લાઇન-અપની સાથે અમે માત્ર નવા TV રજૂ નથી કરી રહ્યા, પરંતુ અમે સ્માર્ટર સાથી રજૂ કરી રહ્યા છીએ, જે અમારા યુઝર્સને સમજે, તેમની પસંદગીઓને અનુકૂલિત કરે અને તેમના રોજિંદા અનુભવો વધારે. અપગ્રેડ કરેલા અમારા આલ્ફા AI પ્રોસેસર દ્વારા સમર્થિત આ નવી શ્રેણી નવીનીકરણ અને ગ્રાહક-કેન્દ્રિત ડિઝાઇનમાં અમારી વચનબદ્ધત્તાને પ્રતિબિંબિત કરે છે.”
કેન્દ્રમાં AI સંચાલિત વ્યક્તિગતકરણ
2025 OLEDevoઅનેQNEDevo TVનાં કેન્દ્ર ખાતે LGનું નવું અને વધુ સારું આલ્ફા AI પ્રોસેસર જેન2 રહેલું છે, જે દરેક યુઝર માટે વ્યક્તિગત અને સહજ અનુભવ પૂરો પાડે છે. આ નવા AI મેજિક રિમોટની સાથે શરૂ થાય છે, જે વોઇસ રેકગ્નિશન અને સહજ નેવિગેશન માટે સમર્પિત AI બટન ધરાવે છે. એક વખત પાવર ઓન થાય ત્યાર પછી ટીવી યુઝર્સનું ‘AI વેલકમ’ મારફતે વ્યક્તિગત રીતે અભિવાદન કરે છે, જ્યારે ‘AI વોઇસ ID’નો ઉપયોગ કરીને વ્યક્તિગત અવાજને ઓળકે છે, જે આપમેળે પ્રોફાઇલ્સને બદલે છે અને પસંદ કરેલા કન્ટેન્ટ સૂચનો પૂરા પાડે છે.
AI કન્સિઅર્જ જોવાની આદતોનું વિશ્લેષણ કરીને વધુ સારા ઇન્ટેલિજન્ટ કન્ટેન્ટ ભલામણો અને સંબંધિત કીવર્ડ્સ પૂરા પાડીને વ્યક્તિગતકરણને વધુ આગળ લઈ જાય છે, જ્યારે શક્તિશાળી લાર્જ લેંગ્વેજ મોડલ (LLM)દ્વારા સમર્થિત AI સર્ચ સંવાદના પ્રશ્નોને સમજે છે અને યુઝરના ઇરાદાને ઉજાગર કરે છે. AIચેબોટ યુઝરની સંભવિત સમસ્યાઓને ઓળકે છે અને સમયસર અસરકારક ઉકેલો આપે છે. દરમિયાન, AIપિક્ચર વિઝાર્ડ અને AIસાઉન્ડ વિઝાર્ડ વિભિન્ન યુઝરના પિક્ચર અને સાઉન્ડ સેટિંગ્સ ડેટાનું વિશ્લેષણનો ઉપયોગ કરે છે અને દરેક યુઝરને સંપૂર્ણ રીતે અનુકૂલિત દૃશ્યો માટે અનુકૂલિત પિક્ચર અને ઓડિયો મોડ્સ સેટ અપ કરવામાં સહાય કરે છે.
પિક્ચર અને સાઉન્ડ ઉત્કૃષ્ઠતાઃ OLED evoસિરિઝ
LGનીનવી OLEDevoશ્રેણી અપગ્રેડ થયેલા બ્રાઇટનેસ બુસ્ટર અલ્ટિમેટથી સુસજ્જ છે, જે અમારા પરંપરાગત OLEDનીતુલનામાં બ્રાઇટનેસ સુધારવા માટે લાઇટ કન્ટ્રોલ આર્કિટેક્ચર અને બુસ્ટિંગ એલ્ગોરિઝમને વિસ્તૃત્ત કરે છે. આ પિક્ચરની સ્પષ્ટતાને સુધારવામાં સહાય કરે છે અને આસપાસની પ્રકાશની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના જિવંત રંગો પૂરા પાડે છે.
