બેંગલુરુ | ૦૫ માર્ચ ૨૦૨૬ — એશિયા પેસિફિક વિસ્તારમાં કંપનીઓ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને માત્ર પ્રયોગ તરીકે નહીં પરંતુ વ્યવસાયિક અમલ તરીકે અપનાવવા તરફ ઝડપથી આગળ વધી રહી છે. લેનોવો દ્વારા IDCના સહયોગથી તૈયાર કરાયેલા “Lenovo CIO Playbook 2026 – The Race for Enterprise AI”ના ચોથા સંસ્કરણ મુજબ આગામી 12 મહિનામાં એશિયા પેસિફિકમાં 96% સંસ્થાઓ AIમાં પોતાનું રોકાણ વધારવાની યોજના બનાવી રહી છે. સરેરાશ રીતે સંસ્થાઓ AI ખર્ચમાં લગભગ 15% વધારો કરવાની અપેક્ષા રાખે છે, જેમાં જનરેટિવ AI (GenAI), એજન્ટિક AI (Agentic AI), પબ્લિક ક્લાઉડ AI સેવાઓ, ઓન-પ્રેમાઇઝ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને AI સિક્યુરિટી ટૂલ્સ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
અહેવાલ મુજબ ભારત આ ક્ષેત્રમાં સૌથી આગળ છે, જ્યાં 99% સંસ્થાઓ આગામી એક વર્ષમાં AIમાં રોકાણ વધારવાની તૈયારીમાં છે અને એશિયા પેસિફિક વિસ્તારમાં સૌથી વધુ સરેરાશ 19% વર્ષ-દર-વર્ષ બજેટ વૃદ્ધિ જોવા મળશે. ભારતમાં આ રોકાણ ખાસ કરીને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપન અને સપોર્ટ, આંતરિક AI તાલીમ (નૉન-IT કર્મચારીઓ સહિત), જનરેટિવ AI એપ્લિકેશન વિકાસ, AI ડિવાઇસ અને AI સિક્યુરિટી, ટ્રસ્ટ અને ટ્રાન્સપરન્સી ટૂલ્સ પર કેન્દ્રિત રહેશે. આ પરિબળો દર્શાવે છે કે AI હવે એન્ટરપ્રાઇઝ કાર્યક્ષમતા, સ્થિરતા અને વિકાસ માટે મુખ્ય સક્ષમ સાધન બની રહ્યું છે.
લિનોવોના એશિયા પેસિફિક ISGના પ્રમુખ સુમિર ભાટિયાએ જણાવ્યું હતું કે, “જ્યારે એશિયા પેસિફિકમાં 96% સંસ્થાઓ સરેરાશ 15% AI રોકાણ વધારવાની યોજના બનાવી રહી છે, ત્યારે તે સ્પષ્ટ સંકેત આપે છે કે AI સંબંધિત નિર્ણયો હવે એન્ટરપ્રાઇઝ સ્ટ્રેટેજીના કેન્દ્રમાં લેવામાં આવી રહ્યા છે. હવે તફાવત એ સંસ્થાઓ ઉભો કરશે જે AIને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓપરેશન અને સિક્યુરિટી સાથે અસરકારક રીતે સંકલિત કરીને તેની કિંમતને સમય સાથે વધારશે.”
AI હવે વ્યવસાયિક વ્યૂહરચનાનો મુખ્ય ભાગ બની રહ્યું હોવાથી એશિયા પેસિફિક વિસ્તારમાં CIO માટે આવકમાં વધારો, નફાકારકતા સુધારવી અને ગ્રાહક અનુભવને મજબૂત બનાવવો સૌથી મહત્વપૂર્ણ ત્રણ વ્યવસાયિક પ્રાથમિકતાઓ બની ગઈ છે.
ગયા વર્ષના અહેવાલમાં AIના રોકાણથી મળતા લાભ અને વ્યવસાયિક કિસ્સાઓની ચકાસણી પર ધ્યાન કેન્દ્રિત હતું, જ્યારે 2026ના પ્લેબુકમાં પરિણામ આધારિત AI અપનાવવાની દિશામાં સ્પષ્ટ પરિવર્તન જોવા મળે છે. CIO હવે AIના મૂલ્ય અંગે આત્મવિશ્વાસ ધરાવે છે, પરંતુ તેઓ ખાતરી કરવા માટે વધુ કડક માપદંડ અપનાવી રહ્યા છે કે આ રોકાણ લાંબા ગાળે વ્યવસાયિક અસર જોવા મળશે.
