મુખ્ય વિશેષતાઓઃ
- Q2 FY26 માટે સંચાલનોમાંથી આવક રૂ. 61.74 બિલિયન નોંધાઇ છે, જે વાર્ષિક ધોરણે 1.0%નો વધારો દર્શાવે છે
- Q2 FY26માં 8.9%ના EBITDA માર્જિનની સાથે EBITDA રૂ. 5.48 બિલિયન નોંધાયો છે
- વેરા બાદનો નફો (PAT) રૂ. 3.89 બિલિયન નોંધાયો હતો
- ‘મેક ફોર ઈન્ડિયા’, ‘મેક ઇન ઈન્ડિયા’ અને ‘મેક ઈન્ડિયા ગ્લોબલ’ માટેની તેની વચનબદ્ધત્તા જારી રાખી છે
- જનતાને લક્ષ્ય બનાવતી પ્રિમિયમ વ્યાજબી કેટેગરીની પ્રોડક્ટ્સ LG એસેન્શિયલ સિરિઝને આરંભિક સારી પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ છે
નવી દિલ્હી | ૧૩મી નવેમ્બર ૨૦૨૫ — મુખ્ય હોમ એપ્લાયન્સિસ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં અગ્રણી કંપની LG ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા લિમિટેડ (LGEIL)એ આજે FY26ના બીજા ત્રિમાસિક ગાળા માટેના પરિણામો જાહેર કર્યા હતા.
Q2-FY26માં ઠંડા-ઉનાળો ઉપરાંત ભૂરાજકીય અને ફોરેક્સના પડકારોને લીધે નોંધપાત્ર અસર જોવા મળી હતી. LG ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાએ વાર્ષિક ધોરણે રેવેન્યુ અને બજાર-હિસ્સા બંનેમાં વધારો નોંધાવ્યો છે.
બજાર હિસ્સામાં વૃદ્ધિઃ
- TVમાં %% (1.4%નો વધારો)
- રેફ્રિજરેટર્સમાં 9% (1%નો વધારો)
- ACમાં 3% (0.5%નો વધારો)
- વૉશિંગ મશીનમાં 4% (સ્થિર – કોઇ વધારો નહીં અથવા કોઇ ઘટાડો નહીં)
- માઇક્રોવેવમાં$% (સ્થિર – કોઇ વધારો નહીં અથવા કોઇ ઘટાડો નહીં)
ઉપરના ડેટા ઓફલાઇન ચેનલોમાં અમારા બજાર હિસ્સા માટે વિશિષ્ટ છે, જે ઉદ્યોગનો પ્રાથમિક વૃદ્ધિ ચાલક છે અને જેના માટે ડેટા ઉપલબ્ધ છે.
રસપ્રદ બાબત એ છે કે, બે મહત્ત્વપૂર્ણ કેટેગરીઝમાં બીજા સ્થાન પર રહેનારી કંપનીની તુલનામાં LGનો નેતૃત્ત્વ તફાવત હવે અત્યાર સુધીના ઊંચા સ્તરે છેઃ
- TV – 6.7%
- રેફ્રિજરેટર્સ – 6.2%
નાણાકીય દેખાવની સંક્ષિપ્ત માહિતી (આંકડા રૂ. અબજમાં):
| વિગતો | ત્રિમાસિક | અર્ધવાર્ષિક | |||
| Q2 FY26 | Q1 FY26 | Q2 FY25 | H1FY26 | H1FY25 | |
| સંચાલનમાંથી આવક | 61.74 | 62.63 | 61.14 | 124.37 | 125.23 |
| EBITDA | 5.48 | 7.16 | 7.57 | 12.64 | 17.15 |
| PAT | 3.89 | 5.13 | 5.36 | 9.03 | 12.15 |
કંપનીએ Q2FY26માં 8.9^ના EBITDA માર્જિનની સાથે Q2FY26 સંચાલનોમાંથી આવક રૂ. 61.74 અબજ નોંધાવી હતી, જ્યારે તે Q2FY25માં રૂ. 61.14 અબજ હતી. પડકારજનક માગની સ્થિતિ હોવા છતાં પણ LGEIL આવકમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. આ પ્રદર્શન કંપનીની અંતર્નિહિત મજબૂતાઇ અને બ્રાન્ડમાં ગ્રાહકોના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. EBITDA માર્જિનમાં ઘટાડો વધતી કોમોડિટીની કિંમતો અને મુશ્કેલ બજાર પરિસ્થિતિઓ દરમિયાન કંપનીના ડિસ્ટ્રિબ્યુટર્સને ટેકો આપવા માટે તહેવારના ગો-ટુ-માર્કેટની પહેલમાં વધતા રોકાણનું સંયુક્ત પરિણામ હતું.