નવી આલ્ફા 11 AIપ્રોસેસર જેન2થી સુસજ્જ આ TVપિક્સલ-લેવલ ચોક્કસાઇની સાથે ઓછા રિઝોલ્યુશન કન્ટેન્ટનું વિશ્લેષણ અને સ્કેલિંગ કરીને શાર્પ, વધુ પ્રાકૃત્તિક વિઝ્યુઅલ્સ ઓફર કરે છે. ડાયનામિક ટોન મેપિંગ પ્રો HDR10કન્ટેન્ટને વધુ રિફાઇન કરે છે, જે વ્યાવસાયિક ક્રિએટર્સ અને જિજ્ઞાસુઓને વધુ ચોક્કસ ઇમેજ કન્ટ્રોલ આપે છે. આ વર્ષે રજૂ કરેલું સ્ટેન્ડઆઉટ ફિચર એમ્બિઅન્ટ લાઇટ કમ્પેન્સેશન સાથેનો ફિલ્મમેકર મોડ છે, જે ફિલ્મમેકરના ઇરાદાને ધ્યાનમાં રાખીને દૃશ્યના વાતાવરણની લાઇટિંગને આધારે પિક્ચર સેટિંગ્સને સમાયોજિત કરે છે. આ TVડોલ્બી વિઝન અને ડોલ્બી એટમ્સને પણ ટેકો આપે છે, જે આકર્ષક વિઝુઅલ્સ અને ઇમર્સિવ સાઉન્ડની સાથે સિનેમેટિક અનુભવ ઊભો કરે છે. OLED evo TVમાં ઉપલબ્ધAIસાઉન્ડ પ્રો ટેકનોલોજી વર્ચ્યુઅલ 11.1.2 સરાઉન્ડ સાઉન્ડ રચે છે અને બેકગ્રાઉન્ડ અવાજથી વોકલ્સને અલગ કરીને અવાજની સ્પષ્ટતાને વધારે છે – જે સમૃદ્ધ અને વ્યાપક ઓડિયોનો અનુભવ આપે છે.
વિવિડ નવીનીકરણઃ QNED evoસિરિઝ
LGનાQNEDevo મોડલ્સ AIવિસ્તૃત્ત પ્રોસેસિંગ અને LGની પ્રોપ્રિએટરી ડાયનામિક ONEDકલર સોલ્યુશનની સાથેમિની LEDટેકનોલોજીને જોડે છે. આ પરંપરાગત ક્વોન્ટમ ડોટ ટેકનોલોજીને રિપ્લેસ કરે છે અને પ્રકાશની તમામ સ્થિતિઓમાં આબેહૂબ, ચોક્કસ કલર રિપ્રોડક્શન સક્ષમ બનાવે છે.
QNED evoશ્રેણી રિફાઇન્ડ લાઇટ કન્ટ્રોલ ધરાવે છે, જે ડીપર બ્લેક અને વધુ ચમકદાર હાઇલાઇટ્સને સક્ષમ બનાવતી મિની LEDબેકલાઇટની સાથે કેન્ટ્રાસ્ટ અને ડિટેઇલ બંનેને વધારે છે. આલ્ફા AI પ્રોસેસર ઝોન સ્તરે પિક્ચરની ગુણવત્તાને વધુ સારી બનાવે છે, જ્યારે AI પિક્ચર પ્રો અને AI સાઉન્ડ પ્રો સતત દરેક સીન અને સાઉન્ડને વાસ્તવિક સમયે ઓપ્ટિમાઇઝ કરે છે. આ સ્પષ્ટતા, ઊંડાણ અને વાસ્તવિકતા વચ્ચે સંતુલન પૂરું પાડે છે. આ TV વર્ચ્યુઅલ 9.1.2 ચેનલ સરાઉન્ડ સાઉન્ડની સાથે ઇમર્સિવ સાંભળવાનો અનુભવ પણ પૂરો પાડે છે, જે દરેક યુઝર માટે સાઉન્ડ સેટિંગ્સના AI આધારિત વ્યક્તિગતકરણ મારફતે કસ્ટમાઇઝ કરવામાં આવ્યું છે.
વેબઓએસ રિઃન્યુ, ગેમિંગ એક્સેલન્સ અને એક્સેસિબિલિટી
2025 TV લાઇન-અપ LGના વેબઓએસ-પ્લેટફોર્મના તાજેતરના વર્ઝન મારફતે સ્માર્ટર ઉપયોગીતા પૂરી પાડે છે. વેબઓએસ રિઃન્યુ પ્રોગ્રામ1 મારફતે LG સંપૂર્ણ ઓપરેટિંગ સિસ્ટમ અપગ્રેડ્સ ઓફર કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે યુઝર્સ મોટા ભાગના અપ-ટુ-ડેટ ઇન્ટરફેસ અને સ્માર્ટ ફિચર્સને માણી શકે. પુનઃડિઝાઇન કરેલી હોમ સ્ક્રીન વધુ સહજ, ઝડપી અને વ્યક્તિગત પ્રોફાઇલ્સ માટે અનુકૂલિત કરેલી છે, જે દરેક યુઝરને વ્યક્તિગત TV અનુભવને માણવા માટે સક્ષમ બનાવે છે. એપલ એરપ્લે અને ગુગલ કાસ્ટ માટે બિલ્ટ-ઇન સપોર્ટ મારફતે અબાધિત મોબાઇલ કાસ્ટિંગ સક્ષમ કરવામાં આવી છે.