અહેવાલ મુજબ એશિયા પેસિફિકની 88% સંસ્થાઓ 2026 સુધી AIમાંથી સકારાત્મક ROIની અપેક્ષા રાખે છે, જેમાં સરેરાશ દર એક ડોલર રોકાણ સામે લગભગ 2.8 ગણો રિટર્ન (US$2.85) મળવાની શક્યતા દર્શાવવામાં આવી છે. તેમ છતાં, AIને પાઇલોટ પ્રોજેક્ટ્સમાંથી બહાર લાવી મોટા પાયે અમલમાં લાવવું હજી પણ પડકારરૂપ છે, જેનાથી ગવર્નન્સ, ઓપરેટિંગ મોડલ અને AI લાઇફસાઇકલ મેનેજમેન્ટનું મહત્વ વધુ વધે છે.
AIનો ઉપયોગ હવે માત્ર IT વિભાગ સુધી મર્યાદિત નથી રહ્યો. એશિયા પેસિફિકમાં 66% સંસ્થાઓ પહેલેથી જ AIના પાઇલોટ અથવા વ્યવસ્થિત અમલના તબક્કામાં છે, જ્યારે 15% શરૂઆતના તબક્કામાં છે અને 19% સંસ્થાઓ હજુ AI અપનાવવાની વિચારણા કરી રહી છે. ભારતમાં 59% સંસ્થાઓ પહેલેથી જ AIનો પાઇલોટ અથવા અમલ શરૂ કરી ચુકી છે, 19% શરૂઆતના તબક્કામાં છે, જ્યારે 23% સંસ્થાઓ AI અપનાવવાની પ્રક્રિયામાં છે, જે ભવિષ્યમાં AIના વ્યાપક ઉપયોગ માટે મજબૂત સંભાવનાઓ દર્શાવે છે.
AI હવે ગ્રાહક સેવા, માર્કેટિંગ, ઓપરેશન્સ, ફાઇનાન્સ અને વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોની વ્યવસાયિક કામગીરીમાં વધુ ઝડપથી ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. ખાસ નોંધનીય બાબત એ છે કે સર્વેમાં ભાગ લેનાર લગભગ અડધી સંસ્થાઓમાં નૉન-IT વિભાગો પણ હવે AI પ્રોજેક્ટ્સને ફંડિંગ આપી રહ્યા છે, જેના કારણે CIOની ભૂમિકા સમગ્ર સંસ્થામાં એન્ટરપ્રાઇઝ-વાઇડ ઓર્કેસ્ટ્રેટર તરીકે વધુ મહત્વપૂર્ણ બની રહી છે.
અહેવાલમાં Agentic AIને આગામી મોટી તક તરીકે પણ ઓળખવામાં આવ્યું છે. હાલમાં એશિયા પેસિફિકમાં 21% સંસ્થાઓ તેનો નોંધપાત્ર ઉપયોગ કરી રહી છે, જ્યારે 59% સંસ્થાઓ તેની તપાસ અથવા મર્યાદિત અમલ માટે આયોજન કરી રહી છે. ખાસ કરીને ટેલિકોમ્યુનિકેશન, હેલ્થકેર અને સરકારી ક્ષેત્રોમાં જ્યાં કામગીરીની જટિલતા અને વ્યાપકતા વધુ હોય છે, ત્યાં Agentic AIનો ઉપયોગ વધવાની સંભાવના છે.પરંતુ તૈયારીઓ હજી સમાન નથી. માત્ર 10% સંસ્થાઓ પોતાને મોટા પાયે Agentic AI અમલ માટે તૈયાર માને છે, જ્યારે 41% સંસ્થાઓને અર્થપૂર્ણ રીતે તેને વ્યાપક સ્તરે અમલમાં લાવવા માટે 12 મહિનાથી વધુ સમય લાગી શકે છે. સુરક્ષા, ગવર્નન્સ, ડેટાની ગુણવત્તા અને સિસ્ટમ ઇન્ટેગ્રેશનની જટિલતાઓ મુખ્ય પડકારો તરીકે સામે આવી રહી છે.
લિનોવોના સોલ્યુશન્સ એન્ડ સર્વિસિસ ગ્રુપના એશિયા પેસિફિક ED અને GM ફાન હોએ જણાવ્યું હતું કે, “Agentic AI એ એન્ટરપ્રાઇઝમાં ઇન્ટેલિજન્સ કેવી રીતે સંકલિત થાય છે તેમાં મૂળભૂત પરિવર્તન લાવી રહ્યું છે. લગભગ 60% સંસ્થાઓ તેની શોધખોળ કરી રહી છે, પરંતુ મોટા ભાગની સંસ્થાઓ સુરક્ષા અને ગવર્નન્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેને ધીમે ધીમે વ્યાપક સ્તરે અમલમાં લાવવાની દિશામાં આગળ વધી રહી છે.”