LGEIL બે કારોબાર સેગમેન્ટ ધરાવે છે – હોમ એપ્લાયન્સ અને એર સોલ્યુશન્સ (H&A) સેગમેન્ટ અને હોમ એન્ટરટેઇન્મેન્ટ (HE) સેગમેન્ટ. H&Aમાં એર કન્ડિશનર્સ, રેફ્રિજરેટર્સ, માઇક્રોવેવ ઓવન, વોશિંગ મશીન, ડિશવોશર્સ, કમ્પ્રેસર્સ, HVAC, વોટર પ્યોરિફાયર્સ અને એર પ્યોરિફાયર્સ સામેલ છે. HE સેગમેન્ટમાં ટેલિવિઝન (ફ્લેટ પેનલ, સાઇનેજ, પ્રોજેક્ટર્સ, મોનિટર, TV), ઓડિયો વિઝ્યુઅલ, મોનિટર્સ અને પર્સનલ કમ્પ્યુટર્સ સામેલ છે.
H&A સેગમેન્ટે મુખ્ય કેટેગરીમાં વૃદ્ધિ નોંધાવીને Q2FY26માં તેના બજાર નેતૃત્ત્વને જાળવી રાખ્યું છે. સુધારેલા GST દરોની જાહેરાતે હંગામી ધોરણે ગ્રાહક ખરીદીને સ્થગિત કરી હતી, જ્યારે LGEILની મજબૂત બ્રાન્ડ ઇક્વિટી અને લવચિક વિતરણ નેટવર્કે તેના પ્રિમિયમ બજાર હિસ્સાને મજબૂત બનાવવામાં સહાય કરી છે. ઓક્ટોબરમાં રજૂ કરેલી નવી એલજી એસેન્શિયલ સિરિઝ મુખ્ય બજારોમાં આરંભિક ગતિ પ્રાપ્ત કરી રહી છે. આ લાઇનઅપની સાથે LGEIL તેની કિંમતની શ્રેણીને વ્યાપક બનાવી રહી છે અને ઓછી પહોંચ ધરાવતા બજારોમાં પ્રથમ વખતના ખરીદદારો સાથે મજબૂત જોડાણોનું નિર્માણ કરી રહી છે. આગળ જતા, તાજેતરના GST દરમાં ઘટાડા અને તહેવાર તથા લગ્નના સમયની મોસમી માગથી ટેકો પ્રાપ્ત કરીને LGEIL તમામ પ્રોડક્ટ કેટેગરીઝમાં ભવિષ્યની વૃદ્ધિ માટે આત્મવિશ્વાસ ધરાવે છે. સેગમેન્ટની આવક Q2FY26માં રૂ. 39.48 અબજ નોંધાઇ હતી, જ્યારે તે Q2FY25માં રૂ. 39.53 અબજ નોંધાઇ હતી.
Q2FY26માં HE સેગમેન્ટની આવક વાર્ષિક ધોરણે 3% વધી છે, જેને મુખ્ય રીતે TV સેગમેન્ટમાં તહેવારની મોસમની વધેલી માગને લીધે ટેકો મળ્યો છે. ભવિષ્યમાં, LGEILનો લક્ષ્યાંક નવીનીકરણને વધુ વેગ આપવાનો અને QNED અને OLED સહિતના પ્રિમિયમ પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં તેની બજાર સ્થિતિને વધારવાનો છે. કંપની શિક્ષા, આતિથ્ય, ચિકિત્સા અને સંસ્થાકીય ઉદ્યોગો જેવા ક્ષેત્રોમાં ભારતની વધતી આંતરમાળખાકીય સુવિધામાંથી ઊભી થતી તકોનો લાભ લઈને તેની B2B ફૂટપ્રિન્ટનો વિસ્તાર કરવાનો પણ ઇરાદો ધરાવે છે. સેગમેન્ટની આવક Q2FY26માં રૂ. 22.26 અબજ નોંધાઇ હતી, જ્યારે તે Q2FY25માં રૂ. 21.6 અબજ નોંધાઇ હતી.
