ગેરેન્ટકો દ્વારા 65 ટકા ગેરેન્ટેડ અને ક્રિસીલ -આઈસીઆરએ દ્વારા AA+ રેટેડ આ ગ્રીન બોન્ડ દેશના રિન્યુએબલ એનર્જીના લક્ષ્યને પૂર્ણ કરવામાં મદદરૂપ થશે
ગુજરાત, સુરત | ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫: ગુજરાત બેઝ કેપી ગ્રુપની કંપની કેપીઆઈ ગ્રીન એનર્જી લિ. ભારતમાં પ્રથમ ક્રેડિટ એન્હાન્સડ ગ્રીન બોન્ડ લાવ્યું છે. 670 કરોડ રૂપિયાનો આ ગ્રીન બોન્ડ 16 સપ્ટેમ્બર 2025ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થયો. ગ્રીન બોન્ડ વિશેષરૂપે રિન્યુએબલ અને સસ્ટેનેબલ એનર્જી માટે જ ઈશ્યુ કરવામાં આવે છે અને દેશની બહુ જૂજ કંપનીઓને તે મળ્યા છે.
પ્રાઈવેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ગ્રૂપ (PIDG) નો ભાગ એવા ગેરેન્ટકોએ એ્નએસઈ-બીએસઈ પર લિસ્ટેડ કંપની કેપીઆઈ ગ્રીન એનર્જી લિ. (BSE: 542323, NSE: KPIGREEN)ને તેના પ્રથમ ગ્રીન બોન્ડ ઈશ્યુઅન્સ માટે રૂ. 6.7 અબજ માટે 65% આંશિક ક્રેડિટ ગેરંટી પૂરી પાડી છે. આ ભારતનો પહેલો બહારથી ક્રેડિટ એન્હાન્સ્ડ ગ્રીન બોન્ડ ઈશ્યુઅન્સ છે, જે રિન્યુએબલ એનર્જી ડેવલપર કંપની કેપીઆઈ ગ્રીન દ્વારા કરવામાં આવ્યો છે. ગેરેન્ટો યુકે, સ્વિટ્ઝર્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, સ્વીડન, નેધરલૅન્ડ્સ એટલે કે FMO તથા ફ્રાન્સ અને ગ્લોબલ અફેર્સ કૅનેડા જેવી સરકારો દ્વારા ભંડોળિત છે.
ગેરેન્ટકોની ગેરંટીના કારણે પાંચ વર્ષના આ બોન્ડને CRISIL અને ICRA બન્ને તરફથી AA+ ક્રેડિટ રેટિંગ મળ્યું છે, જેના કારણે રોકાણકારોની વધુ ભાગીદારી શક્ય બની છે. બોન્ડમાંથી મળેલી રકમ કેપીઆઈ ગ્રીન એનર્જીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેના સોલાર, વિન્ડ અને હાઈબ્રિડ પાવર પોર્ટફોલિયોની ક્ષમતા વધારવામાં મદદ કરશે.
આ પ્રોજેક્ટ અંદાજે 2,00,000 લોકો અને ઘણા બિઝનેસને સ્વચ્છ વીજળી મેળવવામાં મદદ કરશે અને 3,12,000 મેટ્રીક ટન કરતા વધુ કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં સહાયરૂપ બનશે. આથી અંદાજે 175 મિલિયન ડોલર જેટલું ડોમેસ્ટિક ઈન્સ્ટિટ્યુશનલ કેપિટલ (ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેટ ફંડ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ઈન્શ્યોરન્સ વગેરે) રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ફરતુ થશે. આ બોન્ડ કેપીઆઈ ગ્રીનને બેંકો પર આધારિત તેની હાલની ફંડિંગ બેઝની બહાર વૈવિધ્યતા લાવવા માટે સક્ષમ બનાવશે.
આ પ્રોજેક્ટ યુએનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જેવા કે સસ્તી અને સ્વચ્છ ઉર્જા, યોગ્ય કામ અને આર્થિક વૃદ્ધિ અને જળવાયુ પરના પગલાંમાં યોગદાન આપશે. કેપીઆઈ ગ્રીનને આ વ્યવહાર માટે પીઆઈડીજી ટેકનિકલ સહાય ગ્રાન્ટનો પણ લાભ મળશે.
ગેરેન્ટકોના એશિયા ઈન્વેસ્ટમેન્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર અને પીઆઈડીજી ખાતે એશિયા કવરેજ હેડ નિશાંત કુમારે જણાવ્યું: “અમે કેપીઆઈ ગ્રીન એનર્જી સાથે આ વ્યવહાર પૂર્ણ કરીને આનંદ અનુભવીએ છીએ, જે ભારતના ડેટ કેપિટલ માર્કેટમાં વ્યવસ્થિત વૃદ્ધિને સપોર્ટ કરશે. આ વ્યવહાર પાયોનિયરિંગ છે કારણ કે આ ભારતનો પ્રથમ ક્રેડિટ-એન્હાન્સ્ડ ગ્રીન બોન્ડ છે, જે આ માર્કેટ સેગમેન્ટમાં અન્ય કંપનીઓને પ્રેરણા આપશે કે જેથી માર્કેટ ટ્રાન્સફોર્મેશન આગળ વધે. ભારતને 2030 સુધી 500 ગીગાવોટની રિન્યુએબલ એનર્જી ક્ષમતા ઉમેરવાની જરૂર છે જેથી આ લક્ષ્ય સુધી પહોંચવા માટે સ્થાનિક ડેટ કેપિટલ માર્કેટે અગત્યની ભૂમિકા ભજવવી જોઈએ. ગેરેન્ટકો જે પ્રાઈવેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ગ્રૂપનો ભાગ છે, માર્કેટ ઈનોવેશનમાં અગ્રેસર છે અને પુનરુત્પાદિત થનારી માળખાકીય વ્યવસ્થાઓ ઉભી કરવામાં મદદ કરી રહી છે. અમને આશા છે કે આ ભારતના ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સિંગ માટે વિશાળ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ કેપિટલને અનલોક કરવામાં સહાયરૂપ બનશે.”
કેપીઆઈ ગ્રીન એનર્જીના ચેરમેન-મેનેજીંગ ડિરેક્ટર ડૉ. ફારૂક જી. પટેલે જણાવ્યું: કેપીઆઈ ગ્રીન એનર્જીએ પોતાનો પહેલો ગ્રીન બોન્ડ રૂ. 6.7 અબજ સુધીનો બહાર પાડ્યો છે—જે ભારતના કોઈ રિન્યુએબલ એનર્જી ડેવલપર દ્વારા પહેલી વાર બહારથી ક્રેડિટ-એન્હાન્સ્ડ બોન્ડ છે—65% ગેરેન્ટકો (PIDG) ગેરંટી સાથે અને CRISIL અને ICRA દ્વારા AA+ રેટેડ, અને NSE પર લિસ્ટેધ છે. આમાંથી મળેલી રકમ ગુજરાત અને મહારાષ્ટ્રમાં અમારા સોલાર, પવન અને હાઈબ્રિડ પ્રોજેક્ટ્સનો વિસ્તાર કરશે, આ ગ્રીન બોન્ડ અમારા ફંડિંગ બેઝને વૈવિધ્યતા લાવવા અને ESG તથા ભાવિ USD ઇશ્યુઅન્સ માટે માર્ગ બનાવશે. અમે અમારા ભાગીદારો અને રોકાણકારોને આભાર માનીએ છીએ.