AI વર્કલોડ વધતા હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રેટેજી CIO માટે મહત્વપૂર્ણ નિર્ણય બની રહી છે. અહેવાલ મુજબ એશિયા પેસિફિકમાં 86% સંસ્થાઓ હવે ઓન-પ્રેમાઇઝ અથવા એજ એન્વાયરમેન્ટને હાઇબ્રિડ AI આર્કિટેક્ચરનો ભાગ બનાવી રહી છે, જેના કારણે હાઇબ્રિડ AI હવે એન્ટરપ્રાઇઝ માટે ડિફોલ્ટ મોડલ બની ગયું છે.
ભારતમાં તો 90% સંસ્થાઓ હાઇબ્રિડ AI આર્કિટેક્ચર પસંદ કરી રહી છે, જેમાં ઓન-પ્રેમાઇઝ અને એજ એન્વાયરમેન્ટનું સંયોજન કરીને પરફોર્મન્સ, સુરક્ષા અને નિયમનકારી જરૂરિયાતો વચ્ચે સંતુલન સાધવામાં આવે છે. આ પસંદગી પાછળ ડેટા પ્રાઇવસી અને કંપ્લાયન્સની જરૂરિયાતો, ક્લાઉડના વધતા ખર્ચ અને વિતરિત ઓપરેશન્સ અને ડેટાને સપોર્ટ કરવાની જરૂરિયાત જેવા મુખ્ય કારણો છે.
લિનોવો ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર શૈલેન્દ્ર કત્યાલએ જણાવ્યું હતું કે, “ભારતમાં AI વિકાસ માટે ‘બિલ્ડર માઇન્ડસેટ’ સ્પષ્ટ રીતે જોવા મળે છે. જ્યારે 59% સંસ્થાઓ સક્રિય રીતે AI અપનાવી રહી છે અને બજેટમાં સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાઈ રહી છે, ત્યારે કંપનીઓ જવાબદારીપૂર્વક અને મોટા પાયે AI અમલ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વર્કફોર્સ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. દર એક ડોલર રોકાણ સામે લગભગ ત્રણ ડોલર રિટર્ન મળવાની અપેક્ષા દર્શાવે છે કે AI હવે પાઇલોટ પ્રોગ્રામમાંથી આગળ વધી મુખ્ય વ્યવસાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે.”
૧. અહેવાલ મુજબ 2026 માટે CIO માટે ત્રણ મહત્વપૂર્ણ પ્રાથમિકતાઓ ઉભરી આવી છે. તેમાં પ્રથમ છે AI ઇન્ફરન્સિંગ, જે AI મોડલના જીવનચક્ર દરમિયાન ટ્રેનિંગ કરતાં 15 ગણો વધુ ખર્ચાળ હોઈ શકે છે અને 2030 સુધી કુલ AI કમ્પ્યુટિંગમાંથી 75% કમ્પ્યુટિંગ ઇન્ફરન્સિંગ માટે વપરાશે, જેમાંથી 80% એન્ટરપ્રાઇઝ વિતરિત એજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આધાર રાખશે.
૨. બીજી મહત્વપૂર્ણ પ્રાથમિકતા કર્મચારી ઉત્પાદકતા વધારવાની છે. AI ડિવાઇસ અને લોકલ ઇન્ફરન્સિંગ ક્ષમતા ધરાવતા ઉપકરણો હવે IT રોકાણમાં બીજા ક્રમે મહત્વપૂર્ણ પ્રાથમિકતા બની ગયા છે, અને અંદાજ છે કે એન્ટરપ્રાઇઝ PC ખરીદીમાં 50% સુધીનો હિસ્સો ઓન-ડિવાઇસ AI એજન્ટ ધરાવતા AI PC મોડલ્સ તરફ વળશે.
૩. ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ બાબત AIને વ્યાપક સ્તરે અમલમાં લાવવાની છે. અહેવાલ દર્શાવે છે કે 88% સંસ્થાઓ સકારાત્મક ROIની અપેક્ષા રાખે છે, છતાં AIના લગભગ અડધા પ્રૂફ-ઓફ-કોન્સેપ્ટ પ્રોજેક્ટ્સ જ પ્રોડક્શન સુધી પહોંચે છે, જે દર્શાવે છે કે AI ક્ષેત્રમાં સૌથી મોટો પડકાર આશા નહીં પરંતુ સ્કેલિંગ છે.
આ રીતે લિનોવો CIO પ્લેબુક 2026 દર્શાવે છે કે AI હવે માત્ર ટેક્નોલોજી ટ્રેન્ડ નહીં, પરંતુ વૈશ્વિક એન્ટરપ્રાઇઝ માટે વ્યવસાયિક વિકાસ, કાર્યક્ષમતા અને સ્પર્ધાત્મકતાનું મુખ્ય આધાર બની રહ્યું છે.
For more information: Download the Lenovo AP CIO Playbook 2026