આગળના માર્ગ પર પ્રકાશ પાડતા LG ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમાન હોંગ જુ જિઓને જણાવ્યું હતું કે “2026ના H1માં કેટલાક વ્યાપક આર્થિક પડકારો આવ્યા હતા, જેમાં ઠંડો ઉનાળો, ભૂરાજકીય પડકારો, ટેરિફ અને ફોરેક્સમાં વધઘટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભારતમાં અમારી ટીમે વેચાણમાં વૃદ્ધિ, બજારમાં હિસ્સામાં વધારો અને સ્થિર નફાકારકતાને જાળવવામાં સ્થિતિસ્થાપકતા દર્શાવી હતી. આ દેખાવ અમારા સંચાલનના અમલની મજબૂતાઇ અને ગ્રાહકોના અમારી બ્રાન્ડ પરના ઊંડા વિશ્વાસને રેખાંકિત કરે છે. આ અમારા મજબૂત આધારરૂપ સિદ્ધાંત્તોનું પ્રતિબિંબ છે અને ભારતમાં અમારી વૃદ્ધિની ગાથા પ્રત્યે અમારી સતત પ્રતિબદ્ધત્તાની પુષ્ટિ કરે છે. હવે અમે અમારા સ્થાનિક વિસ્તારની સાથે સાથે વૈશ્વિક પરિસ્થિતિઓને સામાન્ય થવા પર નિકાસને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને અમારી ભવિષ્યની વૃદ્ધિને વ્યુહાત્મક રીતે વધારી રહ્યા છીએ. અમારા ત્રીજા પ્લાન્ટનું બાંધકામ નિર્ધારિત સમય પ્રમાણે ચાલી રહ્યું છે અને અમારી નવી પ્રોડક્ટ લાઇન LG એસેન્શિયલ સિરિઝ ટિઅર 2 અને 3 બજારોમાં અમારી વૃદ્ધિને સમર્થન આપી રહી છે. અમારું ફોકસ સ્પષ્ટ છેઃ અત્યાધુનિક ટેકેનોલોજી પૂરી પાડવી, જે અમારા ગ્રાહકોનાં જીવનને સમૃદ્ધ બનાવે છે અને ભારતની સૌથી પ્રિય બ્રાન્ડ તરીકે અમારી સ્થિતિને મજબૂત બનાવે છે.”
‘મેક ફોર ઈન્ડિયા’, ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘મેક ઈન્ડિયા ગ્લોબલ’ પ્રત્યેની પોતાની વચનબદ્ધત્તા મારફતે LGEIL તેના ભારત કેન્દ્રિત પોર્ટફોલિયોને વિસ્તારવાનું જારી રાખી રાખે છે અને વૈશ્વિક આર્થિક નેતા તરીકે તેની વૃદ્ધિને ટેકો આપે છે.‘મેક ફોર ઈન્ડિયા’ના મોર્ચે કંપની ભારતીય જીવનશૈલી માટે સૌથી શ્રેષ્ઠ યોગ્ય પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે વૈશ્વિક ટેકનોલોજીને ઊંડી સ્થાનિક આંતરદૃષ્ટિની સાથે સંયોજિત કરી રહી છે. ‘મેક ઈન ઈન્ડિયા’ના મોરચે LGEIL તેના ઉત્પાદન ક્ષેત્રમાં વિસ્તાર કરવાના માર્ગ પર છે. આંધ્રપ્રદેશમાં તેના ત્રીજા પ્લાન્ટનું બાંધકામ અગાઉથી નિર્ધારિત સમય અનુસાર ચાલી રહ્યું છે. ‘મેક ઈન્ડિયા ગ્લોબલ’ મારફતે કંપની પોતાની મૂળ કંપનીની ગ્લોબલ સાઉથ વ્યુહરચનાના ભાગ તરીકે હાર્ડવેર અને સોફ્ટવેર સક્ષમતાઓમાં ભારતની ઉત્પાદકતાનો લાભ ઉઠાવવાની રીતો પર વિચાર કરી રહી છે.
==========