OLED evo TVs 4કે 165હર્ટ્ઝ રિફ્રેશ રેટનું સમર્થન કરે છે, જે અલ્ટ્રા-સ્મૂધ, ટિઅર-ફ્રી ગેમપ્લે પૂરા પાડે છે. આ ટીવી NVIDIA G SYNC અને AMD ફ્રિસિન્ક પ્રિમિયમ સાથે કમ્પિટિબલ છે. ગેમ ઓપ્ટિમાઇઝર તેને ગેમ શૈલીઓને આધારે વિભિન્ન ગેમિંગ મોડલ્સ વચ્ચે સ્વિચ કરવાનું સરળ બનાવે છે.
2025 OLEDevoશ્રેણીએ ઉદ્યોગની માન્યતા અગાઉથી પ્રાપ્ત કરી છે, જેને CES 2025 બેસ્ટ ઓફ ઇનોવેશન એવોર્ડ અને OLED83G5 માટે વિડિયો ડિસ્પ્લે કેટેગરીમાં હોનરી શિર્ષક સહિત ઘણા પુરસ્કારો સુરક્ષિત કર્યા છે. તાજેતરના લાઇન-અપની સાથે LG દૈનિક જીવનને વિસ્તૃત કરતી ટેકનોલોજી પૂરી પાડવા માટેની તેની વચનબદ્ધત્તાની પુષ્ટિ કરે છે.
ભારતમાં ઉપલબ્ધતા અને મોડલ્સ
2025 LG ટીવી લાઇન-અપ વિભિન્ન શ્રેણીની સ્ક્રીન સાઇઝમાં ઉપલબ્ધ છે, જેમાં હોમ સિનેમા અનુભવો માટે વધતી માગ પૂરી કરવા માટે અલ્ટ્રા-લાર્જ મોડલ પણ ઉપલબ્ધ છે.
| Category | Model | Screen Sizes (CMS | Starting Price (INR) |
| OLED evo | G5 Ultra-Large | 247 cm (97) | 2,499,990 |
| OLED evo | G5 Series | 139cm(55),164cm (65) and195cm (77) | 267,990 |
| OLED evo | C5 Series | 106cm(42), 121cm(48), 139cm(55), 164cm (65), 195cm (77) & 210cm (83) | 149,990 |
| OLED | B5 Series | 139cm(55),164cm (65) | 193,990 |
| QNEDevo | QNED86A
Ultra-Large |
254cm (100) | 1,199,990 |
| QNEDevo | 92A Series | 139cm(55),164cm (65) & 195cm (77) | 149,990 |
| QNEDevo | QNED8GA/XA | 139cm(55),164cm (65) & 189cm (75) | 119,990 |
| QNED | QNED8BA | 109cm(43),139cm(55),164cm(65) &
189cm (75) |
74,990 |
તમામ મોડલ્સ રિટેઇલ વેચાણકેન્દ્રો અને LG.com સહિત ઓનલાઇન મોડલ્સ મારફતે જુલાઇ 2025થી ખરીદી માટે ઉપલબ્ધ થશે. ઉપલબ્ધતા અને કિંમત મોડલ પ્રમાણે બદલાઇ શકે છે.
તમામ LG 2025AI TV અંગેની વધુ માહિતી માટે, LG.com/inની મુલાકાત લો.
1વેબઓએસ રિઃન્યુ પ્રોગ્રામ 2025 OLED/QNED/નેનોસેલ/UHD ટીવી અને પસંદગીના 2022 OLED અને 2023 UHD મોડલ્સને લાગુ થાય છે. વેબઓએસ રિઃન્યુ પ્રોગ્રામ પાંચ વર્ષમાં કુલ ચાર અપગ્રેડ્સનું સમર્થન કરે છે. કેટલાક ફિચર્સ, એપ્લિકેશન્સ અને સર્વિસિઝ મોડલ અને પ્રદેશ પ્રમાણે બદલાઇ શકે છે.
